હવે હું શું કરુ ? ( ભાગ ૨ ) તેના રૂમનો પંખો બંધ હતો. અર ધા કલાકથી બારીમાંથી આકરો તાપ બરડા પર પડી રહ્યો હતો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. એક જ સ્થિતિમાં ઊંધો ફરી સૂતો હતો. ઊંઘ ક્યારની ઊડી ગઈ હતી. બસ , ઊભા થવાનુ મન ન હતુ થતુ. ચાદર અને ઓશીકુ પરસેવાને લીધે ભીના થયા હતા. પથારીમાંથી અલગ પ્રકારની (ગંદી નહી) વાસ આવી રહી હતી. કેમેય કરીને એ વિચિત્ર ભીનાશમાં પણ તે ઠંડક અનુભવતો હતો. તડકાને લીધે બરડો તપ્યો હતો. તેના નાકમાંથી લોહી અને પાણી જેવુ નીકળવા લાગ્યું . એવુ ઘણીવાર બનતુ વધુ ગરમીના કારણે તેના નાકમાંથી લોહી નીકળતુ. તે સફાળો બેઠો થયો અને અરિસામાં જોયુ , પછી નાહવા ગયો. તૈયાર થઈ ઓફિસ માટે નીકળ્યો. તે રાબેતામુજબ કામ કરવા લાગ્યો. તેણે ઓફીસમાં ધ્યાન વધાર્યુ. બે દિવસ બાદ ઓફિસમાં મિટિંગ બોલાવી. “ ગુડ...