હવે હું શું કરુ?
(ભાગ ૨)






                      તેના રૂમનો પંખો બંધ હતો. અરધા કલાકથી બારીમાંથી આકરો તાપ બરડા પર પડી રહ્યો હતો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. એક જ સ્થિતિમાં ઊંધો ફરી સૂતો હતો. ઊંઘ ક્યારની ઊડી ગઈ હતી. બસઊભા થવાનુ મન ન હતુ થતુ. ચાદર અને ઓશીકુ પરસેવાને લીધે ભીના થયા હતા. પથારીમાંથી અલગ પ્રકારની (ગંદી નહી) વાસ આવી રહી હતી. કેમેય કરીને એ વિચિત્ર ભીનાશમાં પણ તે ઠંડક અનુભવતો હતો. તડકાને લીધે બરડો તપ્યો હતો.

 

                         તેના નાકમાંથી લોહી અને પાણી જેવુ નીકળવા લાગ્યુંએવુ ઘણીવાર બનતુ વધુ ગરમીના કારણે તેના નાકમાંથી લોહી નીકળતુ. તે સફાળો બેઠો થયો અને અરિસામાં જોયુપછી નાહવા ગયો. તૈયાર થઈ ઓફિસ માટે નીકળ્યો. તે રાબેતામુજબ કામ કરવા લાગ્યો. તેણે ઓફીસમાં ધ્યાન વધાર્યુ. બે દિવસ બાદ ઓફિસમાં મિટિંગ બોલાવી.

 

ગુડ આફ્ટરનુન ટિમઆપણી ઓર્ગેનાઇઝેસન ૧૩ કંમ્પનીઓને બિલિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છેજે ખરેખર સારી વાત છે તેમ છતા આપણે એવુ શું કરીએ તો આ ઓર્ગેનાઝેસન નાનામાં નાના વેપારી સુધી પહોંચેઅથવા કેવી રીતે દરેક દુકાનદારને આપણે સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ? તેણે પૂછ્યુ.

 

                         દરેક કર્મચારી વિચારમાં મુકાયા. મિટિંગ રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ. હું જાણુ છુ આ કામ મારૂ છેતમારુ નથી પરંતુ આ સંસ્થાના તમે પહેલા કર્મચારી છોજ્યારે આ સંસ્થા એક મોટી કંપની બ્રાન્ડ બનશે ત્યારે નવા કર્મચારીઓ તમને જોશેતમારામાંથી શીખશે. ધેય વિલ ફોલો યૂયૂ હેવ ટુ ગાઈડ ધેમ. માટે આ નવી સંસ્થાના દરેક કર્મચારીની જવાબદારી છે કે તે આ ઓર્ગેનાઇઝેસનને વધુ સારી બનાવામાં મદદ કરે.

 

                         સૌ કોઈ નિખિલને જોઈ રહ્યા. તેણે બોલવાનુ ચાલુ રાખ્યુ:૩૨ લોકો અત્યારે આ રૂમમાં છે મને ઇનક્લુડ કરતામને ૩૨ નવીન વિચારો જોઈએ છે. બે દિવસ પછી ફરી અહી આપણે સૌ ફરી ભેગા થઈશુ. નવા ઇનોવેટિવ આઇડિયા સાથે...ઓકે?”

ઓકે.બધા કર્મચારીઓ એક સાથે બોલ્યા.

થેન્ક યૂ.નિખિલ બોલ્યો.

થેન્ક યૂ.સૌ કર્મચારીઓ કહ્યુ અને એકબીજા સાથે ચર્ચા કરતા બ્હાર જતા રહ્યા. ભાવિકા નિખિલની સામે જોઈ રહીજતા-જતા તે બોલી: નાઇસ આઇડિયા સર.તેણે સ્મિત આપ્યુ.

 

                         આજે ઓફિસમાં કામ કરતા સૌ કર્મચારીઓને સારુ લાગ્યુ એ જાણીને કે તેઓ આ સંસ્થા માટે કેટલા મહત્વના હતા. બે દિવસ બાદ બધા પોત-પોતાના વિશિષ્ટ આઇડિયા સાથે આવ્યા. દરેક કર્મચારીએ પોતાનો આઇડિયા રજૂ કર્યો. સારા સારા નવા વિચારો મળ્યા હતા. તેમાં સુધારા વધારા કરી લાગુ પાડવાનુ નક્કી કર્યુ. ભાવિકા હજુ મૌન હતીતે દરેકને ધ્યાનથી સાંભળી રહી હતી. (તે અવર સંચાલક હતી.) નિખિલે ભાવિકાને નો આઇડિયા પૂછ્યો.

સરમારો આઇડિયા... હું ૧૫ તારીખે આપીશઅત્યારે એની જરૂર નથી.ભાવિકાએ કહ્યુ.

૧૫ તારીખ તો ગઈઆજે ૧૬ થઈ.નિખિલે કહ્યુ.

આવતા મહિનાની ૧૫ સર.

ઓકે. કોઈને કઈ કહેવુ છે?” તેણે બધાને પૂછ્યુ. થોડીવાર શાંતિ જળવાઈ રહી પછી તે બોલ્યો: “ઠીક છેવેલ ડનએવરિવન... યુ ફોક્સ(Folks) ડિડ ગૂડ વર્ક. થેન્ક યૂ ગાઈસ. બધા છૂટા પડયા.

                         ઓફિસમાં સૌ કોઈ મહેનત અને લગનથી કામ કરવા લાગ્યા. નિખિલ વધુ ને વધુ સારી સર્વિસ આપવાની યોજના બનાવતો. તેનો મોટા ભાગનો સમય ઓફિસમાં કર્મચારીઓ સાથે નીકળતો. બાકીનો સમય ઘરે આપતો. સૌ કોઇ સાથે તે આનંદથી રહેતો. તેનુ આવુ ખુશમિજાજી વર્તન તેના પરિવાર અને ઓફિસના કર્મચારીઓને અજુગતુ અને કૃત્રિમ લાગતુ પણ કોઈ કઈ સવાલ કરતુ નહી. કર્મચારીઓજે આઇડિયા આપ્યા હતા, એને અમલમાં લાવ્યાના અઠવાડિયા બાદ કામ વધવા લાગ્યુ. ઘણા શો-રુમ્સ, જવેલેર્સ, ઇલેક્ટ્રોનિક્સ સપ્લાયર્સ અને વેપારીઓના ડેટાનુ કામ તેમની પાસે આવવા લાગ્યુ. એક જ માસમાં તેની કંપનીનો ઈકોનોમી ગ્રોથ વધ્યો અને ઓર્ગેનાઝેશનની સારી એવી જાહેરાત પણ થઈ.

 

                         માસના છેલ્લા દિવસે નિખિલ સૌ કર્મચારીઓને પાર્ટી આપી. તેણે સ્ટાફનો આભાર માન્યો અને તેનો અરધો શ્રેય ભાવિકાને પાઠવ્યોકારણ તેની ગેરહાજરીમાં ભાવિકા તેનુ કામ સંભાળતી. પાર્ટી પત્યા બાદ તે ભાવિકાને ઘરે છોડી આવ્યો. નવા માસથી એ જ મહેનત અને લગનથી ઓફિસનું કામ શરૂ થયું અને આવી રીતે ધર્મીષ્ઠા વિના એક મહિનો વીતી ગયો.

 

                         નિખીલે મિત્રોને મળવાનુ ઓછુ કર્યુ હતુ. દરરોજ સમયસર ઓફિસ જતોકામ કરતોઘરે આવતોપરિવાર સાથે જમતો અને જાણે કઈ બન્યુ જ ન હોય એવો ડોળ કરતો. ઓફિસમાં કામના કારણે તેનુ મન કામમાં પરોવાઈ રહેતુ. છતા, પોતાની અંદર બેચેની અને નિરાશા અનુભવતો પરંતુ તે કદી બ્હાર ન લાવતો.

 

                      દીવાનખંડમાં નિખિલના પપ્પા કિશોરદાશજી રેડિઓ પર ક્લાસિક ગીતો સાંભળી રહ્યા હતા. તેની પથારી ઉપરનો પંખો ધીમો પરંતુ પૂરતી હવા ફેંકતો હતો. પંખામાંથી નીકળતો અવાજ રેડીયોમાં વાગ્તા સંગીત સાથે બેસૂરો તાલ મિલાવી રહ્યો હતો. રસોડામાંથી મશાલેદાર વઘારની સુગંધ આવી રહી હતી. સુગંધથી તેની ઊંઘ ઊડી ગઈ. બ્હાર કોઈક આવ્યુબારણે ટકોરા પડયા. કિશોરદાસજીએ દરવાજો ઉઘાડયો. ટપાલી પાસેથી પાર્સલ લઈ અંદર આવ્યા. નિખિલના મમ્મીએ રસોડામાંથી પૂછ્યુ: કોણ આવ્યુ છે?”

પાર્સલ ખોલતા, અંદર આવતા કિશોરદાસજી બોલ્યા: મિસીસ શાહ ટપાલ છે... ધર્મીષ્ઠાની કંકોત્રી આવી છે.

 

                  દીવાનખંડમાં કિશોરદાસજી ચશ્મા શોધી રહ્યા હતા. ફટાફટ મિસીસ શાહ દીવાનખંડમાં આવ્યા: ક્યાં છે ધૃમી?” મસોતાએ હાથ લૂછતા મિસીસ શાહે પૂછ્યું.

“ખબર નહી.” ટેબલ નીચેથી ચશ્મા નીકાળી કિશોરદાસજીએ કહ્યુ.

કેમતમે તો કીધુ ધર્મીષ્ઠા આવી છે.

મેં ક્યારે કીધુ?”

લે... તમે હમણા ન કહ્યુ કે ધર્મીષ્ઠા આવી છે.

કિશોરદાસજી હસ્યા:“મિસીસ શાહ ઉંમર થઈ ગઈ તમારીમેં એમ કહ્યુ કે ધર્મીષ્ઠાની કંકોત્રી આવી છે. તમે શું સાંભળ્યુ?

કઈ નઇ, લાવો.કહી કિશોરદાસજીના હાથમાંથી કંકોત્રી ખેંચી લીધી.

અરરે... મને જોવા તો દો સરખી.કિશોરદાસજી બોલ્યા.

હું વાંચુ છુતમે શાંતિથી બેશી સાંભળો. ફટાફટ મિસીસ શાહે પાર્સલ ખોલી કંકોત્રી નિકાળી.

 

                         કંકોત્રીના કવર પર સુંદર રાધા-કૃષ્ણનુ ચિત્ર હતુ. જેમાં કૃષ્ણના હાથમાં વાંસળી હતી. વાંસળીના છેડા પર બટન જેવુ ગોઠવવામાં આવ્યુ હતુ. જે દબાવતા કંકોત્રી નીચે તરફ ઊઘડતી. મિસીસ શાહ કંકોત્રી વાંચવા લાગ્યા. કિશોરદાસજી કઈક વિચારી રહ્યા  હતા. તે જોઈ મિસીસ શાહે પૂછ્યુ: શું વિચારી રહ્યા છો?”

કમાલ છે આ છોકરી મિસીસ શાહ એકદોઢ મહિનાથી આપણા ઘરે નથી આવીકંકોત્રી પણ પોસ્ટમાં મોકલે છેશું થયુ હશે?”

મિસીસ શાહ હસતા-હસતા બોલ્યા: લગ્નની તૈયારી મિસ્ટર શાહ લગ્નની તૈયારીહવે તો બહેનબા શેઠાણી બનવાના છેસમય હોતો હશે કંકોત્રી આપવા આવવાનો.

 

                  દીવાનખંડમાં નિખિલના મમ્મી-પપ્પા વાત કરી રહ્યા હતા. એટલામાં જ તે આવ્યો. ઉઠી ગયો બેટાઅહી આવજો આપણી ધૃમીની કંકોત્રી આવી છે. કેવી સરસ કંકોત્રી છે જો.તેના મમ્મી બોલ્યા. તે તેના મમ્મી પાસે બેસી માથા પરની ભીંતને જોવા લાગ્યો. તેના મમ્મી આગળ વાંચતા રહ્યા અને કિશોરદાસજીને સંભાળવતા રહ્યા.

 

અરે આ શુંકંકોત્રી પર કેમ ખાલી મિસ્ટર એન્ડ મિસીસ શાહ જ લખ્યુ છે. નિખિલનુ નામ ક્યા છે ?” તેના મમ્મી થોડા ચિંતિત થઈ બોલ્યા. નિખિલ ભાવહીન બની કંકોત્રી તરફ જોઈ રહ્યો.

 

કેવી વાત કરો છો મિસીસ શાહનિખિલને થોડી કંકોત્રી હોતી હશે.કિશોરદાસજી બોલ્યા. તે બન્ને કિશોરદાસજીને જોઈ રહ્યા. એમણે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ:નિખિલ તો ધર્મીષ્ઠાના ઘરનો છે. એને થોડી કંકોત્રી હોયએણે તો નવ-દસ દિવસ પહેલા ધર્મીષ્ઠાના ઘરે બંદોબસ્ત કરવા જવાનુ હશે હેં ને?” કિશોરદાસજી તેની સામે જોઈ રહ્યા. નિખિલ એમને તાકી રહ્યો. જે સંવાદો ચાલી રહ્યા હતા એ તેને નમક લગાવેલા ચાબુકના ફટકા જેમ હ્રદય પર ચચળી રહ્યા. તે ચૂપચાપ નાહવા જતો રહ્યો.

 

તૈયાર થઈ તે ઓફિસે પહોંચ્યો. ભાવિકાને કેબિનમાં બોલાવી:

હાઇભાવિકા. કેમ છે?”

આઇમ ફાઇન નિખિલ. બોલોતમે કેમ છો?”

આઇમ ઓલસો ફાઇન. પ્લીઝ સીટ.” એને બેશવા ઈશારો કર્યો.

થેંક્સ.” ખુરશી પર બેશતા તે બોલી.

સાંભળ, આપણા ક્લાઈંટ ફોલીફાસ્ટના મુખ્ય સંચાલકો અને બરોડા બોર્ડના સભ્યો સાથે મિટિંગ છે અને ક્લાઈંટને પ્રોસેસ વિષે વાત કરવી છે. તો મારે ૧૦ દિવસ માટે બરોડા જવાનું થશે. આ દસ દિવસ ઓફિસનુ કામમારા મેઈલ્સફેક્સએન્ડ ઓફિસના કોલ્સ તારે સંભાળવાના છે.

નિખિલ હું...?” તે અચંબિત થઈ ગઈ.

હા... કોઈ શંકા છે?”

તેણીએ માથુ ધુણાવી ના પાડી:પણ... હું કેવી રીતે ? મને એવો કોઈ અનુભવ નથી.

હાતો હવે અનુભવ કરી જોમને વિશ્વાસ છે તારા પર અને બીજુ કોઈ હેન્ડલ નહી કરી શકે તારા વગર.

સારુ.તે એટલુ બોલી.

થેન્ક યૂ.કૃતજ્ઞતા સાથે તે એની સામે જોઈ રહ્યો. તેણીએ હળવુ સ્મિત આપ્યુ.

કઈ પૂછવુ છે તારે?” તેણે પૂછ્યુ.

ના.

સારુ.કહી તે લેપટોપમાં વ્યસ્ત થયો.

 

ભાવિકા ઊભી થઈકઈક વિચારતી ચાલી રહી હતીકશુક યાદ આવતા પાછી વળી: નિખિલ, તમે ક્યારે જવાના છો?”

૭ તારીખે.

ઓકે.કહી તે ચાલવા લાગી.

એ પછી તેણે કહ્યુ: અને હા...(તે પાછળ વળી) તારે મારા કેબિનની જરૂર પડે તો તુ યુઝ કરી શકે છે.તે એની આંખોમાં જોઈ બોલ્યો.

ઓકે.તેણીએ કહ્યુ અને મનોમન હરખાતી બ્હાર જતી રહી.

 

                         બરોડામાં તેને ફક્ત અરધા દિવસનુ કામ હતુ. ખબર નહી કેમ તે દસ દિવસ બોલી ગયો. કેમ હું એવુ બોલ્યોશું કામતેણે પોતાની જાતને પૂછ્યુ. સાંજે ઘરે જમ્યા બાદ મમ્મી-પપ્પાને પણ એ જ કહ્યુ: હું ૭ તારીખે ઓફિસના કામથી બ્હાર જાઉં છુ૧૦ દિવસ પછી આવીશ.કહી તે તેના રૂમ તરફ ચાલવા લાગ્યો. કઈક યાદ આવતા પાછો વળ્યો: અને હાલગ્નમાં પણ નહી આવી શકાયગુડ નાઈટ.કહી તે જતો રહ્યો. મિસીસ શાહે ઇશારામાં પૂછ્યુ ‘આને શું થયુ છે?’ ઇશારામાં જ કિશોરદાસજીએ જવાબ આપ્યો: “ખબર નહી. તેણે મિત્રોને મળવાનુ ઓછુ કર્યુ હતુ. તેના કોઈ મિત્રએ પણ તેનો સંપર્ક સાધ્યો નહી.

 

*

 

                      ૭મી એ સવારે તે બરોડા જવા માટે નીકળ્યો. વાહન ચલાવવાનો કંટાળો આવતો હતોમાટે તેણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરવાનુ વિચાર્યુ. ત્રણ કલાક બાદ તે બરોડા પહોચ્યો. સાંજ સુધીમાં બધુ કામ પતાવી બરોડા બસ સ્ટેસન પાછો આવ્યો. હતાશ થઈ બસ સ્ટેન્ડના બાકડા પર બેશયો. પ્રશ્ન હવે એ હતો કે ક્યાં જઉ અને શું કરવુતે હજી વિચારી જ રહ્યો હતો એટલામાં વિજયનગરઇડરની બસ આવી. કઈપણ વિચાર્યા વગર તે બસમાં બેશી ગયો. તેની બાજુમાં એક વૃદ્ધ માણસ બેઠા હતા. તેણે એ માણસને પૂછ્યુ: આ બસ ક્યાં જાય છે?

ઇડર.વૃદ્ધ માણસે જવાબ આપ્યો.

એના પહેલા શું આવશે?”

તમારે ક્યાં જાઉ છે?” વૃદ્ધ માણસે પૂછ્યુ.

જ્યાં મનની શાંતિ મળે.તેણે કહ્યુ.

એ વૃદ્ધ તેને જોઈ રહ્યોએણે સ્મિત આપ્યુ: વિજયનગરથી આગળ પોળોનુ જંગલ આવશે. ત્યાં ઉતરી જજેમળી જશે તારા મનને શાંતિ.નિખિલે એમનો આભાર માન્યો.

 

                         બસથી પોળોના જંગલ સુધી પહોચતા સાડા પાંચ કલાક જેટલો સમય લાગવાનો હતો. કેમ ખબર નહી પરંતુ તેને ત્યાં જઉ હતુ. આટલા દિવસોથીઆટલા સમયથી જેના વિષે વિચારવાનુ તે ટાળતો હતો. એ વિષે વિચારવા લાગ્યો. બસમાં બારી વાળી સીટ પર તે બેઠો હતો. અરધી બારી ખુલ્લી હતી, થોડો વધારે ઠંડો પવન વાય રહ્યો હતો. બ્હાર ખુલ્લો રસ્તો અને હેન્ડસફ્રીમાં ગીતો સાંભળી રહ્યો હતો. જે વિચારોજે લાગણીઓને આટલા સમયથી રોકી રાખી હતીઆજે એ બ્હાર આવી રહી હતી.

 

                         ૭ વર્ષ...ખરેખર બહુ લાંબો સમય છે. તે મનોમન બોલ્યો. શું આ મિત્રતાના સાત વર્ષ પછી હું એના લગ્નમાં આમંત્રિત થઈ શકુ એનો પણ હકદાર નથી રહ્યોબસ આ જ હતી મિત્રતાશું કોઈને સાચી લાગણી કહીએ એટલે બધુ વિસરાય જાય? ત્યાં બધુ ખતમ થઈ જાય? કેમ જેવા છીએ એવા આપણે લોકો સમક્ષ રજૂ થઈ શકતા નથીકેમ લોકો દંભી મુખોટા પહેરીને ઔપચારિકતાથી જીવે છેશું પ્રેમના એકરારથી એ સંબંધએક મિત્રતાનો, અંગતતાનોગાઢ વિશ્વાસનો ખતમ થઈ જાય છે?

 

                         એના માટે કયા કારણ છે એવાકેમ લોકો કોઇની લાગણી જાણ્યા બાદ એ વ્યક્તિ પ્રત્યે અણગમો કે દૂરી વધારી દે છે? કેમ એ વ્યક્તિ તરફ પહેલા જેવી જોવાની નજર નથી રહેતી?  ભૂલ કદાચ મારી જ છે, કે મેં એને પહેલા મારા દિલની વાત ન કીધી પણ જો એમ જ હોય તો ચાર વર્ષથી વિરાજે તેને પ્રપોઝ કર્યું, એને અત્યારે છેક કેમ હા પાડી અને એ પણ મારી વાત જાણ્યા પછી? શું એ મને સજા આપે છે? જો એમ હોય તો એ પણ મને મંજૂર છે, તો પણ આખા ગ્રૂપ સાથે ફ્રેંડશિપ ખરાબ કરવાની શું જરૂર હતી? આટલા સમયથી એના માટે ફિલિંગ્સ હતી અને કદાચ જિંદગી આખી રહેવાની, એનાથી મારી અને એની મિત્રતામાં કોઈ બદલાવ આવ્યો? ના. સાત વર્ષ એના વગર કાઢ્યા તો એના અસ્વીકાર સાથે આખી જિંદગી હું એના વગર રહેવા તૈયાર છું. આ જે યાદો છે એની, એના સહવાસની, પ્રેક્ટિકલના લેકચર પછી મારી પાછળ ચઢી જઈ તેનું બોલવું કે મને ઘરે મૂકી જા... હું થાકી ગઈ.શનિવારે લો ગાર્ડન જવું, ચાલુ લેક્ચરે નાસ્તો કરવો, અડાલજની વાવ જોવી, અડાલજની વાવ(તે મનોમન હસ્યો) વાવમાં સિક્કો રાખી કેવું તે જોઈ રહેતી. તેની એ ગોળ કથ્થાઇ આંખો તેનો સિક્કો શોધી રહેવા મથતી અને સિક્કો ભાળતા ચહેરા પર આવતો બાલિશ ઉત્સાહ. કેવી માસૂમ તે લાગતી. ક્લાસરૂમમાં એણે મને બાથ ભરી લીધી હતી. મારા હ્રદય પર તેના કાન હતા. શું એ નહીં સાંભળી શકી હોય મારા ધબકારા? મારી કેબિનમાં જ્યારે એ ફરી મારી એટલી નજીક આવી ત્યારે એની બોડીની ખુશ્બુએ મને એટલો આકર્ષિત કર્યો એના પ્રત્યે કે જો એ સમયે એક ચુંબન માટે કોઈ મારા પ્રાણ માંગી લીધા હોત તો પણ એ આપવા તૈયાર થાત. ફક્ત એના માટે. એના દેહની ખુશ્બુએ મને અંદરથી જંજાળી મૂક્યો અને હું એને પ્રપોઝ કરી બેઠો. આમ, તો આ એનું માયાજાળ હતું જેમાં હું ફસાઈ ગયો. એની આટલી બધી સજા? સ્નેહ નહીં તો ઓછામાં ઓછું મિત્રતા તો જાળવી રાખવી હતી. મારે સાથે નહીં તો આપણાં ગ્રૂપ સાથે. એક જ બાબતને લઈને ભૂલી ગઈ આપણાં બધાની મિત્રતા? એ પળો જેમાં હું અને એ નહીં પરંતુ આપણે બધા સાથે હતા. ભૂલી ગઈ તે એ બધુ? આ પ્રશ્નો સાથે તેના હ્રદયમાં રહેલા ધર્મીષ્ઠા સાથે વિતાવેલા એક એક પળ અંદરથી દઝાડતા હતાતેના અસ્તિત્વને રિબાવતા હતા. આજે જે બધુ દિલમાં ભરી રાખ્યુ હતુ એ પાંપણો સુધી આવી રહ્યુ હતુહું રડી નથી રહ્યો (તેણે પોતાને કહ્યુ) બસ, મારી આંખો ભારે થઈ ગઈ છે. આ ભાર અધૂરી ઈચ્છાઓનો છેવ્યર્થ અપેક્ષાઓનો છેકે મનમાં ભરી રાખેલી એની યાદોનો છેએ મને નથી ખબર... બસહું ઊંઘી જવા માંગુ છુ અને ઉઠવા નથી માંગતો.

 

*

 

                         (એક ગંભીર વાત કહેવા માંગુ છુઆ વાતને સ્ટોરી સાથે કોઈ લેવા દેવા નથી. તેમ છતા મારે કહેવી છે કે કોઈ વ્યક્તિ જે તમારી સાથે વાત કરવા માંગતુ હોયહતાશ કે નિરાશ લાગતુ હોય તો તેને એકવાર સાંભળી લો. કદાચ તમને લાગે કે તમારો સમય તમે બગાડયો પરંતુ એમ બની શકે કે તમારી સાથે વાત કર્યા બાદ એ વ્યક્તિ હળવાશ અનુભવે, તેને સારુ લાગે. તો કદાચ તેના મનમાં આવતા નેગેટિવ વિચારો દૂર થઈ જાયઆ સ્ટોરીથી મારી આ વાત અનરિલેટેડ છે તેમ છતા હું કહી રહ્યો છુ તેના માટે માફી ચાહું છુ.

 

                         જો તમારી આસપાસ કોઈ હતાશ કે નિરાશ વ્યક્તિ દેખાયજે મનમાં ને મનમાં મુંજાયા કરતી હોય. અંદરો અંદર રિબાયા કરતી હોયકદાચ તે વાત કરતા શંકોચ અનુભવતી હોય અને જો તમને કોઈ વ્યક્તિ પર શંકા જાગે કે આ માણસ થોડુ ઓડ બિહેવ કરી રહ્યો છે. તો તમે સામેથી તેને અપ્રોચ કરોસામે ચાલીને તેની સાથે વાત કરો. શું ખબર તમારી એ હમદર્દી તેને ખોટુ પગલુ ભરતા અટકાવે. બસ કોઈ એવુ સ્વાર્થી બનીપોતાના મા-બાપનુ વિચાર્યા વગર આત્મહત્યા કરી લે બસ એ જ મને નથી પસંદ.

 

                         ગમે તે કારણ કેમ ના હોયકેવી બી મોટી પ્રોબલમ કેમ ના હોયતેલ લેવા ગઈ તમારી પ્રોબ્લમતમારી ફિલિંગ્સ. તમારા મા-બાપ જીવતા હોય ત્યાં સુધી તો આવુ કોઈ પગલુ નથી ભરવાનુ. એવુ ન કરવુ જોઈએ બીકોઝ મા-બાપ માટે એમના જીવતા જીવ પોતાનુ બાળક મરી જાય એનાથી વધારે આઘાતજનક બાબત આખી દુનિયામાં બીજી કોઈ હોય શકે નહી.

 

                         યાદ કરો તમે નાના હતા ત્યારે તમારી પાસે એક રમકડુ હતુ. (બધાની પાસે એવુ રમકડુ હશે જ) જે આપણને બહુ વ્હાલુ હતુ. આપણે કોઈને આપતા ન હતા. બોવ લગાવ હતો એ રમકડાથી. હમેશા સાથે રાખતા. ખાતાસૂતાભણતાબધી જગ્યા એ રમકડુ આપણી સાથે રહેતુ. કેટલો લગાવ એક નિર્જીવ વસ્તુ માટે અને જો એ રમકડુ ન મળે તોઆખુ ઘર માથે લઈ લેતા હતા કે નૈમમ્મીનો જીવ અરધો કરી દેતાલાવી આપ એ રમકડુ મને પાછુ. જો એની સામે મમ્મી બીજુ કોઈ રમકડુ આપતા તો એ લેતા હતાનહી. એ જ રમકડુ જોઈએ. જો યાર એ ઉંમરમાં તમારાથી એક રમકડાની રિપ્લેસમેંટ ના થઈ શક્તી હોય તો તમારા મા-બાપ એમના ઢીંગલા કે ઢીંગલી ને રિપ્લેસ કેવી રીતે કરેશક્ય છે પોતાના પુત્ર/પુત્રીની રિપ્લેસમેંટ?

 

                         વાર્તાના આ બીજા ભાગને લખતા આટલો ટાઈમ લાગ્યો એનુ કારણ એ જ કે હું આ વાર્તા અહી પૂરી કરવાનો હતો. કે નિખિલ જિંદગીથી હારીને જંગલમાં જઈ આત્મહત્યા કરે છે. હું આવો અંત લાવી શક્યો હોતપણ મારે એવો એન્ડ ન હતો કરવો માટે મારે બીજો ભાગ લખતા વાર લાગી. આ વાર્તા તો કાલ્પનિક છે અને મેં મારા પાત્રને બહુ મજબૂત બનાવ્યુ છે કે મારી સ્ટોરીમાં તો આવુ ન જ બને. નિખિલ અત્યારે બસમાં રડીને પોતાનુ મન હળવુ કરી શક્યોઆટલા સમયથી મનમાં બધુ ગોંધી રાખ્યુ. તે બ્હાર લાવી શક્યો.

 

                         શું બીજુ કોઈ એની જગ્યાએ હોત તો એવુ કરી શકતકદાચ ખોટુ પગલુ પણ ભરી લે. આવી સિચુએશનમાં માણસને કોઈક સાંભળવા વાળુ જોઈએ છેજેની સામે તે પોતાનો ઊભરો ઠાલવી શકે. તો એટલી જ વિનંતી કે એવુ પગલુ ભરતા કોઈને અટકાવી શકો તો પણ ઘણુ.  વાત લખવાનો હેતુ એટલો જ કે તમે પણ મારી જેમ કોઇનો જીવ બચાવી ન શકવાનો અફસોસ જિંદગીભર માટે ન કરી શકો. ચાલો વાર્તા આગળ વધારીએ...)

 

*

 

                         ત્રણ કલાક બાદ તેની આંખ ખૂલી. સાબરકાંઠા સ્ટેન્ડ પર ચા-નાસ્તા માટે બસ ઊભી હતી. તે નીચે ઉતર્યોચા પીતા-પીતા પોતે આ દસ દિવસ શું કરશે એનુ પ્લાનિંગ બનાવ્યુ. બે દિવસ તેણે પોળો ફોરેસ્ટ ટ્રેકિંગનુ વિચાર્યુએ પછી રાજસ્થાન જવાનુ નક્કી કર્યુ. બસનો હોર્ન વાગ્યો. તે ચા પતાવી બસમાં ચડ્યો. સફર પાછો ચાલુ થયો. જંગલ જેવો વિસ્તાર શરૂ થયો હતો. તે હવે સારુ ફીલ કરી રહ્યો હતો. તે હળવાશ અનુભવી રહ્યો હતો. જે હતાશા, નિરાશા, પીડા મનમાં ભરી રાખી હતીએક ઊંઘ પૂરી કરવાથી બધુ દૂર ચાલી ગયુ. કલાક બાદ પોળોના જંગલનુ બસ સ્ટોપ આવ્યુ. તે ઉતરવા આગળ ગયો. ત્યાં પાછળથી કોઇકે તેનો હાથ પકડ્યો, તેણે પાછળ જોયુ.

શંકરના ત્યાં જવાનુ ના ભૂલતો. પેલા વૃદ્ધ માણસે તેનો હાથ પકડ્યો હતો.

શંકર?” તેણે અચંબિત થઈ પૂછ્યુ.

શંકરના મંદિરે.એટલુ બોલી એ માણસે તેનો હાથ છોડી દીધો. તે કશુ બોલ્યા વગર માથુ ધુણાવી આગળ વધ્યો.

 

                         જે બસ સ્ટોપે તે ઉતર્યો હતો. ત્યા દૂર-દૂર સુધી કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ દેખાઈ રહ્યુ ન હતુ. તેને પ્રશ્ન થયો કે કેમ કોઈ હોટલ કે દુકાન નથીપછી યાદ આવ્યુ કે તે જંગલમાં હતો. રોડની બીજી બાજુ જાડી-ઝાંખરા તરફ પાણી વહેવાનો અવાજ આવી રહ્યો હતો. તે એ તરફ ગયો. ત્યાં ખીણ હતી. મુખ્ય ધોરીમાર્ગની ડાબી બાજુ જાડી-ઝાંખરાથી આગળ ખીણને અડીને કાચો માર્ગ હતો. રોડની જમણી બાજુ અરવલ્લીની ઊંચી ગિરિમાળા આવેલી હતી. જે આ અંધારી રાત(થોડા ચંદ્રના પ્રકાશના કારણે) અદભૂત અને રોમાંચક લાગી રહી હતી.

 

                         પોળોનુ જંગલ ફરવા માટેની એક રમણીય જગ્યા છે અને તેટલી જ ભયજનક અને રહસ્યમય. અરવલ્લીની ઊંચી ગિરિમાળાની ગોદમાં પોળોનુ જંગલ વસ્યુ છે. વાઘ, દીપડા, વરુ અને ઝેરી સાપથી પોળોનુ આખુ જંગલ ભર્યુ છે. જેમાં સૌથી વધારે અલગ-અલગ પ્રજાતિના સાપ આ જંગલમાં જોવા મળતા. તો બીજી તરફ એટલી જ જોખમકારક ખીણ. જેના વહેણનો અવાજ અને ઝડપ સાદી હતી પણ જો લપેટામાં લઈ લે તો જીવ લીધા વગર ન છોડે. ખીણમાં વહેતુ પાણી રાતા રંગનુ હતુ. આમતો  પાણી પીવા લાયક જ હતુ, બસ એનો રંગ રાતો હતો. જેથી પાણી ડહોળુ લાગતુ. આવા રોમાંચક અને જોખમકારક વાતાવરણમાં તે પહેલીવાર આવ્યો હતો અને તેને ઠંડી લાગી રહી હતી.

 

                         ખીણના કિનારે-કિનારે તે આગળ વધ્યો. થોડે આગળ જતા પોળો ફોરેસ્ટ પર્યટન વિભાગની ઓફિસ આવી. જે બંધ હતી. બ્હાર ખુલ્લામાં બેઠકખંડ જેવી જગ્યા હતી. ત્યાં બાકડા પર જઇ તે સુઈ ગયો. ઠંડીના કારણે તેને ઊંઘ ન હતી આવી રહી અને મચ્છરોનો ત્રાસ પણ હતો. થોડા લાકડા અને લીમડાની ડાળીઓ તે વીણી લાવ્યો. બાકડાની પાસે તાપણુ કર્યુ અને લીમડાની ડાળીઓ સળગાવીએનો ધુમાડો આજુ બાજુ ફેરવ્યો અને સુઈ ગયો.

 

                         સવારે નવસાડા નવ વાગે ઓફિસનો પટાવાળો આવ્યો. ણે નિખિલને બ્હાર સૂતેલો જોયો. અરધો કલાક રહી ઓફિસર આવ્યા. પટાવાળાએ મને જણાવ્યુ. બન્ને ત્યાં ગયા અને નિખિલને ઉઠાડયો. તેણે રહેવા અને ફરવાની પૂછપરછ કરી. જવાબમાં ઓફિસરે કહ્યુ: જો તમારે હોટલમાં રોકાવુ હોય તો અહીથી પાસા ૯કી.મીવિજયનગર જાઉ પડશે.

સારુ.તે બોલ્યો.

તમારે જો નાહવુ હોયફ્રેશ થાઉ હોય તો આગ જાહેર શૌચાલય સેયાં જાય શકો સો અને થી આગ ડાબી બાજુ એક બે દુકાનો સે, યાં તમને ખાણીપીણીનો સામાન મળી રહેશે.ઓફિસરે કહ્યુ.

ઓકેઅને અહી ફરવા જેવુ શું છે?” તેણે પૂછ્યુ.

સે ને તમે આંયથી જમણી તરફ વશો એટલે આગ જાતા પોળો ફોરેસ્ટ પર્યટન વિભાગ લખેલી મોટી જારી આવશે. યાંથી જંગલભ્રમણ અને ટ્રેકિંગ શરૂ થાય સે. તમે ફ્રેશ થઈ આવો હું તમને બધી માહિતી વિગતવાર આપુ. ઓફિસરે કહ્યુ.

 

                       નાહીને તે ફરવા માટે તૈયાર થયો. તેણે કેપરી-ટીશર્ટસ્ટાયલીશ ગોગલ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા. તે નાસ્તો કરવા જ્યાં એક-બે દુકાન હતી એ બાજુ ગયો. ચા-નાસ્તો પતાવી, બે પાણીની બોટલ લઈ પાછા આવી પર્યટન વિભાગની ઓફિસે પૂછ્યુ: “ટ્રેકિંગ કરતા કેટલા દિવસનો સમય જશે?”

પોળો ફોરેસ્ટ ટ્રેકિંગ ૪૭ કી.મી. લાંબુ સે. પુરુ કરતા તઈણ દી લાગશે. તમારે જો ભોમિયો જોઈતો હોય તો મળી જાહે. નો ચાર્જ બે હજાર સે અને છાવણી કરવા માટે તંબુ, ગેસ, જમવાના પેકેટ્સ, ફસ્ટ એઇડ કીટ અને ટોર્ચના ૨ હજાર રૂપિયા થાહે અને ડિપોઝિટ ૩ હજાર આપવાની રહેશેતીજા દિવસે તમે પરત આવશો ત્યારે તમને ડિપોઝિટના પૈસા પાસા મળી જાહે.ઓફિસરે સમજાવ્યુ.

સારુ. મને ખાલી જે વસ્તુઓ તમે કીધી એ આપી દોમારે ભોમિયાની જરૂર નથી.કહી તેણે પૈસા આપ્યા.

સારુ.ઓફિસરે કહ્યુ અને તેને બિલની પરચી આપી. ઓફિસરે પટાવાળાને બોલાવ્યો અને સામાન આપવા કહ્યુ. પટાવાળો તેને ઓફિસના સામાન રૂમ તરફ લઈ ગયો. તે એની પાછળ ગયો. તેને બસમાં મળેલા વૃદ્ધ માણસની વાત યાદ આવીતેણે પટાવાળાને પૂછ્યુ: અહી શિવજીનુ મંદિર કઈ બાજુ આવ્યુ છે?

શિવજીનુ મંદિર... સાહેબ તમારો પેલ્લો મુકામ રહેશે. આંયથી ૧૬કી.મી. દૂર સે.પટાવાળો દરવાજાનુ તાળુ ખોલતા બોલ્યો.

સારુ.

 

                         પટાવાળાએ અંદરથી સામાન લાવી આપ્યો. તેણે સામાનનુ બેગ તૈયાર કર્યુ અને ટ્રેકિંગ માટે નીકળી પડ્યો. શરૂઆતમાં પાકો માર્ગ હતો. જે આગળ જતા કાચો માર્ગ થવા લાગ્યો ત્યારબાદ માર્ગ સાવ મટી ગયો. એ પછી નાના મોટા ખાડા-ટેકરા આવતા થયા. ઉબડ-ખાબડ ઢોળાવ વાળા ચઢાણમાં તે તકેદારી રાખતો. બપોરે અઢી વાગે તે પહેલા મુકામે પહોચ્યો. શિવજીનુ વિકરાળ મંદિર. મંદિરની બ્હાર વડ અને આંબળીના જાડ હતા. વટેમાર્ગુઓના વિશ્રામ માટે જાડ ફરતે ઓટલા બનાવામાં આવ્યા હતા. તે થાક્યો હતો અને ભૂખ લાગી હતી. થોડીવાર ઓટલા પર ટેકો દઈ બેઠો, ત્યારબાદ હાથ-મો ધોઈ બેગમાંથી જમવાનુ પેકેટ કાઢ્યુ અને જમ્યો.

 

                         જમ્યા બાદ તે મંદિર તરફ ગયો. આવા વેરાન વિસ્તારમાં એક બાવો સામેથી ચાલતો આવતો દેખાયો. એના કપડા થીગડાવાળા અને ગંદા હતા. એ કેડેથી વળી ગયો હતો. એની ચામડી પર કરચલી વળી ગઈ હતી. જાડા રૂંછા જેવા સફેદ-કાળા લાંબા વાળ અને દાઢી. એના ખભા પર મેલુ પોટલુ લટકાવેલુ હતુ. લાકડીના ટેકે કેમેય કરીને એ ચાલી રહ્યો હતો. એ નિખિલ પાસે આવી રહ્યો હતો. તે કઈક બોલ્યો. પરંતુ નિખિલને સરખુ સંભળાયુ નહી. નિખિલ એની પાસે ગયો. ભૂખ... બાવાનુ ગળુ બેશી ગયુ હતુ.”

તેણે પૂછ્યુ: શું કહો છો તમે?”

ભૂ...ખ લાગી... કઈ... ખાવાનુ છે?” એટલુ બોલતા એ હાંફી ગયો.

 

                       નિખિલે જમવાનુ એક પેકેટ એને આપ્યુ. બાવાએ પેકેટ ખેંચી લીધુ અને જમીન પર બેશી ખાવા લાગ્યો.  ફટાફટ ખાઈ રહ્યો હતો. નિખિલ બે ઘડી એને જોઈ રહ્યો ત્યારબાદ બોલ્યો: અહી બાજુમાં ઓટલો છેત્યાં જાડ નીચે બેશીને આરામથી ખાવ.તેની વાત પર બાવાએ ધ્યાન ન આપ્યુ. એણે ખાવાનુ ચાલુ રાખ્યુ. જમવાના પેકેટમાં શાકરોટલીપાપડ અને અથાણું હતુ. એ ઝટપટ બધુ ખાઈ ગયો અને છેલ્લે જે પ્લાસ્ટિકની ડીશમાં ખાધુ એ પણ ચાટવા લાગ્યો. ફક્ત પાંચ જ મિનિટમાં એણે આ બધુ કર્યુ. જમ્યા બાદ એણે નિખિલ પાસે પાણી માંગ્યુ. તેની પાસે બે બોટલ હતી જેમાં એક બોટલમાં થોડુ પાણી હતુ અને બીજી બોટલ આખી ભરી હતી અને તેને હજુ આગળ જવાનુ હતુ. છતાં, તેણે વિના કોઈ સંકોચે પાણીની આખી બોટલ એના આગળ ધરી દીધી. એ બાવો આખી બોટલ પી ગયો અને બોલ્યો: ચલ, જા હવે. કહી પોતે જંગલ તરફ ફર્યો.

 

                         નિખિલને ગુસ્સો આવ્યો. તેને થયુ આ કેવો માણસ છે યારખાવાનુ આપ્યુ, પાણી આપ્યુ ને મને થેન્ક યૂ કહેવાની બદલે જવાનુ કહે છે પરંતુ તે કઈ બોલ્યો નહી. તેણે નક્કી કર્યુ કે બીજુ આવુ કોઈ માણસ રસ્તામાં મળશે તો ની સાથે વાત નહી કરેતે મંદિર તરફ ચાલવા લાગ્યો. તેને મંદિર તરફ જતા જોઈ બાવાએ ને ઊભો રાખ્યો. એણે નિખિલને એક કાચની શીશી આપી કહ્યુ:અટકતો નહી આ શીશીની જેમજા... અને  ચાલતો થયો. તેણે શીશીમાં જોયુ. તેમાં ડહોળુ પાણી હતુ. તેને થયુ શું આ બાવો બોલીને ગયોગાંડો સાવ... એમ બબડતો તે મંદિર તરફ ચાલવા લાગ્યો.

 

                         મંદિર ફરતે ૨૫ફૂટ ઊંચી કોટ જેવી દીવાલ હતી. પ્રથમ જાળીથી તે અંદર પ્રવેશ્યો. ત્યાંથી સાવ ઉજ્જડ મેદાન પડતુ હતુ. મેદાનથી આગળ મોટો દ્વાર હતો. દ્વારની અંદર નાનુ પ્રાંગણ હતુ. પ્રાંગણથી આગળ સીડીઓ હતી. જે મંદિરની મધ્ય સુધી જતી હતી. સીડીથી ડાબી બાજુ થોડે દૂર કશાક પ્રાણીનુ કંકાલ પડ્યુ હતુ. મંદિરની જમીન ઉજ્જડ હતી. આવા જંગલ જેવા વિસ્તારમાં જ્યાં ચારે તરફ આટલી હરિયાળી છે તો અહી કેમ બધુ સૂકુ છે કેમ મંદિરના પ્રાંગણમાં કોઈ ફળ-ફૂલ કે વૃક્ષ નથી. મ વિચારતા તે સીડીઓ ચઢવા લાગ્યો.



 (નવા મંદિરની કાલ્પનિક રચના)


                           સીડીથી ઉપર મંદિરની ઓંસરી હતી. આગળ જમણી તરફ ઉંબરો હતો ત્યાં નાનુ શિવલિંગ હતુ. જેના પર કાળા ગુલાબી અક્ષરે ‘મહાદેવ’ લખ્યુ હતુ. તે શિવલિંગ મેલુ થઈ ચૂક્યુ હતુ. તેના પર ધૂળ ચોંટી હતી. અંદર ઓંસરીમાં નંદી-કાચબાની પ્રતિમા હતી. ના પર જાળા ચોંટયા હતા. ઓંસરીથી આગળ મંદિરની જાળી હતી. જાળી પર કાટ ખાઇ ગયેલુ તાળુ હતુ. તેણે ધ્યાનથી જોયુ, તાળુ વાસેલુ ન હતુ. માં ચાવી ભરાવેલી હતી. તે તાળુ બાજુમાં કરી અંદર પ્રવેશ્યો. અંદર ખૂબ જ અંધારુ હતુ. ટોર્ચ લાઇટ ચાલુ કરી તે આગળ વધ્યો. ત્યાની દીવાલો પર ટોર્ચનો પ્રકાશ પાડી જોયુ. દીવાલ પર ત્રિમુખી સર્પ અને અજેય સર્પો મનુષ્યોનો વિનાશ કરી રહ્યા હતા, બીજા ચિત્રોમાં રાક્ષશો-અઘોરીના ક્રૂર દ્રશ્યો અને પ્રાણીઓની બલી ચઢાવતા બીહામણા ચિત્રો હતા. તે આગળ ગયો. ત્યાં સામે દીવાલ આવી ગઈ. તે વિચારમાં પડ્યો કે ભગવાનની મુર્તિ કે પ્રતિમા વગર કેવી રીતે મંદિર પૂરું થાયપરંતુ ત્યાંથી આગળ જઈ શકાઈ એમ ન હતુ.

 

                         તેણે આજુ-બાજુ ટોર્ચ કરી જોયુ. સામેની દીવાલમાં નીચે બાંકોરા જેવુ દેખાઈ રહ્યુ હતુ. ના પર કાળો પરદો લગાવેલો હતો. તેણે પરદો બાજુમાં કર્યો. જાળીમાંથી બ્હારનો પ્રકાશ અંદર આવ્યો. બાંકોરામાંથી નીકળવુ કઠિન હતુ માટે પહેલા બેગ બ્હાર પસાર કરી એ પછી પોતે નીકળ્યો. આગળ પરસાળ જતી હતી. ત્યાંથી મંદિરનો બીજો ભાગ શરૂ થતો. અંદર રુદ્રગ્નિ મુર્તિ દેખાઈ રહી હતી. તે અંદર ગયો. જ્યાં કૃપાનિધિ ગિરિજાપતિ ચારુવિક્રમા જગતગુરુ જગતવ્યાપી નિરંજન પર્મથાધીપા પ્રથમયોગી મહામૃત્યુંજય વામદેવા સહશ્રપદા અજાતારી અનાદિદેવની ૧૨ફૂટ ઊંચી ૧3સ્વરૂપવાળી પ્રતિમા હતી.

 

અટકતો નહી!

 

                       તેણે દર્શન કરી, મૂર્તિની પ્રદક્ષિણા લીધી. મૂર્તિની પાછળ એક મોટો પત્થર અવ્યવસ્થિત રીતે પડ્યો હતો. એ પત્થર ત્યાં અજીબ લાગતો હતો. તેણે પત્થર ખસાવ્યો. પત્થર ખસતા પેલા બાવાએ આપેલી શીશી હરકતમાં આવી. પત્થર નીચે અજબ દ્રશ્ય જોવા મળ્યું. ત્યાં નીચે ભોયરા જેવુ લાગી રહ્યુ હતુ. તેણે જોયા વગર જ અંદર કૂદકો માર્યો. ભોયરુ ૯ફૂટ ઊંડુ હતુ. તે નીચે પટકાયો. તેને પગે વાગ્યુ. ભોયરામાં ખૂબ જ અંધારુ હતુ. તે ઊભો થયો અને ટોર્ચ ચાલુ કરી આગળ ચાલવા લાગ્યો. થોડે આગળ જતા ભોયરૂ પુરુ થયુ. તે બીજી દિશા તરફ ગયો. બીજી બાજુ પણ થોડા આગળ જતા દીવાલ આવી ગઈ. ટોર્ચના પ્રકાશે તેણે દીવાલની ચારે બાજુ નીચેના ખૂણા તપસ્યા કે હમણા જેમ નીચે ક્યાંક બાંકોરા જેવો રસ્તો ન હોય પરંતુ ત્યાં કશુ દેખાયુ નહી. ભોયતળિયુ બંધિયાર હતુ. પાંચેક મિનિટ તેણે આમતેમ આંટા મારી રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ રસ્તો જડયો નહી.

 

                       મંદિરની નીચે આમ આવી રહસ્યમય જગ્યા હોય અને બિનવારસીએવુ તો ન બને. આ જગ્યાનુ કઈક તો કારણ હોવુ જ જોઈએ. શેના માટે બની હશે આ જગ્યાતે વિચારવા લાગ્યો. સાથે-સાથે દીવાલનુ નિરીક્ષણ પણ કરી રહ્યો હતો. ૧૦ મિનિટ સુધી આમ-તેમ ફરતો રહ્યોનિરીક્ષણ કરતો રહ્યો પણ કોઈ માર્ગ મળ્યો નહી. છેવટે હારીને પાછો ફર્યો અને મંદિરની બ્હાર નીકળવાનો નિર્ણય કર્યો. તે બાંકોરા પાસે આવ્યો અને ઉપર જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. તે જ્યાંથી આવ્યો હતો એ ભોયારાની ઉપર પત્થર મુકાઇ ગયો હતો. આ જોઈ તે ગભરાઈ ગયો. મદદ માટે તેણે બૂમો પાડી પણ કોઈ પ્રતિઉત્તર આવ્યો નહી. તે એવા ભોયતળિયામાં હતો જ્યાંથી હવા પણ બ્હાર જઈ શકે એમ ન હતી. ડર અને ગભરાટના કારણે તેનુ હ્રદય જોરથી ધબકી ઉઠયુ. હવે બીજો રસ્તો શોધવા સિવાય તેની પાસે કોઈ ઉપાય બચ્યો નહી. તે ઝડપથી બીજો માર્ગ શોધવા લાગ્યો.

 

                       તે ફરીથી દિવાલોનુ નિરીક્ષણ કરવા લાગ્યો. અચાનક તેની નજર બાંકોરાની દીવાલ પર પડી. બાંકોરાનો આકાર લંબગોળ બંકર જેવો પહોળો તો. એની જમણી બાજુ અંદર દીવાલમાં કાળા રંગનું કઈક દેખાઈ રહ્યુ હતુ. તેણે એ તરફ ટોર્ચ રાખી જોયુ. એમાં ખૂબ જ અંધારુ હતુ. એ જગ્યા સુરંગ જેવી લાગી રહી હતી. એમાં આગળ જઊ કે નહીપ્રશ્ન એ હતો. તે ગભરાઈ ગયો હતો અને હવે વિચારીને પગલુ ભરવા માંગતો હતો કારણ કે આગળ જતા જોખમ હોય શકે છે. તેને વિચારતા ૧૦ મિનિટ થઈ ગઈ. ધીમે-ધીમે જમીન તપવા લાગી હતી. તેનો પરસેવો છૂટવા લાગ્યો. અંતે તેણે સુરંગમાં જવાનુ નક્કી કર્યુ, કારણ બીજો કોઈ ઉપાય હતો નહી. જમીન ઠંડી પડવા લાગી. તેનો શ્વાસ રૂંધાવાનો શરૂ થયો. હજુ પણ આગળ વધતા તે ડરી રહ્યો હતો પરંતુ આ બંધિયાર ભોયતળિયામાંથી બ્હાર નીકળવાનો કોઈ બીજો ઉપાય હતો નહી. હવે તો તેણે સુરંગના માર્ગે આગળ જઈને જોવુ જ રહ્યુ કે ક્યાં જઈ શકાય છે.

 

                         તેને સુરંગમાં આગળ વધવાની ફરજ પડી. જમીનથી સાડા છ ફૂટ ઉપર એ સુરંગ હતી. ત્યાં પહોચવુ કઠિન હતુ. ત્યાં સુધી પહોચવા તેણે કુદકા મારી જોયા પણ પહોંચી ન શક્યો. એ પછી તે ચાર કદમ પાછો ગયો અને ઝડપથી દોડી કૂદકો માર્યો. તેના હાથ કાણામાં અંદર સુધી પહોંચી ગયા પણ ત્યાં પકડ જમાવાનો કોઈ આધાર ન મળતા નીચે પડ્યો. એ પછી પણ તેણે ઉપર ચઢવાના પ્રયત્નો ચાલુ રાખ્યા. એકવાર તે અરધો ચઢી ગયોપણ હાથની પકડ છૂટતા નીચે પડ્યો. તે હાંફી ગયો પરંતુ હિમ્મત ન હાર્યો. તે ફરી પાછો ઊભો થયો. ભોયતળમાં ઑક્સીજન ઓછો થઈ રહ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, માટે તેણે આગળ વધવામાં ઝડપ દેખાડી. તે થોડો પાછળ ચાલ્યો અને તાકાતથી દોડીને છલાંગ લગાવી. સુરંગની અંદર અરધા જમીનમાં દટાયેલા પત્થર પર તેણે હાથ જમાવ્યા. ડાબો પગ સુરંગ સુધી લઈ જવા માટે જમણા હાથ પર વધુ જોર આપ્યુ. જમણો હાથ જે પત્થર પર જમાવ્યો હતો વજનના કારણે જમીનમાંથી ઉખડી રહ્યો હતો. ડાબો પગ ઘણો ખરો ઉપર આવી ગયો.

 

                         હવેતેણે શરીરને ઉપર લઈ જવા માટે હાથ પર વધુ જોર આપ્યુ. એ સાથે જ જમણા હાથની નીચેનો પત્થર જમીનમાંથી ઊખડ્યો. ઓચિંતો આંચકો તેણે અનુભવ્યો. તેના ડાબા હાથની પકડ છૂટવા જેવી થઈ. ડાબા હાથની પકડ મજબૂત કરવા હાથ પર વધુ જોર આપ્યુ. શરીરનો સંપૂર્ણ ભાર ડાબા હાથ પર આવી ગયો. તરત તેણે જમણો હાથ ઉપર મૂક્યો. બંને હાથના નખ જમીનમાં પેંસારવાનો પ્રયન્ત કરી રહ્યો. ૨ સેકન્ડ એમ જ લટકી રહ્યો. તે નીચે ધસી રહ્યો હતો. હવે તેના હાથે જવાબ આપી દીધો હતો. આપોઆપ જ હાથની પકડ છૂટી. ફરીથી પકડ જમાવવા જતા આંગળીઓ જમીન સાથે ઢસડાઈ. જેથી નખ સહેજ ઊખડ્યોમાંથી લોહી નીકળ્યુ. તે નીચે પટકાયો. મિનિટના છઠ્ઠા ભાગમાં આ બધુ બન્યુ.

 

                         તે બરાડી ઉઠ્યો. બેગમાંથી ફર્સ્ટ એઇડ કીટ કાઢીઆંગળી પર પાટો બાંધ્યો. તે નિષ્ફળતાથી થાકી ચૂક્યો હતો. થોડીવાર જમીન પર આંખો બંધ રાખી પડ્યો રહ્યો. મિનિટ પછી તેણે અનુભવ્યુ કે ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી વધી રહી હતી. તેને પરસેવો થવા લાગ્યો. ત્યાંની દીવાલો તપી રહી હતી. પેલા બાવાએ આપેલી શીશી કાઢી. માંનુ પાણી વહી રહ્યુ હોય એવુ લાગી રહ્યુ હતુ. બાવાના શબ્દો યાદ આવ્યા: અટકતો નહી આ શીશીની જેમ.” તેણે શીશી ખીચામાં મૂકીઊભો થયો અને ચઢવાની તૈયારી કરવા લાગ્યો. વાતાવરણ ઠંડુ પડવા લાગ્યુ. તેણે તેની બેગ સુરંગમાં ફેંકી. જેથી શરીર પરનુ વજન ઓછુ થઈ ગયુ.

 

                         તે થોડા કદમ પાછો ગયો, થઈ શકે એટલી ઝડપથી દોડ્યો અને હતી એટલી શક્તિ લગાવી કૂદયો. આ વખતે સુરંગની જમીન પર જ હાથ જમાવ્યા અને હાથના ભારે ઊંચો થયો. હાથ પર ભાર વધવાના કારણે તેની લપસન ઓછી થઈ. છાતી સુધીનો ભાગ સુરંગ સુધી પહોંચી ગયો. બે સેકન્ડ એમ જ લટકી રહ્યો, તેના બન્ને હાથ પર શરીરનુ સંપૂર્ણ વજન હતુ. ડાબો હાથ કાંપી રહ્યો હતો. તેનો પગ દીવાલે અડી રહ્યો હતો. ઉપર આવવા માટે હજુ જોર લગાવવુ પડે એમ હતુ. હજુ તેને આંગળીઓમાં દુખતુ હતુ. ઉપર આવવા હાથનુ જોર લગાવી આગળની તરફ કૂદયો. તે બરાડી ઉઠ્યો. ઘૂંટણ ઉપરનો ભાગ સુરંગ સુધી પહોંચી ગયો. તે હાંફી ગયો. સુરંગ સાંકડી હતી. તેણે બેગ ખભે ભરાવી. સુરંગમાં લસરતા પસાર થવુ પડે એમ હતુ. તે ટોર્ચના અજવાળે લસરતો આગળ વધ્યો. થોડા આગળ જતા સામે દીવાલ આવી અને ત્યાં રસ્તો પૂરો થયો.

 

                         નિખિલ વિચારમાં પડ્યોઆવુ કેવી રીતે બનેસુરંગ અધવચ્ચે કેમની પૂરી થઈત્યાંથી પાછા ફરવુ પણ મુશ્કેલ હતુ. તેણે આજુ બાજુ જોયુ. ત્યાંથી ક્યાંય જઈ શકાય એમ ન હતુ. તેણે દીવાલે હાથ લગાવી તપાસી જોયુ. દીવાલ માટીની લાગતી હતી. દીવાલને તોડવા તેણે મુક્કા મારવાનુ શરૂ કર્યુ. માટીની હોવા છતા દીવાલ મજબૂત હતી. તેના મુક્કાની કઈ ખાસ અસર થઈ રહી ન હતી. થોડીવારમાં જ તેના હાથ દુખવા લાગ્યા. તેની બધી તાકાત ખતમ થઈ ચૂકી હતી. મુક્કાની ઝડપ ધીમી પડવા લાગી. હવે તે થાકી ગયો હતો. સુરંગમાં પ્રાણ વાયુ સાવ ઓછો થઈ ગયો હતો. તેના લીધે તે ભાન ગુમાવી રહ્યો હતો. તેની આંખોની દ્રષ્ટિશક્તિ આછી થઈ રહી હતી. તેને લાગ્યુ તે અહીં જ મરી જશે. તેણે જીવનની આશા છોડી દીધી. પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય એમ તેણે આંખો મીંચી દીધી.

 

                         ફરીથી મિનિટ બાદ વાતાવરણ ગરમ થવા લાગ્યુ. એથી તે જાગી ગયો. તેણે ફરી મુક્કા મારવાનુ શરૂ કર્યુ. ગરમી વધી રહી હતી. ઊંડા શ્વાસ લઈ ફેફસામાં ઑક્સીજન ભરવો પડતો હતો. જેની તેને અકળામણ થઈ રહી હતી. ગરમીના લીધે નાકમાંથી પાણી નીકળવા લાગ્યુ. હવેતેને ગુસ્સો આવી રહ્યો હતો. વારંવાર વાતાવરણ ગરમ થવાને લીધે તે રોષે ભરાયો અને વધુ જોરથી મુક્કા મારવા લાગ્યો. આ બધુ થવાથી તે એક વાત તો સમજી ગયો કે જ્યારે જ્યારે તે અટક્યો ત્યારે-ત્યારે વાતાવરણ ગરમ થવા લાગતુ હતુ. એ બાવાએ એટલે જ કદાચ એને કીધુ હશે કે ‘અટકતો નહી.’ નિખિલને આશંકા થઈ રહી હતી કે તે ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો છે કે શું?

 

                         તેનુ મુક્કા મારવાનુ ચાલુ હતુ, હાથ છોલાયા હતા. ગરમ જમીન ચામડીને દઝાડતી હતી. હાથે સોજો ચઢ્યો હતો પણ મુક્કા મારવાનુ ચાલુ રાખ્યુ. ચામડી બળવાના કારણે તેણે મોટેથી રાડ નાખી અને વધુ જોરથી મુક્કા મારવાનું ચાલુ રાખ્યું. વારંવાર મુક્કા મારવાને કારણે દીવાલમાંથી નીકળતો અવાજ બદલાયો. હવે તેમાંથી પોલો અવાજ આવવા લાગ્યો. દીવાલમાં તિરાડ પડી. સતત મુક્કા માર્યાની અસર વર્તાઇ. અંદર કાણુ પડ્યુ (વાતાવરણ ઠંડુ વા લાગ્યુ.) કાણાંમાંથી હવા અવર-જવર થવા લાગી. તેણે સરખો શ્વાસ ભર્યો. હળવે-હળવે કાણાંની આસપાસની દીવાલ તોડવા લાગ્યો. થોડીવારમાં તેણે માંથી પસાર થઈ શકાય એટલી જગ્યા કરી નાખી. સામે તરફ સુરંગની બ્હાર મોકળાશ હતી. અંધારાના કારણે સ્પષ્ટ દેખાતુ ન હતુ. તે જે દીવાલમાંથી આવ્યો ની ૪ ફૂટ નીચે જમીન હતી. તે નીચે ઉતરવા જઈ રહ્યો હતો એટલામાં જ...

 

એએએએઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ...!!!

 

                         અંદરથી ભયાનક ત્રાડ કોઇકે નાખી. ત્રાડની તીવ્રતા એટલી વધારે હતી કે ત્યાં ની રેતીના કણો ધ્રુજી ઉઠ્યા. ત્રાડની ગુંજ સાંભળતા નિખિલના કાનમાં દુખાવો થવા લાગ્યો. એ જગ્યાની અંદર ચારેકોર મશાલો લાગેલી હતી. તે આપો આપ સળગી ઉઠી.. મશાલોની પાછળ અજબ પ્રકારનું ધારક હતું. જાણે પાતાળ લોકમાં આવ્યો હોય એવી જગ્યા હતી. તે જે સુરંગમાંથી આવ્યો એ ઉપરનો ભાગ હતો. સુરંગથી બ્હાર ઝરૂખો હતો. ઝરૂખામાં ત્રણ કંકાલ પડ્યા હતા. ત્યાંથી નીચે સળંગ સીધી ૪૮ જેટલી સીડીઓ હતી. જે નીચે મુખ્ય જમીન સુધી જતી હતી. જમીન પર મોકળી જગ્યા હતી. વચ્ચે લંબચોરસ પાણીની ખાળ હતીખાળની વચ્ચે જમીન હતી. એનાથી આગળ મોટો ખડક હતો. એ ખડક પર કોઈક બેઠુ હોય એવુ લાગી રહ્યુ હતુ. ત્યાં અજવાળુ ઓછુ હતુ એટલે સરખુ દેખાયુ નહી.



મંદિર નીચેની ગર્ભિત જગ્યા)


                         નિખિલ વિમાસણમાં મુકાયો. તેણે કહ્યુ: “પણ મારે બ્હાર નીકળવુ છે. કેવી રીતે બ્હાર નીકળુ?”

આયાં પગ મૂકતો નહી... આયાં પગ મૂકતો નહી... આયાં પગ મૂકતો નહી...” એક વાર મોટે થી અને બે વાર ધીમેથી એ બોલ્યો.

“તો હું ક્યાં જઉ?” તેણે પૂછ્યુ.

“પગ મૂકતો નહી આયાં...પગ મૂકતો નહી આયાં...પગ મૂકતો નહી આયાં...” એ એક જ રટણ રટી રહ્યો હતો.

“શું કરુ તો? ક્યાં જઉ હું બોલો?” નિખિલે આજીજી કરતા કહ્યુ.

 

                              અઘોરીએ કઈ જવાબ ન આપ્યો. મોઢુ નીચુ કરી લાકડીના ટેકે ઊભા ઊભા સૂઈ ગયો. “શું કરુ તો હું? મારે બ્હાર જઉ છે, ક્યાં જઉ?” નિખિલે પૂછ્યા કર્યુ. થોડીવાર રહી મશાલો આપોઆપ હોલવાવા લાગી. ફક્ત અઘોરીના આસપાસની ચાર મશાલ ચાલુ રહી, એની આસપાસની મશાલોનો પ્રકાશ પણ ઓછો થઈ ગયો. આવી વિકરાળ જગ્યામાં અઘોરી એ સ્થિતિમાં ભયાનક લાગી રહ્યો હતો. નિખિલ એને ગુસ્સો અપાવા ન હતો માંગતો માટે તે સુરંગમાં જ રહ્યો. ૧૦ મિનિટ થઈ ગઈ. તે એક જ જગ્યાએ અટક્યો હતો. જમીન ગરમ થવાની શરૂ થઈ.

“જોવો, હવે ગરમી વધવાની શરૂ થઈ ગઈ છે, હું અટકી શકુ એમ નથી. મને નીચે ઉતરવા દો.”

“ઓ...... તો વાદીયાએ આ વખતે તને મોકલ્યો છે? તારા જેવા ડરપોક ને?” અઘોરી તેની સામે જોઈ બોલ્યો.

આ શું વાત કરી રહ્યો હતો અને કોણ છે આ વાદીયો? નિખિલને પ્રશ્નો થયા. તેણે પૂછ્યા.

“તને નથી ખબર?”

“ના.”

અઘોરી હસવા લાગ્યો: “જા...જા આવતો નહી આયાં, બીજા કો’કને મોકલજે.” કહી એ પોતાની જગ્યા પર બેશી ગયો.

“તમે શી વાત કરો છો? મને કશી ખબર નથી, મને નીચે ઉતરવા દો ને... મારું શરીર દાઝી રહ્યુ છે...!” તે અઘોરીને કગરયો.

 

                              અઘોરી તેની જગ્યા પર સૂઈ ગયો. હવે, જમીન બાષ્પ છોડી રહી હતી. નિખિલના હ્રદયના ધબકારા તેજ થવા લાગ્યા. તેનુ શરીર બળવા લાગ્યુ. હવે તેનાથી ન રહેવાયુ. તે નીચે ઝરૂખામાં કૂદયો. એકાએક બધી મશાલો સળગી ઉઠી. અઘોરી જાગી ગયો. એણે આંખો ખોલી. એની આંખની કીકી મટી ચૂકી હતી. એની આંખોમાં સફેદ રંગનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. એ ઊભો થયો. ખાળનુ પાણી તેજીથી વહેવા લાગ્યુ.

કમજાત...!” કહી અઘોરીએ એના કાળા જાદુની છડી ખાળના પાણી પર ફેરવી. એમ કરવાના કારણે ખાળના પાણીમાં તીવ્ર પ્રકાશ ફેલાઇ ગયો. જે દરેક ખૂણા સુધી અજવાળુ ફેંકતો હતો. નિખિલની પાસે જે શીશી હતી એમાંનુ પાણી દરિયાના મોજાની જેમ ઊછળવા લાગ્યુ. તેણે પાછળ ફરી જોયુ. તે જે સુરંગમાંથી આવ્યો હતો, એ અદ્રશ્ય થઈ ચૂકી હતી. અઘોરી એની શક્તિથી ખાળનુ પાણી જમીનથી ૧૦ફૂટ ઉપર લાવ્યો. ખાળની આસપાસ લંબચોરસ પાણીની દીવાલ બની રહી. તેમાંથી નીકળતો પ્રકાશ આંખો અંજાઈ જાય એવો હતો.

 

                              ત્રણ ક્ષણ આ નજારો બની રહ્યો અને એક ઝાટકા સાથે પાણી પાછુ ખાળમાં સમાઈ ગયુ. પાણીના પ્રકાશની તીવ્રતા થોડી ઓછી થઈ. એક પછી એક ખાળમાંથી સાપ નીકળવા લાગ્યા. કાળા, રાતા, છીંકણી, લીલા અનેક પ્રકારના ઝેરી, ચીકણા, લાંબા, ચીતરી ચઢે એવા સાંપો નીકળ્યા. આ સાંપો ઝરૂખાની સીડીઓ તરફ આવી રહ્યા હતા. નિખિલે તે જોયુ, એક પણ સેકંડનો વિલંબ કર્યા વગર તેણે બેગમાંથી તંબુ બાંધવાનુ દોરડુ નિકાળ્યુ અને પાળીના કઠેડા પરના દડાએ બાંધવા લાગ્યો. એ દડા સાથે દોરડુ બાંધી રહ્યો હતો ત્યાં સુધીમાં ઘણા સાપ ઉપરની સીડીઓ સુધી આવી ગયા. ખૂબ જ ઓછા સમયમાં તેણે દડા પર દોરડુ બાંધ્યુ. હવે તે નીચે લટકી શકે તેમ હતો. આટલી વારમાં ઘણા સાપ ઝરૂખા સુધી આવી ગયા. એક કાળો સાપ તેની ખૂબ જ નિકટ આવી ગયો. એણે નિખિલ પર ફેણ મારી, તે પાછળ ખસ્યો. તેના ડગ સરખા ન ભરાતા જમીન પર પડ્યો.

 

                              ખૂબ જ ગતિથી સાપ નજીક આવી રહ્યા હતા. તે ઝડપથી દોરડુ લઈ નીચે કૂદયો. પાળી-જમીન વચ્ચેનુ અંતર ૬૦ફૂટ જેટલુ હતુ. દોરડુ તેને ટૂંકું પડ્યુ. જમીનથી ૨૫ફૂટ ઉપર લગભગ અધવચ્ચે તે લટકી રહ્યો. તેના શરીરનુ વજન તેના હાથ પર આવી ગયુ, તેના હાથ છોલાયા હતા, બળી રહ્યા હતા અને ધીમે-ધીમે લપસી રહ્યા હતા. તેણે દોરડાની પકડ મજબૂત કરી. બે ઘડી એમ જ લટકી રહ્યો, નીચે જમીન પર ઘણા સાપ તેની વાટ જોતા હતા. ખાળમાંથી હજુ પણ સાપ નીકળી રહ્યા હતા. તે સાથે-સાથે હવે નાના-મોટા દર/રાફડામાંથી રેટલસ્નેક્શ અને ભૂગર્ભસર્પો નીકળવા લાગ્યા. વિના કોઈ તર્ક સાથે દરેક સાપ ઝરૂખા તરફ જઇ રહ્યા હતા.

 

                       ઝરૂખો સાંપોથી ભરાઈ ગયો. તેમ છતાં બીજા સર્પો એ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. એ પછી ઝરૂખાની પાળી પરથી સર્પો નીચે પડવા લાગ્યા. નિખિલ મહામુશ્કેલીમાં મુકાયો. ઉપર ઝરૂખામાં સાપ અને નીચે જમીન પર પણ સાપ. જઉ તો જઉ ક્યાં? તેની નજર ખાળ વચ્ચેની જમીન પર પડી. ખાળ વચ્ચેની જમીન પીળા રંગની શ્વેત હતી. ત્યાં આછુ અજવાળુ હતુ. એક પણ સર્પ એ જમીન પર દેખાઈ રહ્યો ન હતો. તેની પાસે બચવાનો હવે એક જ ઉપાય હતો, પીળા રંગની જમીન. પણ ત્યાં સુધી પહોંચવુ સહેલુ ન હતુ. નિખિલ જમીનથી ૨૫ફૂટ ઉપર લટક્યો હતો. તેની અને ખાળની જમીન વચ્ચેનુ અંતર ૧૮ ફૂટ જેટલુ હતુ. તેણે એ શ્વેત જમીન સુધી પહોંચવા લાંબો કૂદકો લગાવવો પડે એમ હતો. તેણે ત્યા કુદવાનુ નક્કી કર્યુ. એટલો લાંબો કૂદકો લગાવતા પહેલા પોતાની ગતિ વધારવા તેણે દીવાલની વિરુદ્ધ દિશામાં કુદવાનુ શરૂ કર્યુ.

 

                         ઝરૂખા પરથી ટપોટપ સર્પો નીચે પડી રહ્યા હતાહવે ત્યાં એમ લટક્યા રહેવુ વધારે જોખમી હતુ. આટલા ઉપરથી કુદયા બાદ બચવુ નામુંકિન હતુ. હજુ પણ એટલે ઉપરથી છલાંગ લગાવાની તેની હિમ્મત નતી ચાલતી. તેમ છતાં તેણે કુદવા માટે ગતિ વધારી. એ ગાળામાં વચ્ચે એક સાપ તેના પગ નીચે આવી ગયો. પગ સાથે સાપ દીવાલે ભટકાયો. સાપે તેના પગે ડંખ માર્યો. નિખિલ ખૂબ જ ગતિમાં હતોજેના કારણે સાપ દીવાલ અને પગની વચ્ચે આવતા કચડાયો. ભીંત પર લોહી ચોંટયુ. સાપ નીચે પડ્યો. હવે તેણે કુદવાની તૈયારી કરી. ૧...૨...૩...બોલી તે દીવાલની વિરુદ્ધ કૂદી પાછો આવ્યો અને ૪ બોલી ચોથા કુદકાએ દોરડુ છોડ્યું. તે સીધો શ્વેત રેતીવાળી ભૂમિ પર પડયો. તેનો જમણો પગ ભાંગી ગયો, જમણા હાથે અંદર ઇજા થઈજેના કારણે એ હાથ સરખુ હલન-ચલન કરતો બંધ થયો.

 

                         અઘોરી એકદમ ઊભો થઈ ગયોતે હેબતાઈ ગયો. આજ સુધી કોઈ આટલે સુધી આવી શક્યુ ન હતુ. નિખિલના પડવાના કારણે થોડી ધૂળ ઊડી. અઘોરી ચિંતિત થયો, થોડીવાર બાદ તેણે આહવાન આપ્યુ:

मृत्यु दंशम पावकम लोह भस्सम पीड़ितों संमोहितो...

सर्प दनस्य शोनित घचितम शत्रु विनाशम।

 

                          અઘોરી મંત્ર બોલ્યો એની સાથે જ જોરથી પવન વાયો. અઘોરીની આજ્ઞા સાંભળતા બધા સર્પો એમની જગ્યાએ થંભી ગયા. ખાળમાંથી સર્પો નીકળતા બંધ થયા. પેલે પાર ઉભેલા સર્પો ખાળ તરફ જોઈ રહ્યા. ખાળ વચ્ચેની જમીન પર ત્રણ કશુક બેડી વાળેલુ હતુએ હલન-ચલન કરવા લાગ્યુ. એના પરથી માટી હતી. એ ત્રણ ત્રિમુખી સફેદ સાપ હતા. ત્રણમાંથી બે સાપ ૬ફૂટ અને એક સાપ સાડા ૭ફૂટનો હતો. ત્રણેય નિખિલ તરફ આવી રહ્યા હતા. એમના મસ્તકના ભારના કારણે ત્રણેય ડોલતાધીમે ધીમે આગળ આવી રહ્યા હતા. નિખિલને કઈ સુજયુ નહીતેની પાસે કોઈ શસ્ત્ર કે બચાવ માટે રક્ષણાત્મક ન હતુ. ખાળની બીજી તરફ જવાનો સવાલ જ ઊભો ન હતો થતો. અગણિત સાંપો તેની વાટ જોતા હતા. સાપ જેમ જેમ આગળ આવતા હતા તેમ તેમ તે પાછળ ખસ્તો હતોએમ કરતા કરતા તે છેક ખાળના કિનારા સુધી આવી ગયો. તેણે તેની ટીશર્ટ ઉતારી એની બેડી વાળી. એક સાપ જેની કાયા બીજા બે કરતા વધારે હતીએ આગળ ચાલી રહ્યો હતોએ મોટો સાપ તેની છેક નજીક આવી ગયોએણે તેના ત્રણેય શિરથી ઝેર છોડ્યુ. એ જ ક્ષણે તેણે સાપના મોઢા પર ટીશર્ટનો ફટકો માર્યો. ટીશર્ટ વચ્ચે આવતા ઝેર ટીશર્ટ પર ચોંટયુ. ટીશર્ટના એ ભાગ પર કાણુ પડ્યુ અને એ સાપ પાછળ ફેંકાયો. બીજા બે સાપ સામાન્ય ગતિથી આગળ વધી રહ્યા.

 

                         નિખિલે બીજા સાપને પણ એ રીતે ફટકો માર્યો. એ સાપ ખાળની સીમા ઓળંગી ગયો. ખાળની કિનારી વટતા એનુ શરીર ભષ્મ થઈ ગયુ. બીજો સાપ ખડો થઈ ચુક્યો હતોએણે નિખિલને ડંખ માર્યો. તે જ્યારે પાળી પર લટકી રહ્યો હતોત્યારે જે પગે સાપે ડંખ માર્યો હતો એ જ પગે આ સાપે પણ ડંખ માર્યો. નિખિલ હેઠો પડ્યો. તેના ડાબા પગે સાપ વીંટળાવા લાગ્યો. હાથના જોરે તે ઢસડાતો ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના પગમાં ઝેર પ્રસરવાનુ શરૂ થવા લાગ્યુ હતું. તેની આંખો લાલ થઈ ગઈ. તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યુ. એ ત્રિમુખી સાપ તેના પગે વીંટળાઇને ભીંસમાં લીધો હતો. જેથી તેનો પગ સોજાઈ ગયો. તેનો પગ ઝાંબલી રંગ જેવો થવા લાગ્યો.

 

                         બીજો જે ત્રિમુખી સાપ પાછળ ફેંકાયો હતોએ નજીક આવી રહ્યો હતો. નિખિલ ઊભો થયોતેના પગને છોડાવા મથી રહ્યો. પગે વીંટળાયેલા સાપની ગરદન તેણે જોરથી ખેંચી. સાપે તેનો પગ છોડી દીધો. ગરદન ખેંચાવાના લીધે સાપના આખા શરીરમાં ભયંકર ઝણઝણાટી ઉપડી. એ ત્રિમુખી સાપ હવામાં તરફડયા મારવા લાગ્યો. ક્યારેય કોઈ અવાજ ન કરનાર સાપના મોઢામાંથી ‘હિસ્સ...હિસ્સ’ કિકિયારી નીકળી. એ સાથે જ તેના હાથ પર સાપે ડંખ માર્યોઆ વખતે એણે બચકુ ભર્યુ. નિખિલે સાપને ખાળની બ્હાર ફેંક્યો. ખાળ ઓળંગતા જ ત્રિમુખી સાપ હવામાં ભષ્મ થઈ ગયો.

 

                         ઝેર હવે પોતાની અસર દેખાડી રહ્યુ હતુ. તેના શરીરમાં પરિભ્રમણ કરતુ લોહી જામ થવા લાગ્યુ. મગજ સુધી સંવેદન પહોંચાડતા ચેતાકોષો મરવા લાગ્યા, દ્રષ્ટિ આછી થઇ રહી હતી. તે અર્ધસભાન અવસ્થામાં આવી ગયો, મોઢુ સુકાવા લાગ્યુ. ધીમે રહી જમીન પર તે ઊંધો પડયો. બીજો ત્રિમુખી સાપ આવ્યો અને તેના ડાબા પગે ત્રણેય મુખેથી એકસાથે ડંખ માર્યો. જાણે વીજળીનો ચમકારો થયો હોય એવી કમકમાટી તેના પગમાં પ્રસરી ગઈ. ત્રિમુખી સાપે ત્રણેય મુખથી બચકા ભરવાનુ શરૂ કર્યુ. એ પછી તેને કોઈપણ દુખાવાનો અનુભવ થતો મટી ગયો. તેના શરીરના ચેતાકોષો મગજ સુધી દુખાવાનુ સંવેદન પહોંચાડી શકતા ન હતા. ત્રિમુખી સાપે જ્યાં જ્યાં બચકા ભર્યા હતા ત્યાંથી લોહી નીકળી રહ્યુ હતુ. તે ઘેનમાં આવી ગયો.

 

                         તેની નજર અઘોરી પર પડી. એ ત્યાં દૂર ખડક પર ઊભો ઊભો હસી રહ્યો હતો. એ પાછો પોતાની જગ્યા પર બેશી ગયો. એને જોઈ નિખિલને ગુસ્સો આવ્યો. તેની આ દશા કરવાવાળાને તે પાઠ ભણાવા માંગતો હતોપરંતુ તે કઈ કરી શકે એમ ન હતો. અઘોરી પાછો ધ્યાનમાં બેશી ગયો. મશાલો હોલવાવા લાગી. નિખિલના શ્વાસો ધીમા પડવા લાગ્યાસાથે સાથે ખાળના પાણીનુ તેજ ઓછુ થવા લાગ્યુ. એકાએક પેલા બાવાએ આપેલી શીશી તેને યાદ આવી. તેણે શીશી કાઢી. ની અંદરનુ પાણી ઊછળી રહ્યું હતું, ચમકી રહ્યુ હતુ. શીશી જોઈ અઘોરી આશ્ચર્યચકિત થઈ ગયો. એને ખબર હતી કે એકવાર જો કોઈ ખાળ વચ્ચે આવી શીશીનુ નીલદ્રવ્ય પી લે તો એની શક્તિઓ ગાયબ થઈ જશે અને પોતે અમર નહી રહી શકે. એ ખડક પરથી કુદયો. હવામાં તેજીથી ખાળની નજીક આવી રહ્યો હતો. નિખિલે શીશી હોઠે લગાડી. નીલદ્રવ્ય તેના શરીરમાં જતા અઘોરીની શક્તિ નષ્ટ થઈએ નીચે પડ્યો.

 

                         જમીન પર પુષ્કળ સાપ હતાઅઘોરીની શક્તિ નષ્ટ થવાના લીધે બધા સાપ એના સંમોહનમાંથી બ્હાર આવી ગયા. ખાળની આસપાસ અને ઝરૂખા પરના બધા જ સાપ હવે અઘોરીની પાછળ પડયા. ચારેય તરફથી સાપોએ ને ઘેરી લીધો હતો. સાપો એને ડંખવા લાગ્યા. એક-બે સાપ એના હાથ-પગે વીંટળાઇ રહ્યા હતા. ૪૦૦ વર્ષ એણે તપસ્યા કરી હતી. એટલી અવસ્થાઓ ભોગવી ચૂક્યો હતો કે હવે એના શરીરને ડંખવાની કે ઝેરની કોઈ અસર થઈ રહી ન હતી. એના જમણા હાથ પર વીંટળાયેલા સાપને એણે ખેંચ્યો અને એનુ મોઢુ પોતાના તરફ કર્યુ. એ સાપે અઘોરીના મોઢા પર ઝેર છોડ્યુ.

 

                         અઘોરી હસ્યોએણે સાપના મોઢા પર બચકુ ભર્યુ. સાપનુ મુખ અઘોરીના મોઢામાં આવી ગયુ. અઘોરીએ દાંત ભીંસ્યા અને જાટકા સાથે સાપની ગરદન ખેંચી. સાપનુ મુખ એના શરીરથી છૂટુ થઈ અઘોરીના મોઢામાં આવી ગયુ. સાપની ગરદનમાંથી લોહીની ટીશિયો ફૂટવા લાગી. અઘોરી નુ મુખ ચાવવા લાગ્યો. શરીરથી મુખ અલગ થયા બાદ બે ક્ષણ સાપનુ શરીર તરફડયા મારી રહ્યુ અને પછી બંધ પડી ગયુ. મૃત સાપને એણે ખભે લટકાયો અને મુખ થૂકી નાખ્યુ. એક સાપ એના પગે વીંટળાયેલો હતોએ સાપની પૂછડી પકડી ત્રણ વાર જમીન પર પટકયો અને તે પાછળ ભાગ્યોજમીન પર માત્ર સાપ હોવાના કારણે બીજા બે-ત્રણ સાંપોને પણ ફટકા પડયા. જેથી સાપ વધુ ઉશ્કેરાયા.

 

                         અઘોરી થોડો પાછળ મોકળી જગ્યાએ આવ્યો. એના બીજા પગે એક સાપ વીંટળાયેલો હતો. તેણે એ સાપને ખેંચી જમીન પર પટકી, ના મોઢા પર પગ મૂક્યો. અઘોરીએ જોયુસાપ હજુ પણ તેને ડંખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અઘોરીએ પગ પર ભાર આપ્યો. તેણે પગ પર વધુ ભીંસ આપી અને જોરથી સાપની પૂછડી ખેંચી. બીજા સાપનુ મુખ પણ શરીરથી અલગ કરી દીધુ. વગર કોઈ હલન-ચલને સાપનુ શરીર સ્થિર થઈ ગયુ.

 

                         અઘોરી એટલો ક્રોધિત થયો હતો કે તેણે સાપના મૃત મુખ પર લાતો મારી. આજુબાજુ થોડુ લોહી ઉડયુ અને ના પગ પર લોહી ચોંટયુ. એણે બીજો સાપ પણ ગળે ભરાવ્યો. સાપમાંથી લોહી નિતર્તુ અઘોરીના પંડે ચોંટી રહ્યું હતું. એક કોબ્રા સાપ એના શિશ્નને બચકા ભરી રહ્યો હતો. અસંદિગ્ધ રીતે એને ઝેરની અસર ન હતી થઈ શક્તી પરંતુ પીડાની અસર થોડી થઈ શક્તી હતી. એણે કોબ્રા સાપને ત્યાંથી ખેંચ્યો પણ એ સાપ હટયો નહી. એણે હાથ વડે જોરથી સાપના મોઢા પર ફટકો માર્યો. એણે અઘોરીના શિશ્નનો આગળનો ભાગ ચીરી નાખ્યોએના શિશ્નમાંથી લોહી નીકળ્યુ. અઘોરીને એ ભાગ પર અતિશય પીડા થવા લાગી. ત્યાં હાથ રાખી એણે લોહી અટકાવવાનો પ્રયત્ન કરી જોયો. અતિશય દુખાવાના કારણે તે બરાડી ઉઠયોએ ભાગ પર ભયંકર પીડા થવાના કારણે તે પગ પછાડવા લાગ્યોતેણે કોબ્રા સામે જોયુ. સાપ બહેર મારી ગયો હતો. અઘોરીએ એના મોઢામાં હાથ નાખ્યોસાપે મો બંધ કરી દીધુ. ચાર ક્ષણ એમ જ કોબ્રાને પકડીને ઊભો રહ્યો.

 

                         થોડીવાર રહી કોબ્રાએ બચકુ ભરવા મોં ખોલયુ. લાગ જોઈ એ જ ક્ષણે અઘોરીએ ઝડપથી બે હાથથી એનુ જડબુ પકડયુ. એ સાપનુ મોં ફાડવા જડબુ પહોળુ કરવા લાગ્યો. કોબ્રા પણ પોતાનુ મોઢુ બંધ કરવા બળ લગાવી રહ્યો. સાપના શરીરમાં હતુ એટલુ બધુ ઝેર એના મોઢામાં આવી ગયુ. ઝેરના ટીપાં મોઢામાંથી જમીન પર ટપકયા. ગરમ તવા પર પાણીનો છંટકાવ થાય એવો અવાજ થયો. અઘોરીના હાથનુ બળ વધારે હતુકોબ્રા વધુ સમય ટકી ન શક્યો. કોબ્રાના મુખની બાજુની ચામડી ખેંચાઇ. બે ક્ષણ રહી ચામડી ચીરાવા લાગી. ત્યાંથી લોહી નીકળવાનુ શરૂ થયુ.

 

                         આ તરફ નિખિલ ઊભો થઈ ગયો હતો. તેના પગ કાળા પડી રહ્યા હતા. કંઠનો ભાગ ભૂરો થવા લાગ્યો, આંખોમાંથી સફેદ તેજ નીકળવા લાગ્યું, કીકીના ભાગમાં કેસરી લાવા ભભકી રહ્યો. જે ત્રિમુખી સાપ તેના પગે બચકા ભરી રહ્યો હતોએને ઊંચો કરી ગરદન દબાવી એની સામે જોયુ. ત્રિમુખી સાપ રાખ બની ગયો. પછી તે બેભાન થઈ જમીન પર પડ્યો. તેનુ આખુ શરીર કોલસા જેવુ કાળુ પડવા લાગ્યુ. તેના દ્વિશિર પર સફેદ-કેસરી રંગની ભભૂત બની ગઈ. હવેખાળમાંથી વરાળ નીકળી રહી હતીજે તેના શરીર સુધી આવી રહી હતી. તે શબની જેમ ત્યાં પડ્યો રહ્યો.

 

                         બીજી બાજુ અઘોરીએ સાપનુ મોં ફાડી નાખ્યુ. એમાંથી ખૂન નીતરવા લાગ્યુ. અઘોરીની અંદર એટલો આક્રોશ ભર્યો હતોતે અણઘડપણે સાપના શરીરને વધારે ફાડી રહ્યો હતો. સતત ક્ષણો સુધી સાપ તરફડયા મારી રહ્યોથોડી જ વારમાં અઘોરીએ અરધુ શરીર ફાડી નાખ્યુ. આખરે સાપે જીવ છોડયો. એનુ શરીર હલન ચલન કરતુ બંધ થયુ. એ પછી અઘોરીએ સાપનો એક ભાગ જમીન પર રાખી એના પર પગ મૂક્યો અને બીજો ભાગ ઉપરની તરફ ખેંચ્યો, એણે કોબ્રાના શરીરના બે ફાડિયા કરી નાખ્યા. એ પછી એ મૂઢ અઘોરીએ સાપનો ઉપરનો ભાગ ગળે લટકાવ્યો. આવુ મૂર્છિત દ્રશ્ય જોઈ થોડા ઘણા સાપ એનાથી દૂર ભાગ્યા પરંતુ અરધાથી વધારે સાપ એને ડંખવા આવી રહ્યા હતાએની ફરતે વીંટળાઇ રહ્યા હતા. અઘોરીએ ગળામાં જે ત્રણ સાપ લટકાવ્યા હતા, એમને પકડી જમીન પર જાટકવા લાગ્યો. એના દરેક ફટકાએ ૭,૮ સાપ દૂર ફંગોળાઈ જતા. કેટલાક સાપ ખાળની સીમા ઓળંગવાના કારણે ભષ્મ થઈ ગયા.

 

                         અરધી એક મિનિટમાં એણે બધા સાપને આશરે દસ ફૂટ દૂર ફંગોળી દીધા. હવે, સાપો પોતાનો જીવ બચાવા આમ-તેમ ભાગવા લાગ્યા/પોતાના રાફડા તરફ ભાગ્યા. થોડીવારમાં બધા સાપ ત્યાંથી ગાયબ થઈ ગયા. જમીન પર, એ બાજુની ભીંત પર, ખડક આગળ બધે લોહીના છાંટા ઉડયા હતા. એ નિર્મમ ધૂની અઘોરી ખડક પર ગયો, ત્યાંથી એક મશાલ ઉપાડી, થોડા લાકડા ભેગા કરી લાવ્યો અને ગળે લટકાવેલ એક સાપને શેકવા લાગ્યો. થોડીવાર શેકયા બાદ એનુ કાચુ માંસ ખાવા લાગ્યો. એ પછી ગળે લટકાવેલા બીજા સાપને સળગાવ્યો અને એને બાળી નાખ્યો,  એની રાખની ભભૂત પોતાના પંડે લગાડવા લાગ્યો અને તાંડવ કરવા લાગ્યો. લોહીવાળુ નગ્ન, ભભૂત લગાવેલુ એનુ શરીર લાંબા વાળ છૂટા હોવાથી વિકરાળ અને ભયાનક લાગી રહ્યુ હતુ. તે પોતાની શક્તિ મેળવવા ૪૦ દાયકા પાછળ જવા પ્રયત્ન કરી રહ્યો હતો, તે માટે તાંડવ કરતાં કરતાં વારંવાર તેનું શરીર આ લોકમાંથી લોપ થઈ રહ્યું હતું, તેનું શરીર દેખાતું બંધ થઈ પાછું દ્રશ્યમાન થઈ રહ્યું હતું. અઘોરીને તેના મૃત્યુના વિચાર વારંવાર આવી રહ્યા હતા, જેથી તે એકાગ્ર બની ધ્યાનમાં પ્રવેશી શકતો ન હતો.

 

                         આ તરફ વરાળ નિખિલની ચામડીને ઓગળાવી રહી હતી. તેનુ શરીર જમીનથી ઉપર ઉઠ્યુ. જેવી તેની ચામડી ઓગળી જતી હતી એવી તરત નવી ચામડી ઊગી જતી હતી. ખાળની અંદર વરાળ નીકળવાનુ ચાલુ હતુ. વરાળ તેના શરીરને જમીનથી ત્રણ ફૂટ ઉપર લાવી. તાંડવ નાચના અંતિમ આલાપ સુધી તે આવી ગયો પરંતુ ધ્યાનમાં ડરના કારણે પ્રવેશી શક્યો નહીં. તે જમીન પર ઢળી પડ્યો અને બાદમાં ખાળ તરફ જોયું. અઘોરી ખુશ થઈ ગયો. નિખિલ આટલે સુધી પહોંચયા પછી પણ એનો વધ ન કરી શક્યો. તેના શબને જોઈ અઘોરી હાસ્કારો અનુભવી રહ્યો હતો. અઘોરીનુ પંડ લોહીલુહાણ થયુ હતુ. તે ભૂલી ગયો હતો કે તેની શક્તિઓ નષ્ટ થઈ ચૂકી હતી. નિખિલ પાસેથી શીશી લેવા એ ખાળની લંબચોરસ જમીન તરફ જવા લાગ્યો.

 

                          અઘોરીએ જમીન ઓળંગી ખાળમાં પગ મૂક્યોએ સાથે જ અતિશય વેગથી પવન ફૂંકાયો. નિખિલને ઉપર ઊઠાવેલી વરાળ વધુ ગતિથી પરિભ્રમણ કરવા લાગી. તેનુ શરીર જમીનથી વધુ ઉપર આવ્યુ. તેણે આંખો ખોલી, તેની આંખોમાં જ્વાળા ભભકી રહ્યો હતો. તેના કેશ અને ચામડી વૃદ્ધ બની ફરી નવતર શિશુ માફક ઊગી રહ્યા હતા. ત્રિકાળ જ્ઞાની-સાશ્વત મહાદેવ અને અશ્વત્થામા જેમ ત્રણેય અવસ્થા ભોગવતા કૃપાનિધિના કારણે તેના દેહનો વર્ણ બદલાઈ રહ્યો હતો. તે જમીનથી સાડા ચાર ફૂટ ઉપર હવામાં ઊભો હતો. તેની કાયા મોટી અને વિકરાળ બનવા લાગી. ૯ ફૂટ જેટલુ ઉંચુ તેનુ કદ બની રહ્યુઅને હજુ પણ કદ વધી રહ્યુ હતુ. તેની કાયા ફરતે વંટોળ ઊમટ્યુ. આવા ભયાનક પવનમાં અઘોરી કેમેય કરીને ઊભો રહ્યો હતો. ગળાનો ભૂરો રંગ જોઈ તેને ખ્યાલ આવી ગયો કે તે કોણ હતુ. છેલ્લા ચાર સો વર્ષથી આ જગ્યાને નર્ક બનાવી રાખેલી જોઈ એટલો ક્રોધ આવી રહ્યો હતો કે ખુદ ઈશ્વરને આજે એનો અંત લાવવા સાક્ષાત આવવુ પડયુ:

 

।ॐ भुजंगेशाय विद्मन्दे नागेष्वरयाय नागराजय नमः।

 

                         મંત્ર બોલી ઈશ્વરે સર્પરાજા પાસે આહુતિ માંગી. ઈશ્વરના હાથમાં જે ત્રિશુળ હતુ, એમાંની ગૂઢ શક્તિઓ ફલિત થવા લાગી. દર,રાફડાઓમાં પેસી ગયેલા સર્પો બ્હાર આવવા લાગ્યા. સર્પરાજાની આજ્ઞાથી સૌ કોઈ સર્પો પોતાની આત્માની આહુતિ આપવા તૈયાર થયા હતા. અઘોરી એના ઘૂંટણીયે બેશી હાથ જોડી ઈશ્વર સમક્ષ જોઈ રહ્યોએના ચહેરા પર ભય કે ગ્લાનિનો કોઈ ભાવ દેખાઈ પડતો ન હતો પરંતુ એક ચમક હતીએક સ્મિત હતુ એના ચહેરા પરખુશી હતી ઈશ્વરને મળવાનીતેમના હસ્તે શરીરરૂપી કેદમાંથી મુક્ત થવાની અને મોક્ષ પ્રાપ્ત કરવાનો આનંદ હતો.

 

                          “अनंत:” ઈશ્વરે પ્રથમ નાગદેવને પોકાર્યા. એ જાતિના સર્પો ખાળની વચ્ચે આવ્યા. ખાળની સીમા ઓળંગતા જ એમના શરીર રાખમાં પલટાઈ ગયા અને એમની આત્મા વાયુ બની ત્રિશુળમાં સમાઈ ગઈ. એ બાદ वासुकिं:,शेषं:,पद्मनाभं, कम्बलम,शंखपाल,धार्तराष्ट्र,तक्षकं, कालियंનામના નાગદેવોને પોકાર્યા. ઈત્યાદી નાગદેવોના સર્પવર્ણોએ એ જ રીતે પોતાની આત્માની આહુતિ આપી. ત્રણ હજાર નવ સો નવ્વાણુ સર્પોની આત્મા શક્તિ અવિનાશી ત્રિશુળમાં સમાઈ હતી. ત્રિશુળમાં એ સર્પોનો જીવ હતો. અઘોરીએ હસતા મોં આંખો બંધ કરી અને બોલ્યો:

જેના પર તારો હક હતો એ ક્યારનુય તારુ જ થઈ ચૂક્યુ હતુ. આજે છોડુ છુ હું મારો સ્વાર્થ, થઈ શકે તો મને માફ કરજેવિદ્યૂત.

 

                         ઈશ્વરની ૧૯ફૂટ વિશાળ કાયામાં ૧૪ફૂટનુ અવિનાશી ત્રિશુળ રૌદ્ર લાગી રહ્યુ હતુ. ઈશ્વરની આસપાસ પરિભ્રમણ કરતી વરાળનો રંગ બદલાયો. આછા વાદળી રંગની વરાળ પાસે ચામડી અને કેનુ પરિવહન ચાલુ જ હતુ. ઈશ્વરે ત્રિશુળ અઘોરીના મસ્તકમાં ભોંકયુ. અતિશય બળ અને ત્રણ હજાર નવ સો નવ્વાણુ સર્પોની આત્મા ધરાવતા ત્રિશુળની શક્તિ આંકવી અશક્ય હતી. ત્રિશુળ અને મસ્તક વચ્ચે ઘર્ષણના કારણે તીવ્ર પ્રકાશ ફેલાઈ રહ્યો. અઘોરીના મસ્તિષ્કની શિરાઓ ફાટવા લાગી. થોડી ક્ષણોમાં આખુ ત્રિશુળ મસ્તકમાં સમાઈ ગયુએ સાથે જ એનો દેહ આત્મા સાથે અદ્રશ્ય થયો.

 

                         વરાળ ખાળમાં સમેટાવા લાગી. ઈશ્વરની કાયા નિખિલની કાયામાંથી છૂટી પડી. ધીમે રહી નિખિલનુ શરીર જમીન પર મુકાયુ. ઈશ્વરીય કાયા જમીનથી ૯ફૂટ ઉપર ઊભી રહી. નિખિલ તેની અસલ કાયામાં સ્વસ્થ બની ગયોઈશ્વરે તેની તરફ સ્મિત કર્યુ ને ત્યાંથી નીકળવાનો રસ્તો બતાવ્યો. તે જે સુરંગમાંથી આવ્યો હતોએ સુરંગ પાછી આવી ગઈ હતી. સુરંગનો માર્ગ થોડો મોકળો અને ગોળ દેખાઈ રહ્યો હતો.

 

                         ઈશ્વરીય કાયા અદ્રશ્ય થઈ. ખાળમાંથી પાણી બ્હાર આવવા લાગ્યુ. અઘોરી જે ખડક પર બેશ્તો હતોએની પાછળની દીવાલ ફાટીઅત્યંત વેગમાં પાણી ફેંકાયુ. નિખિલ ઊભો થયોતે પગથિયા ચઢવા લાગ્યો. દીવાલ પર જ્યાં જ્યાં મશાલ લગાવી હતી એની પાછળના ધારક ફાટયા, મશાલો ઉલળીને દૂર ફેંકાઇ. ધારક પાછળ બાંકોરા પડ્યા અને અત્યંત વેગ સાથે પાણી નીકળવાનું શરૂ થયું. ચારેય તરફથી પાણી અંદર આવવા લાગ્યું હતું. તે ખાળની બ્હાર કૂદયો અને સીડી તરફ ભાગ્યો.

 

                         તે પગથિયા ચઢી રહ્યો હતો ત્યાં સુધી પાણી આવી ગયુ. તેણે ઝડપ વધારી ફટાફટ પગથિયા ચઢવા લાગ્યો. તે હાંફી ગયોપાણી તેના પગ સુધી આવી ગયુ. છેલ્લા ચાર પગથિયા બાકી હતા. હાંફતા-હાંફતા તે ઉપર પહોંચ્યો. કઠેડા પાસેથી તેની બેગ ઉપાડી. એ જ ક્ષણે દીવાલની મશાલ પાછળનુ ધારક ફાટયુ. એમાંથી પાણી ફેંકાયુ. નિખિલ એની જપટમાં આવી ગયો. પાણી એટલા વેગમાં આવ્યુ હતુ કે તે ઝરૂખાની બ્હાર ફંટાઇ ગયો. તેની બેગ ઉછળીને ખાળ તરફ ફેંકાઇ ગઈ.

 

                         સદનશીબે તેણે જે દોરડુ પાળી સાથે બાંધ્યુ હતુએ તેના હાથમાં આવી ગયુ. જમીનથી પાણી ઘણુ ઉપર આવી ગયુ હતુ. તે દોરડાના સહારે લટકી ગયો. ઝરૂખાની પાળી પડુ પડુ થઈ રહી હતી. તે ઉપર ચઢવા લાગ્યો. પાણી અઘોરીના ખડકની ઉપર આવી ગયુ. ખડક દેખાતો બંધ થયો. નિખિલ ઉપર ચઢી રહ્યો હતો. પગના તળિયા સુધી પાણી આવી ગયુ. આવા ભારે જળબંબાકાર સામે ઝરૂખાની પાળ ઠીક ઠીક ઝઝૂમી રહી હતી. નિખિલ ઉપર સુધી આવી ગયો. પાળથી ૩ફૂટ જ તે દૂર હતો અને અચાનક પાળ તૂટી! નીચે પાણીમાં તે ધસવા લાગ્યો. તે ઉપર આવવા તરવા લાગ્યો. તેણે જોયું લંબચોરસ ખાળ હજુ પણ ચમકી રહી હતી. તેની બેગ એ તરફ ડૂબી રહી હતી. બેગ લેવા જવામાં જોખમ હતું. પાણી ઝરૂખા સુધી પહોંચી ગયુ હતુ. તે જીવ બચાવા ઉપર તરફ તરવા લાગ્યો. ગમે તેમ કરીને તે ઝરૂખા સુધી પહોંચયો. ઝરૂખામાંવી સીધો સુરંગ બાજુ દોડ્યો અને માં પેંસ્યો. અંદર આવતા સાથે જ મજબૂત દીવાલ થી સુરંગ ઢંકાઈ ગઈ. નિખિલની બેગ અંદર રહી ગઈ હતી. તેનો બધો સામાન પૈસા, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ, કપડાં, મોજા, સાદા સ્લીપર, ઓફિસના મહત્વના ડૉક્યુમેન્ટની ફાઇલ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાન કાર્ડ વગેરે. તેના થેલામાં ભર્યું હતું.

 

                        બાંકોરું મજબૂત દીવાલથી પુરાઈ ગયું હતું. હવે ત્યાં જઇ શકાય એમ ન હતું. તેને જવું પણ ન હતું. આ તો બેગ લાવી શક્યો હોત તો સારું રહેત પણ હવે કઈ થઈ શકે એમ ન હતું. અફસોસ કરતો તે આગળ વધ્યો. સુરંગનો માર્ગ બદલાયો હતો. એ રસ્તો ટેકરીની જેમ ઉપર જઈ રહ્યો હતો. નિખિલ જેમ જેમ આગળ ડગલાં ભરતો હતોતેમ તેમ પાછળ સુરંગ પુરાઈ રહી હતી. તે જે ભોયરામાંથી અંદર આવ્યો હતો. એ જ ભોયરામાંથી બ્હાર નીકળ્યો. રુદ્રગ્નિ મુર્તિ પાછળ તે ઊભો હતો. મંદિરમાં પગ મુક્તા સાથે જ સુરંગ પુરાઈ ગઈ. અત્યારે તે મંદિરના પાછળના ભાગમાં હતો. મંદિર પાછળ ધોધનો અવાજ આવી રહ્યો હતો. ઘણા બદલાવ મંદિરમાં લાગી રહ્યા હતા. મંદિરમાં અજવાળું આવી રહ્યું હતું. ત્યાંની દીવાલો રળિયામણી અને સાફ લાગી રહી હતી. પરસાળમાં સૂર્યનો પૂરતો પ્રકાશ પડી રહ્યો હતો. ત્યાંથી આગળ ગયો. જે નાની જાળીમાંથી તેને ઘૂંટણીયે આવવુ પડ્યુ હતુત્યાં નાનો પ્રવેશદ્વાર દેખાઈ રહ્યો હતો. મંદિરની દીવાલ પર જે ક્રૂર દ્રશ્યો દોરયા હતા એ મટી ગયા હતા. એની જગ્યાએ કૈલાશશંકર-પાર્વતી અને શિવપુરાણના દ્રશ્યો આવી ગયા હતા.

 

                         પોતાનો જીવ બચાવ્યા બાદ પણ તેની ચિંતાઓ ઓછી થઈ ન હતી. ચાલતા ચાલતા તે વિચારવા લાગ્યો. તે ગૂંચવાય ગયો હતો. જાણવા માંગતો હતો કે આ જે ઘટના બનીએની પાછળ કયા કારણો રહ્યા હતાકોણ હતો એ અઘોરીકેમ ઈશ્વરીય પ્રતિમાએ તેના શરીરમાં સ્થાન લીધુ? કેમ આ મંદિરની રચના એકાએક બદલાઈ ગઈ? જેવા ઘણા પ્રશ્નોના જવાબ તેને મેળવવા હતા પણ કેવી રીતેએ પણ એક પ્રશ્ન હતો. નિખિલ પલળયો હતો. તેને કપડા બદલવા હતા. થેલો સુરંગમાં રહી ગયો છેયાદ આવતા તે વધુ વ્યગ્ર બન્યો.

 

                         ચાલતા ચાલતા તે મંદિરની ઓસરી સુધી પહોંચ્યો. જ્યાં પગથીયાની બાજુમાં તેની બેગ સલામત રીતે પડી હતી. અત્યંત આશ્ચર્ય અને આનંદથી તે બેગને ભેટી પડ્યો. નિખિલ હરખ અને આશ્ચર્યની બે લાગણીઓ એક સાથે અનુભવી રહ્યો હતો. આ શું થઈ રહ્યુ છે મારી સાથે? પહેલા ઈશ્વર મને મૃત્યુના દ્વાર સુધી લઈ જાય છે, પછી મારો જીવ બચાવે છે અને મારી બેગ સલામત પાછી આપે છે. બસએ જ તો છે ભોળાની પ્રભુતા. વખત આવવા પર અસૂરોનો નાશ કરી નાખે અને સહપ્રેમ ભક્તોને વધાવી પણ લે. આ બધુ જે થયુ એ જોઈ નિખિલને જાણવાની મહેચ્છા વધી, આ બધી ઘટનાઓ પાછળ શું કારણ જવાબદાર છે?

 

                         પેલો બાવો તેને યાદ આવ્યો. જેણે તેને શીશી આપી હતી. એ એક જ વ્યક્તિ આ બધા જવાબ આપી શકે એમ હતો. નિખિલ બેગ લઈ ઝડપથી મંદિરની બ્હાર ગયો. મંદિરના પ્રાંગમાં ૯ ફૂટ ઊંચું ઘાસ ઉગયુ હતુ. એમ લાગ્યું જાણે આટલા વર્ષોની વૃદ્ધિ રોકી રાખ્યા બાદ અચાનક ઘાસ ફાટી નીકળ્યું હોય. જે વેરાન મેદાન હતુએ હરિયાળુ-લીલુછમ બની ગયુ હતુ અને મોટા પરિપક્વ વૃક્ષ ઊભા જોવા મળી રહ્યા હતા. નિખિલ અજબ રીતે એકાએક ઊભી થયેલી શ્રુષ્ટિ જોઈને આભા બની ગયો હતો. તે પેલા બાવાને શોધી રહ્યો હતો, સાથે સાથે આ વિસ્તારનું અનુપમ લાવણ્ય નિહાળી રહ્યો હતો. પેલો બાવો જ્યાં બેશી જમ્યો હતોએ તરફ નિખિલ તેને શોધવા ગયો. ત્યાં કોઈ ન હતુ એ પછી મંદિરની કોટની બ્હાર આસપાસ જોયુત્યાં પણ એ બાવો ન હતો.

 

                         નિખિલ પાછો મંદિર આવ્યો. મંદિર પાછળ નાનુ ચોગાન હતુ, એ તરફ પણ ક્યાંય બાવો મળ્યો નહી. ચોગાનથી આગળ જાડી-ઝાંખરા હતા. ત્યાથી ધોધ તરફ જવાનો માર્ગ દેખાય રહ્યો હતો. ત્યાં જવાય એમ હતુ. તે એ તરફ ચાલવા લાગ્યો. જાડી-ઝાંખરા આગળ તે ઊભો રહી ગયો. હવે, તે બાવાની ખોજ કરતા થાકી ગયો હતો. તે હતાશ થઈ ગયો હતો. કંટાળીને તેણે પાછા ફરવાનો નિર્ણય કર્યો. તેના કપડાં ભીના થયા હતા. ત્યાં જાડી-ઝાંખરાંમાં જ કપડાં બદલવું તેને અનુકૂળ લાગ્યું. તેણે તેના સ્પોર્ટ્સ શૂઝ ઉતાર્યા. પગના મોજા કાઢી નિતાર્યા. બાદ તેની ટીશર્ટ, કેપરી અને અંડરવેર ઉતાર્યો. એક પછી એક કપડાં નિતારી, તે વૃક્ષની નીચી ડાળ પર મૂકી રહ્યો હતો. તેનું શરીર ચુસ્ત અને ધોળું હતું. છાતી અને ખભાના આકાર મજબૂત અને અત્યંત ઉત્તેજક લાગતાં. છાતી વચ્ચેથી ડૂંટી સુધી વાળની કેડી જતી હતી. બાકીના પ્રદેશ પર જરાક-જરાક વાળ હતા. અત્યારે તેના દેહ પર કોઈ આવરણ ન હતું. તે ટુવાલ વતી શરીર લૂછી રહ્યો હતો. પશ્ચાદભૂમિકામાં ધોધના પાણીનો ધ્વનિ આવી રહ્યો હતો અને પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. પગ લૂંછવા તે કમરેથી નીચે વળ્યો. ત્યારે પાછળ જાડી-ઝાંખરાંમાં કશોક સંચાર થયો. તેની અનુભૂતિ તેને તરત થઈ. તે સીધો ઊભો રહી સતેજ બન્યો, પછી ફટાફટ બેગમાંથી કપડાં નિકળવા લાગ્યો.

 

                         તે તેના શરીર પર પેન્ટ ચઢાવી રહ્યો હતો ત્યારે એકાએક જાડી-ઝાંખરા તરફથી અત્યંત વેગથી પવનની માફક દોડતુ કોઈક આવ્યુ. નિખિલ પાછળ ફર્યો, યુવાન ક્ષણિકમાં તેની નજીક આવી તેના પગમાં પડ્યો.

આભારપ્રભુજી!યુવાન બોલ્યો. એણે નિખિલના પગ પકડી લીધા. નિખિલને ધ્રાસકો પડ્યો. તે લગભગ પડી જાત, તેણે બાજુમાં જે વૃક્ષ હતું એનો ટેકો લઈ પોતાને પડતાં રોક્યો.

ઓય...ઓય પગ છોડ મારા...!પેન્ટ પકડી રાખી નિખિલ બોલ્યો.

પ્રભુજી તમારો આભારતમે મને આઝાદ કરી દીધો.કહી તે યુવાન નિખિલના પગ ચૂમવા લાગ્યો.

અરરેછોડ મારા પગ! ઊભો થા...નિખિલ એને હટાવતા બોલ્યો.

 

                         એ યુવાન ઊભો થયો. કૃતજ્ઞતાથી હાથ જોડી તે નિખિલ સામે ઊભો રહ્યો. નિખિલ અડધો નગ્ન ઊભો હતો. તે અવળો ફર્યો, પેન્ટનું બટન બંધ કર્યું. પાછો ફરી તે બે ઘડી એને જોઈ રહ્યો. તેણે એ યુવાનને પહેલા જોયો હોય એવુ લાગી રહ્યુ હતુ.

મેં તને જોયો છે ક્યાંય?” નિખિલે પૂછ્યુ. એ યુવાન મરક-મરક હસવા લાગ્યો. ક્યાં જોયો છે?’ નિખિલ યાદ કરવા લાગ્યો. થોડીવાર રહી એ યુવાન બોલ્યો:તમારી સાથે તોછડાઈ કરી એ માટે હું દિલગીર છુમને માફ કરો.

કઈ વાત કરે છે ભાઈ તુઅને કોણ છો તુ?” બેગમાંથી ટીશર્ટ કાઢી, ઝાટકતા તે બોલ્યો.

મારૂ નામ વિદ્યૂત પંડિત છે. તમને માનવામાં નહી આવે પરંતુ બપોરે જે બાવો તમને મળ્યોએ હું જ હતો.એ યુવાન બોલ્યો.

તેણે ટીશર્ટ પહેરી, તે યુવક એને જોઈ રહ્યો: એમ કેવી રીતે બનેએ બાવો ખૂબ જ બુઝુર્ગ લાગતો હતો.

બસએનોસ્તો હું આભાર માનુ છુઆ વિસ્તારઆ જગ્યાઆ મંદિર અત્યારે જેવુ છે એવુ પહેલા નતુ. ચાર સો વર્ષથી આ જગા ઉજ્જડ-નિર્જીવ બની ગઈ હતી. આજે તમારા ઉપકારથી આ શાપિત જગા ફરીથી વૃદ્ધિમય અને રળિયામણી બની છે...

હા પણ મને શરૂથી જણાવશો શું થયુ હતુ અહીંયા અને તમે બુઝુર્ગથી આટલા યુવાન કેવી રીતે થયા?” નિખિલે બુટ પહેરતા પૂછ્યું.

 

એક ઇતિહાસ પોળોના જંગલનો

 

                         “હું તમને માંડીને વાત કહુંઆજથી ચાર સો વર્ષ પહેલા અહી જંગલ ન હતું. એક વસ્તી હતી. ધીમે ધીમે વસ્તી વધી રહી અને એક નાનું ગામ વસ્યું. નદીની પાસે વસેલું નાનું ગામ. છતાં, અહીના મૂળ લોકો પોતાને વસ્તીના લોકોથી જ ઓળખાવતા. આ જે મોટુ ભવ્ય મંદિર તમે જોઈ રહ્યા છોતે સમયે એ ન હતુ. તે સમયે આ એક નાનુ મંદિર હતુ. આ મંદિરમાં નટરાજની ભવ્ય મુર્તિ પત્થરથી કોતરણી કરી બનાવામાં આવી હતી.વિદ્યૂતે વાત માંડી. નિખિલ ભીના કપડાં ડાળ પર જ રહેવા દઈ બેગ લઈ, વિદ્યુત સાથે મંદિર તરફ ચાલવા લાગ્યો.

 

                         “એ સમયે જીવરામ પંડિત મંદિરના પૂજારી હતા. તેમને અને તેમની પત્નીને દેવમારુ અને નાનક નામના બે પુત્રો હતા. જીવરામ પૂજારીની ઉંમર થઈ ચૂકી હતી. વધતી જતી ઉંમર અને કથળતી તબિયતના કારણે તેમણે મંદિરનુ પૂજારી પદ મોટા દીકરા દેવમારુને સોંપયુ. જીવરામ પંડિત દેવમારુને પુજા તથા અન્ય મહોત્સવ અંગે મંદિરના કાર્યક્રમનુ માર્ગદર્શન પૂરું પાડતા. ત્રણ વર્ષ બાદ દેવમારુ ૨૦ વર્ષનો થયો. આ સમયમાં તેણે પિતા પાસેથી મંદિરનુ સમગ્ર સંચાલન શીખી લીધુ હતુ અને આગળ પોતાની સુજબૂજથી મંદિરમાં શું શું ફેરફાર કરવાના રહેશેએની યોજના પણ બનાવી લીધી હતી. જીવરામ પંડિત તેમની જિંદગીના છેલ્લા શ્વાસો ગણી રહ્યા હતા. જતા-જતા તેમણે દેવમારુને સલાહ આપતા ગયા: દીકરાનાનકો તારાથી નાનો છેતારો નાનો ભાઈ છે. એનામાં બુદ્ધિ ઓછી છે તારા કરતા. મારા પછી તુ એનો વાલી છેતુ નો માર્ગદર્શક ઈશ. મને વચન આપ તુ ક્યારેય એના પર ક્રોધ નહી કરુ.દેવમારુએ વચન આપ્યુ. જીવરામ પંડીતે હસતા મોએ પોતાના છેલ્લા શ્વાસ છોડ્યા.

 

                         બીજે દિવસે અગ્નિ સંસ્કારની તૈયારી શરૂ થઈ. વિધિવત રીતે જીવરામ પંડીતની મૃત્યુનૂન પૂરી કરવામાં આવી. એ પછી દેવમારુ મંદિરનુ સમગ્ર કાર્ય સંભાળતો. એ સાથે તે નાનકને પણ પંડિતાઈ શીખવતો. પિતાના મૃત્યુના એક વર્ષ બાદ દેવમારુની માતાએ પણ જગતમાંથી વિદાય લીધી. માતા-પિતાની મૃત્યુ બન્ને ભાઈ માટે આકરી બની ગઈ. જગતમાં બેઉ રઘવાયા થયા. દેવમારુ હરિભક્તિમાં તલ્લીન રહેતો. આ તરફ નાનક અંદર ને અંદર રિબાયા કરતો. મા-બાપના જવાનુ દુખ તે સાંખી શકતો ન હતો. તે ખૂબ જ એકલો પડી ગયો હતો. બે વર્ષ બાદ દેવમારુના લગ્ન લેવાયા. તેની પત્નીનુ નામ તોરલદેવી હતુ. લગ્નના ત્રણ વર્ષ બાદ દેવમારુની પત્નીએ માતૃત્વ ધારણ કર્યુ. દેવમારુના ઘરે પુત્રનો જન્મ થયો. વર્ષો બાદ ખુશી ઘર આંગણે આવીએ દિવસે સમગ્ર વસ્તીને દેવમારુએ પોતાના ઘરે જમવા આમંત્રણ આપ્યુ.

 

                         એ પછીના ચાર વર્ષ બાદ દેવમારુએ તેના પુત્રને ગુરુ ચંદ્રકની વિદ્યાપીઠ ભણવા મોકલી દીધો. ગામમાં વસાહત વધી હતી. બ્હારથી લોકો ત્યાં રહેવા આવવા લાગ્યા હતા. ગામના મોટા ભાગના લોકો મંદિરમાં પુજા સમયે હાજર રહેતા. દેવમારુ મંદિરનુ સમારકામ શરૂ કર્યુ હતુ. મંદિરમાં જે નટરાજની મુર્તિ હતીએ અનન્ય લાગતી. જેથી દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા. દેવમારુનો મોટા ભાગનો સમય મંદિરમાં પસાર થતો.

 

                         નાનકને પંડિતાઈમાં રસ ન હતો. તેને પ્રાણીઓના શિકાર કરવામાં રસ હતો પણ પોતાની આ ઈચ્છા તે કદી દેવમારુ આગળ રજૂ ન કરી શક્યો. નાનક દેવમારુને ખૂબ આદર આપતો અને તેની આજ્ઞાનુ પાલન કરતો. ઘણીવાર મંદિરના કામમાં રસ ન હોવા ને કારણે તે  ઊંધુ વાળતો. જેનાથી કામ અટક્તુપરંતુ દેવમારુ પિતાને આપેલા વચનના કારણે તેના પર ગુસ્સે ન થતો. પરંતુ એક દિવસ હદ થઈ ગઈ. નાનકે પૂજાના સમયે આરતીની થાળી ખોઈ નાખી. ૧ કલાક બાદ જૂની આરતીની થાળી મળી. એ દિવસે જૂની થાળીથી કામ ચલાવુ પડયુ. બન્ને ભાઈ ઘરે ગયા. દેવમારુએ નાનકને ઠપકો આપ્યો:શું કરે છે તુતારુ ધ્યાન ક્યાં હોય છે? નાનક... તને મંદિરમાં કામ કરવુ નથી ગમતુ?”

પણ... નઅ...ક તેની જીભ ન ઉપડી.

શું બોલે છે?” દેવમારુ બોલ્યો.

કઈ નહી.નાનક આગળ બોલી ન શક્યો.

 

                         દેવમારુની પત્ની રસોઈ કરી રહી હતીએ બોલી: દેવરજીને જંગલમાં શિકારી બનવુ છે. શિકાર કરવુ એમને ગમે છે. આ સાંભળી દેવમારુ અચંબિત થઈ ગયો: હેં...આ સાચી વાત છે નાનક?” તે મોં નીચુ કરી ઊભો રહ્યો. દેવમારુ બોલ્યો: શિકાર કરવુ એ આપણા લોહીમાં નથી નાનક, એ જંગલી માણસોની જનાવર વૃતિ છે. આપણે એમના જેવુ નો થવાય.

મોટાભામારુ મન નથી ચોંટતુ ત્યાંમને સદાયને એકલુ લાગે છે મંદિરમાં... મારુ ચિત્ત નથી બેશતુ ત્યાં... તેના ગળામાં ડચૂરો બંધાયો.

તારા ચિત્તમાં ઈશ્વર બેઠો છેશું ગાંડાયા કાઢે છે!!!દેવમારુ ગુસ્સે થઈ બોલ્યો.

“તમે શાંતિથી વાત કરો.” તોરલદેવી બોલ્યા.

“આને શેનું ભૂત વળગ્યું છે? કેમ આ આમ કરે છે?”

“કીધું તો ખરી. હવે વઢસો નહીં એમને તમે.” તોરલદેવી દેવમારુને શાંત પાડતા બોલ્યા.

મારા ઈશ્વરે મારી મરજી મને સોંપી છેઅને હું શિકારી બનવા માંગુ છુ. તેમ છતાં મોટાભા મારા તમામ નિર્ણયો તમારે લેવાના રહેશે. તે દેવમારુના પગે પડી ગયો, પછી ઉમેર્યું:”તમે ક્યો એ કરીશ હું.” બે ક્ષણ દેવમારુ ઊભો રહ્યોપછી ચૂપચાપ ઘરની બ્હાર ચાલ્યો ગયો. તોરલ તેની સામે જોઈ રહી અને બોલી:તમે ખોટુ ન લગાડશો દેવરજીએમને શું તમારી થોડી ચિંતા થાય ને એટલેતમે તમારે કરો. જે કરવુ ગમે એ. એમણે નહી બોલે. બસધ્યાન રાખજો તમારુ.

જી ભાભી.સ્મિત સાથે નાનક બોલ્યો.

 

                         ત્યારબાદ નાનક દર અઠવાડીયા-પંદર દિવસે શિકાર પર જતો. શિકાર કરેલા પ્રાણીનુ માંસ વેચી પૈસા કમાતો. દેવમારુને તેની ફિકર રહેતી. એક પંડીતનો પુત્ર થઈને નાનક આવુ કામ કરી રહ્યો હતોએ તેને જરાય પસંદ ન હતુ. પ્રાણીઓનો આ વ્યવસાય તેને ન હતો ગમતો પરંતુ તે નાનકને રોકતો ન હતોકારણ તેની પત્ની તેને એમ કરતા રોકી રહી હતી. દેવમારુ સવારથી સાંજ સુધી મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરતો. ગામલોક કોઈ ઉપવાસની અનુસૂચિ મેળવવા અથવા ઘરમાં પાઠ બેસાડવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિષે માહિતી મેળવવા આવતા. બીજા કેટલાક ભક્તજનો પુરાણ સાંભળવા મંદિર આવતા. દેવમારુ પુરાણ વાંચી સંભળાવતો અને તેનો ઉપપાઠ પણ આપતો. ઘરે નાનક તેના શસ્ત્રોનો અભ્યાસ કરતો. તોરલ ઘરના કામમાં વ્યસ્ત રહેતી. રાત્રે ઘરે આવી દેવમારુ ભોળાની ભક્તિમાં લીન રહેતો. ધ્યાનમાં જતો રહેતો અથવા શિવનામ જપયા કરતો. પુત્રના જન્મ બાદ તોરલ સાથેના સાંસારિક જીવનમાં જાણે તેને રસ ઊડી ગયો હતો. તે તોરલ સાથે કામ પૂરતો જ વાર્તાલાપ કરતો. તેમની વચ્ચે કોઈ શારીરીક કે આત્મીય નિકટતા ન હતી.

 

                         અષાઢ મહિનાની એક સાંજ હતી. નાનક બ્હાર આંગણામાં બેશી, તેના શસ્ત્રો તેજ કરી રહ્યો હતો. તેઓએ બે ગાય અને એક બકરી પાળી હતી, જેના માટે વાડામાં તબેલો બનાવ્યો હતો. તબેલાની દીવાલે તોરલ છાણાં થાપી રહી હતી. દીવાલ ઉપરના ભાગ તરફ છાણાં થાપવા માટે એની ઊંચાઈ ઓછી પડતી હતી. માટે એ પાનીના આગળના ભાગે ઊંચી થતી. ઉપર ઉઠતા તેની કમરમાં ખોસેલો એનો પાલવ નીકળી જતો અને પાલવ પાછળ રહેલુ એનુ બદન છતુ થતુ. છાણુ થાપ્યા બાદ તે પાછો પાલવ કમરમાં ખોસતી અને છાણાં થાપવાનુ ચાલુ રાખતી. આવુ ચાર વાર બન્યુ. નાનકની નજર એ તરફ મંડરાઇ. તે કેમેય કરીને ત્યાંથી ધ્યાન બીજી તરફ દોરવા માંગતો હતો પરંતુ તોરલના ઉત્તેજિત કરતા પરિપક્વ બદન પરથી એની નજર ખસતી ન હતી. નાનકને એમ ત્યાં એવી રીતે તોરલને જોઈ રહેતા પોતાના પર ચીડ ચઢી. તે અંદર ચાલ્યો ગયો.

 

                         બીજે દિવસે સવારે વહેલા તે શિકાર માટે નીકળી ગયો. સાંજે છ વાગતા ઘરે આવ્યો. આજે તેણે દીપડાનો શિકાર કર્યો હતો અને જંગલમાંથી ઝેરી સાપ પકડી લાવ્યો હતો. નાનકના કપડા પર લોહી ચોંટયુ હતુએ જે કોથળામાં દીપડાને વીંટી લાવ્યો હતો, એમાંથી લોહીના ટીપા પડી રહ્યા હતા. તબેલામાં કોથળો મૂકી તે ઘરમાં ગયો. તેના પગે દીપડાનો પંજો વાગ્યો હતો. ઘૂંટણની નીચે દીપડાએ નખ ખોસ્યા હતા. જેથી તેની ચામડી ચીરાઈ હતી અને એમાંથી લોહી નીકળ્યુ હતુ. તે જમીન પર બેશી ગયો અને ગુપ્તી વડે પાયજામો ચીરવા લાગ્યો. લોહી જામ થઈ ચૂક્યુ હતુ. ઘણુ લોહી વહી ગયુ હશે એવુ દેખાઈ પડતુ હતુ. તે ઘાવ પર કોરુ કપડુ ફેરવવા લાગ્યો. તેનો પગ પાયજામામાંથી નીકળવો મુશ્કેલ હતો. માટે તેણે કમરના ભાગમાંથી પાયજામામાં લાંબો ચીરો કરી પગ બ્હાર કાઢ્યો. એટલામાં બ્હારથી તોરલ આવી. નાનકને આવી અવસ્થામાં જોઈ એ હેબતાઈ ગઈએ નાનક પાસે આવી:

હે...મા! આ શું થયુ તમને?”

કઈ નહીદીપડાનો પંજો વાગ્યો છે.નાનક બોલ્યો.

તમને ના પાડી હતી ને શિકાર કરવાનુ મૂકી દોપણ તમે કોઇનુ સાંભળતા જ નથી. કહી તોરલ ચૂલા પર વાસણ મૂકી હળદર અને દૂધનો મલમ બનાવા લાગી.

ભાભીઆવુ બધુ ચાલ્યા કરે. તમે એટલા બધા અતિરેકમાં ન આવશો.

શું અતિરેકમાં ન આવશો? આમકાઇ હોતુ હશે? તમારા ભાઈ ને ખબર પડશે ત્યારે?” થોડીવાર બાદ તોરલ જાડા લૂગડાથી વાસણ પકડી લાવી.

ના ભાભી. મોટાભાને ખબર ન પડવી જોઈએ.નાનક બોલ્યો. તોરલ કાપડનો એક બાજુનો ભાગ પાણીથી ભીનો કરી ઘાવ સાફ કરવા લાગી.

ડચકરા બોલાવતી: અરરે...રેજોવો તો ખરા કેવુ વાગ્યુ છે.

 

                         ઇજા વાળો ભાગ સાફ કર્યા બાદ તોરલ તેના પર મલમ લગાવા લાગી. ગરમ હળદર ઘાવ પર ચોંટવાના લીધે નાનક બરાડી ઉઠ્યો અને પગ ખેંચી લીધો. તોરલે પગ પકડી રાખ્યોનાનક તેને જોઈ રહ્યો. મલમ ચીપકાવ્યા બાદ તોરલ ઝખમ પર ફૂંક મારવા લાગી. ત્યારબાદ એના પર પાટો બાંધી આપ્યો. નાનક અર્ધનગ્ન અવસ્થામાં બેઠો હતો. મર્યાદાનુ ભાન રાખતા તોરલ તેને વસ્ત્ર આપી બ્હાર જતી રહી. નાનક વસ્ત્ર બદલી હાથ-મોં ધોવા બ્હાર ગયો. તોરલ તબેલામાં ગાયને ચારો નાખવા ગઈ. હાથ-મોં ધોઈ નાનક લંગડાતો ચાલતો એની પાછળ ગયો. તોરલના હાથમાં ચારાનુ તબકડુ હતુ. નાનક ખડકી આગળ ઊભા રહી તોરલની પીઠ જોઈ રહ્યો. તોરલે ને જોયો એટલે બોલી: હજુ પાટો બાંધ્યો જ છેહાલશો નહી થોડીવાર, આરામ કરો.

નથી કરવો આરામ.નાનક બોલ્યો અને અંદર પ્રવેશ્યો. તોરલ નીચે નમી ગાય આગળ ચારો ઠાલવતી હતી. નાનક એની પાછળ ઊભો રહ્યો. તેણે એની કમર પર હાથ મૂકી પોતાની તરફ ખેંચી. તોરલના હાથમાંથી તબકડુ છટકી ગયુ. નાનકે એને પોતાની તરફ ફેરવી. મૂઢ પ્રાણી ગાય આ બે મનુષ્યોને વિસ્મયકારક નજરે જોઈ રહી.

આ શું કરો છો?...!તોરલ ગભરુ સ્વરમાં બોલી.

શશ્શ્શ્...! તેણે એના હોઠ પર હોઠ મૂકી દીધા.

તોરલ હેબતાઈ ગઈ. કશુ કરવાનુ વિચારે એનાથી ઓછી પળોમાં બધુ એકાએક થઈ ગયુ. છેવટે થોડીવાર રહી તોરલે તેને ધક્કો મારી દૂર કર્યો અને ઘરમાં જતી રહી.

 

*

                         રાત્રિના આંઠસાડા આંઠ વાગ્યા હશે. જમવાનો સમય થયો હતો. તોરલે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો. નાનક તબેલામાં ખાટલો નાખી સૂતો હતો. રોજ જમવાના ટાણે તોરલ નાનકને બોલાવી આવતી. નાનક જમી ને રાત્રે તબેલામાં પડ્યો રહેતો અને ત્યાં જ સૂઈ તો. આજે તોરલ તેને બોલાવા માટે ન ગઈ. એ ખૂબ જ ડઘાઈ ગઈ હતી. તેને નાનકનો ડર લાગી રહ્યો હતો. કેમ અચાનક, નાનકે આવું કર્યું? મર્યાદા ભૂલી ગયો એ? હું તેના મોટાભાઈની અર્ધાંગિની છું. મારી સાથે એવું કરવાની તેની હિમ્મત જ કેવી રીતે થઈ? એમણે આવે એટલે તેની ફરિયાદ કરીશ... ના, ફરિયાદ કરું અને બંને ભાઈ ઝઘડયા તો? આજુબાજુના લોકો શું વિચારશે? નાનક હથિયાર ચલાવમાં પાવરધો છે. એણે તેમને કઈક કરી નાખ્યું તો? જે મારી સાથે આવું કરી શકે તે તેના ભાઈને મારતા થોડી વિચાર કરવાનો. આવા બધા વિચાર તે કરી રહી હતી એ જ ક્ષણે બારણે ટકોરા પડ્યા. એ નીરવ શાંત વાતાવરણમાં બારણાના ટકોરા ખતરારૂપ લાગ્યા. ડરતા-ડરતા ધીમે પગલે તે બારણે ગઈ. ફરીવાર ટકોરા પડ્યા. ફરી શાંત વાતાવરણમાં ભંગ પડ્યો. તેના શ્વાસના હુંકાર તેજ થઈ ગયા. આ વખતે તે બોલી: “કોણ?”

“આ ટાણે રોજ કોણ આવે છે તો પૂછે છે?” બ્હારથી જવાબ આવ્યો. તોરલે દરવાજો ખોલ્યો. એ દેવમારુ હતો. તેને થોડી રાહત થઈ. તેણે જમવાનુ પીરસયુ.

દેવમારુએ પૂછ્યુ: નાનકો ક્યાંએને નથી જમવાનુ?”

એ વાડામાં.તે ટલુ જ બોલી.

સારું. હું એને જમવા બોલાવતો આવુ.કહી દેવમારુ બ્હાર ગયો. તે એને રોકવા ગઈ.

 

                          ડરના કારણે તે આગળ કશું બોલી ન શકી. આશ્ચર્ય અને ભેદની નજરથી એ દેવમારુને જતા જોઈ રહી. હજુ પણ તેના હ્રદયના ધબકારા તેજ હતા. થોડીવાર રહી દેવમારુ પાછો આવ્યોતે જમવા બેઠો.

નથી આવવાના?” ધીમેથી અચકાતાં તે બોલી.

એને ભૂખ નથીકેછે કે ઠીક નથી લાગતુ. એટલે સૂઈ જઉ છુ.

સારુ.કહી તોરલે ભાણું આપ્યુ.

 

                         જમવાનુ પરવારી બન્ને માણા’ સુવા પામ્યા. નાનક તબેલામાં સૂઈ ગયો હતો. રાત્રે મોડા દેવમારુ ગાઢ નીંદરમાં પોંઢતો હતો. ડરના લીધે તોરલને ઊંઘ ન હતી આવી રહી. વારંવાર એના મનમાં સાંજ વાળુ દ્રશ્ય ખડુ થઈ જતુ હતુ. એટલામાં બ્હાર કશાક તીક્ષ્ણ હથિયાર ભટકાવાનો અવાજ આવ્યો. તોરલ બેઠી થઈ. તેનું હ્રદય થડકી ઉઠ્યું. હળવે હળવે તે બારણાં તરફ ચાલવા લાગી. બારણાં વચ્ચેની ચીરીમાંથી તેણે બ્હાર જોયું. વાડામાં નીરવ શાંતિ લાગતી હતી. બ્હાર કોઈ દેખાયું નહીં. તેણે બારણું ખોલ્યું, બ્હાર ડોકિયુ નાખી આજુબાજુ જોયુ. પછી તબેલા તરફ જોયું. રોજ સાંજે તોરલ નાનક માટે પાણીની માટલી ભરી લાવતી. આજે એ ભરવા ન હતી ગઈ. તેની નજર એ માટલી પર પડી. તેને વિચાર આવ્યો જો એને તરસ લાગશે તો શું પીશેકારણ માટલી ખાલી હતી. નાનકને પાણી આપવા એ પ્યાલો ભરી તબેલા તરફ ગઈ.

 

                         તેનુ હ્રદય જોરથી ધબકી રહ્યુ હતુ. ડરના લીધે તેના પેટમાં હળવો દુખાવો ઉપડયો. તેણીએ તબેલાની ખડકીએ ઊભા રહી જોયુ. નાનક સૂઈ ગયો હતો. ધીમે રહી તેણે ખડકી ખોલી, જાળી ખોલવાનો અવાજ થયો, તે અંદર આવી. નાનકની ખાટ નીચે પાણીનો પ્યાલો મૂક્યોઅને પાછી ફરી. નાનકે એનો હાથ પકડ્યો. તોરલ થંભી ગઈ. નાનક ઊભો થયો અને એને પાછળથી જકડી લીધી. આ વખતે તોરલે તેને રોકયો નહી. નાનક એના ગળાનુ રસપાન કરવા લાગ્યો. તોરલ જાણે વર્ષો પછી ઉત્તેજના અનુભવી રહી હોય એમ આંખો બંધ કરી એ ક્ષણમાં ખોવાઈ ગઈ. એ પછી બન્ને એકબીજાના શરીરમાં પરોવાયા. ત્યારબાદ વહેલા પરોઢના તે હળવેથી ઘરમાં જતી રહી.

 

                         રાબેતામુજબ સવારે તોરલ ઘરના કામમાં લાગી ગઈ. કાલે રાત્રે જે થયું એની તેને શરમિંદગી થઈ રહી હતી. પાપની લાગણી તે અનુભવી રહી હતી. દેવમારુને તેણે શિરામણ આપ્યું, બાદ તે મંદિર ચાલ્યો ગયો. સૂર્ય સામે આવતો થયો ત્યારે નાનકની આંખ ઊઘડી. વાડા પાસે લીમડાના જાડ પર કપડાંની થેલીમાં એ લોકો દાંતણ મૂકી રાખતા. નાનક આળસ મરડતો ઊભો થયો અને ત્યાંથી એક દાંતણ લઈ દાંત સાફ કરવા લાગ્યો. સવારે ઊંઘમાંથી જાગ્યા બાદ ક્યારેક પુરુષોના શિશ્નમાં ઉત્થાન થતું હોય છે. વધુ સમય સુધી જીવસુધા સ્ખલિત ન થઈ હોય અથવા વારંવાર તે નીકળી રહેતી હોય ત્યારે આ સ્થિતિ ઊભી થતી હોય છે. નાનકને હજુય ઊંઘ આવી રહી હતી અને તેને ઉત્થાન થઈ રહ્યું હતું. કોગળા કરી તે ઘરમાં ગયો. તોરલે તૈયારી કરી રાખી હતી. તે ની રાહ જોઈ રહી હતી. નાનકે દરવાજો વાસ્યો.

 

*

 

                         એ દિવસોમાં શ્રાવણ માસની તૈયારી ચાલતી હતી. જેથી દેવમારુ મંદિરના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો. તે મહંત હતો. અન્ય સેવક અને સેવિકાઓ સાથે મળી મંદિરના કામ કરતાં, આસપાસના ગામમાં મંદિરની મહાપ્રાર્થના માટે આમંત્રિત કરવા જતાં. બધા સેવકોને આવા બધા કામ માટે તે માર્ગદર્શન આપતો. તે ફક્ત અરધો કલાક બપોરે ઘરે જમવા જતો, તો ક્યારેક ભાથું મંદિરે મંગાવી લેતો. નાનક મોટા ભાગના સમયે ઘરે જ રહેતો. દેવમારુ મંદિરે ચાલ્યો જાય એટલે નાનક-તોરલ કમાડ બંધ કરી પોતાની વાસના સંતોષતા. એ પછી બન્નેનો દરરોજનો ક્રમ બની ગયો. ત્રણેય કાળ બેઉ વ્યભિચાર ભોગવતા. આ વાત વસ્તીમાં ફેલાતા વાર ન લાગી. લોકો વાતો કરવા લાગ્યા. અંતે એક દિવસ દેવમારુના કાન સુધી વાત પહોંચી ગઈ. નાનક અને તોરલ ઘરે એકલા હતા. પ્રભાતકાળમાં આવા સમાચાર મળતાતેનુ મન વ્યથિત થઈ ગયુ. મંદિરનુ સમારકામ ચાલુ હતુ. એ પડતુ મૂકી દેવમારુ ઘર તરફ ભણ્યો. તે ઘરે પહોંચ્યોજોરથી બારણુ ઉઘાડી અંદર આવ્યો.

 

                         તોરલ શાક સમારતી હતી. નાનક તબેલામાં ચામડુ ઉતરડતો હતો. તોરલના ચહેરા પર આશ્ચર્યના અસ્વાભાવિકા ભાવ દેખાઈ પડતા હતા. એ બોલી: આટલા વહેલા જમવા આવી ગયાહજુ તો મેં કશુ નથી બનાવ્યુ.દેવમારુ એની સામે આંખ કાઢી ઊભો રહ્યો. પાણી આપુ તમને?” થોડા ભયાવહ સ્વરે બોલી. દેવમારુના આવા વર્તનની તેને બીક લાગી. કૃત્રિમ સહજતાથી તે યંત્રવત બની ગઈ. નથી પીવુકહી તે ખાટ પર બેશયો. તેમ છતાં તોરલ દેવમારુ માટે પાણી લઈ આવી. નથી પીવુ, ના પાડી ને!દેવમારુ રોષ સાથે બોલ્યો. શું થયુ?” તોરલ બોલી અને જમીન પર બેશી. એણે દેવમારુ આગળ પ્યાલો ધરી રાખ્યો. દેવમારુએ પ્યાલો લઈ હોઠે માંડ્યો. એ જ ક્ષણે તોરલના ગળા પર સોજો ચઢેલા લાલ ભાગ પર તેની નજર પડી. દેવમારુના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે પ્યાલો ફેંક્યો અને ઊભો થઈ બ્હાર જવા લાગ્યો. તોરલ આઘાત પામી. એ બેઠી થઈ, દેવમારુને જતા જોઈ બોલી: શું થયુ છે તમનેઊભા તો રહો...”  તોરલ એની પાછળ ગઈ.

આટલો ગુસ્સો શાનો કરો છો?” તોરલ બારણે ઊભી રહી બોલી.

 

                         દેવમારુ ચપ્પલ પહેરી રહ્યો હતો. તેણે આંખો કાઢી તોરલ તરફ જોયુ. એ સ્તબ્ધ થઈ ગઈ. તે ત્યાંથી નીકળી ગયો. તે એને જતાં જોઈ વિચારવા લાગી તે કેમ ગુસ્સે થયો હશેક્યાંક મનના ખૂણામાંથી એને સંદેશ મળી જ રહ્યો હતો કે કઈ વાતનો ગુસ્સો હોય શકે છેએ ચિંતામય બની ગઈ. ઘરમાં જઈ તે માખણ વલોવવા લાગી. દેવમારુના ગયા બાદ થોડીવાર પછી નાનક આવ્યો. તેણે તોરલની કમર પાછળથી પકડી.

નાનકમને લાગે છે એમને આપણી ખબર પડી ગઈ હશે.તેના હાથ હટાવતા તોરલ બોલી.

કેમ, એવુ લાગે છે?” નાનકે એનુ ડોકુ પોતાના તરફ કર્યુ.

આજેએ મારા પર ગુસ્સે થયા... પાણી પણ ના પીધુ અને પાછા ચાલ્યા ગયા.તોરલ ઉદાસ થઈ બોલી.

અરરે... એમાં એવુ થોડી માની લેવાય, મંદિરના કામની ચિંતા હશે. એટલે ગુસ્સો કર્યો હશે.નાનક બોલ્યો.

પણ મને લાગે છે...

શશ્શ્શ્... મને બધી ખબર છે. ચિંતા નહી.કહી તે તોરલના બદન પર હાથ ફેરવવા લાગ્યો. તોરલને અજુગતિ ચિંતા થઈ રહી હતીપણ એ કશુ બોલી નહી.

 

                         સાંજે દેવમારુ આવ્યો. તેણે નાનકને બોલાવ્યો. તોરલ ગંભીર મુદ્રામાં ચૂલ્હા પાસે બેશી હતી. રોટલો શેકવાનુ એણે બે ઘડી થંભી નાખ્યુ. ચિંતિત થઈ દેવમારુ સામે જોઈ રહી. દેવમારુનો ચહેરો ભાવહીન હતો. નાનક આવ્યો.

 

આવતી કાલે તારે મારી સાથે મંદિર આવવાનુ છેઆવતી કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે, કાલે પ્રથમ સોમવાર છે. મંદિરમાં બહુ કામ છે.દેવમારુ બોલ્યો. નાનક ચૂપચાપ ઊભો રહ્યોતેની સામે જોઈ રહ્યો.

બરાબર?” તેની સામે જોઈ દેવમારુએ પૂછ્યુ.

હા, હા... બરાબર.ખચકાટ સાથે નાનક બોલ્યો.

સારુ.દેવમારુ બોલ્યો. બન્ને ભાઈ જમવા બેશયા. તોરલે જમવાનુ પીરશ્યુ. જમી ને નાનક તબેલામાં સુવા જતો રહ્યો.

 

                         બીજા દિવસે સવારે બન્ને ભાઈ મંદિરે ગયા. દેવમારુ નટરાજની મુર્તિ ધોવા લાગ્યો તેણે નાનકને દીવાલો ધોવા કહ્યુ. બન્ને ભાઈ કામે વળગ્યા. દેવમારુની યોજના એવી હતી કે મંદિરની બ્હાર પ્રથમ દ્વાર મુકાવવો હતો. એ પછી પ્રાંગણએનાથી આગળ મુખ્ય મંદિર. મંદિરની જમણી બાજુ નદી વહેતી હતી. જેમાં મોટો ખડક હતો. એ ખડક મંદિરની પાછળ તરફ પડતો હતો. મુખ્ય મંદિરમાં રુદ્રગ્નિ ૧૨ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવાની હતી. એની પાછળ નાની પરસાળએ પછી મંદિરનો અંતનો ભાગ જ્યાં શિવની પ્રતિમા આગળ ભજન-કીર્તન કરવા વસ્તીના લોકો બેશી શકે એટલી જગ્યા બનાવવી હતી. એથી આગળ જાળીવાળો દ્વાર બનવાનો હતો. એ દ્વારથી નદીની મધ્ય સુધી જઇ શકાય એવો માર્ગ રાખવાનો હતો. માર્ગની આગળ મોટી લંબચોરસ ખાળની રચના કરવાની હતી. જેની મધ્યમાં જમીન સ્થાપિત કરવાની હતી. એ જમીન પર ભોળાનાથનુ મહાશિવલિંગ ખડુ કરવાનુ હતુ.



(જૂના મંદિરની કાલ્પનિક રચના)


                           આ યોજનામાં મંદિરનો પ્રથમ દ્વાર ઊભો થઈ ગયો હતો. રુદ્રગ્નિ ૧૨ફૂટ ઊંચી પ્રતિમા બની રહી હતી. એ પછીનુ બધુ બાકી હતુ. અત્યારે પરસાળ બનાવા માટે ઉબડ ખાબડ રસ્તાને સાફ કરવાનુ કામ ચાલી રહ્યુ હતુ. સાંજે આરતી માટે ગામ પરગામથી લોકો આવવાના હતા. માટે મંદિરને સજાવાનુ કામ પણ દેવમારુએ માંડ્યુ હતુ. તેની સાથે નાનક પણ લાગ્યો હતો. મધ્યાહન ભોજનનો સમય થયો. પરસાળના માર્ગ માટે જમીન ખોદી રહેલા મજૂરોએ જમવા માટે વિરામ લીધો. ઘણુ બધુ કામ બાકી હતુ. બન્ને ભાઈ કામે વળગેલા રહ્યા. ઘરે જમવા જવાનું નામ એકેયે લીધુ નહી. છેવટે બે વાગતા તોરલ બન્ને માટે મંદિરે ભાથુ લઈ આવી. બન્ને જમવા બેશયા.

 

આજે તો બોવ વ્યસ્ત હતાશું કરતા હતા સવારના?” તોરલે પૂછ્યુ.

અમારા લૂઘડા જોઈ શું લાગે છે તનેઅમે આયાં જમીન પર આળોટતા હતાકામ કરતા હતા બીજુ શું?” દેવમારુ તતડાઈને બોલ્યો. તોરલ ચૂપ થઈ ગઈ. દેવમારુ ઝડપથી ખાઈ રહ્યો હતો. નાનક ચૂપચાપ જોઈ રહ્યો.

તમે જમ્યા ભાભી?” નાનકે પૂછ્યુ. તોરલે ડોકુ ધૂણાવી હા પાડી. દેવમારુએ ફટાફટ જમવાનુ પતાવ્યુ. થોડીવાર પછી નાનકે પણ જમવાનુ પૂરુ કર્યુ. બન્ને ભાઈ પાછા કામે લાગ્યા.

 

                         દેવમારુએ મંદિરની દીવાલ ફરતે તોરણ લગાવાનુ શરૂ કર્યુ. નાનકના હાથમાં તોરણનુ બંડલ હતુ. દેવમારુ મંદિરની દીવાલ પર ચઢી તોરણ બાંધી રહ્યો હતો. મારૂ કાંઈ કામ હોય તોહું રોકાઈ જાઉ?” જતા-જતા તોરલ બોલી. ના...! તુ ઘરે જા.દેવમારુએ સાફ સાફ કહી દીધુ. નાનક પશ્ચાદભૂમિમાં ઊભો ઊભો જોઈ રહ્યો હતો. તોરલ જતી રહી. સાંજ સુધીમાં મોટા ભાગનુ કામ બન્નેએ પતાવી નાખ્યુ. પૂજાનો સમય થયો. આરતી માટે વસ્તીના લોકો આવવા લાગ્યા હતા. નાનક-દેવમારુએ પૂજાની તૈયારી શરૂ કરી. મંદિરના ખૂણે-ખૂણે મશાલો સળગાવી હતી. મૂર્તિની આસપાસ અને મંદિરના પગથિયા પર સુંદર દીવા પ્રગટાવ્યા હતા. આરતીના ઢોલ-નગારા શરૂ થયા. બહુ બધા લોકો ભેગા થઈ ગયા હતા.

 

                         તોરલ સ્નાન કરીને પુજા માટે આવી હતી. એણે ભીના કેશ ડાબી બાજુ આગળ રાખ્યા હતા. હાથમાં મોગરાનો હાર પહેર્યો હતો. નવી ભાતની સફેદ રંગની સુંદર સાડી પહેરી હતી. માથે સિંદુર લગાવ્યુ હતુ. ના ગળામાં લટકતા મંગલસૂત્ર સાથે કપાળમાં શોભતો કાળો ચાંદલો મનમોહક લાગી રહ્યો હતો. સફેદ વસ્ત્ર પર મંગલસૂત્રની કાળી દોરીએ ગજબ સંયોજન ઊભું કર્યું હતું. જ્યારે પુજા માટે એણે માથે પાલવ ઓઢયો ત્યારે એના રૂપની ખુશ્બુ હવામાં ભળી ગઈ. કાજળ લગાવેલી એની કાળી મોટી આંખોમાં આરતીની જ્યોતનુ પ્રતિબિંબ માયાળુ લાગી રહ્યુતુ. એના ચહેરા પર પડતુ જ્યોતનુ પ્રાગટ્ય અને બાજુમાં લગાવેલ મશાલનો પ્રકાશ એના રૂપને કઈક વધારે જ તેજ પાય રહ્યુ હતુ. મંદિરમાં તે પ્રવેશી રહી હતી, ત્યારે તે ધ્યાનનું કેન્દ્ર બની ગઈ. પુરુષ-સ્ત્રી કક્ષમાં બધાને પ્રશ્ન એક જ થયો કે મૂર્તિની પુજા કરવાની છે કે તોરલની? કેટલાક તો તેના દર્શનથી જ પ્રસન્ન થઈ ગયા હતા. તે સ્ત્રીઓના કક્ષ તરફ મોખરે ઊભી રહી. દેવમારુ મૂર્તિના ઓરડામાં હતો. તેના હાથમાં દૂધ અભિષેક કરવાની સુરાહી હતી. શિવ આરતી શરૂ થઈ. તેની પાછળ ઉભેલા ચાર ઉપાસકોએ ઢોલ-નગારા સાથે સૂર પુરાવ્યા.

 

                         નાનક પુરુષોના ટોળામાં ઊભો હતો. તોરલનો આવો અવતાર જોઈ, એના રૂપને માણવાની ઈચ્છા તેને થઈ. તે તોરલને ઈશારો કરી બોલાવા માંગતો હતો. પરંતુ તોરલ આરતીમાં મશગુલ હતુ. એનુ ધ્યાન નાનક પર ન ગયુ. ડાબી બાજુ જ્યાં પુરુષો ઊભા હતાએ તરફ ઘંટનાદ થઈ રહ્યો હતો. સ્ત્રીઓના કક્ષ તરફ પણ ઘંટ લગાવેલો રહેતો હતો પરંતુ આજે ઉતાવળમાં લગાવાનુ રહી ગયુ હતુ. મૂર્તિવાળા ઓરડામાં અંદર ઘંટ પડ્યો હતો. નાનકને એ તરફ જવાનુ બહાનુ મળી ગયુ. નાનક ઘંટ લઈ સ્ત્રીઓના કક્ષ તરફ લગાવી આવ્યો અને તોરલના કાનમાં કશુક કહી આવ્યો. નાનક પુરુષોના કક્ષ તરફ પાછો આવ્યો. તોરલ તેને જોઈ રહી. નાનકે બાજુમાં ઉભેલા છોકરાના હાથમાંથી શંખ લઈ લીધો અને આરતીમાં સૂર પુરાવ્યો. તોરલ શૂન્યમનસ્ક બની તેને જોઈ રહી. આરતીના શબ્દો તેના હોઠ પર રમી રહ્યા હતા.

 

                         નાનકે છોકરાને શંખ પાછો આપ્યો. તેણે તોરલને આંખોથી ઈશારો કર્યો. તોરલે મોઢુ નકારી ના પાડી. બે ઘડી તોરલની સામે જોઈ રહ્યો અને પછી મંદિરની પાછળ તરફ ચાલવા લાગ્યો. ના પાડવા છતાં નાનક મંદિર પાછળ જતો રહ્યો. તે ની રાહ જોતો હશે, એટલે મળવા જઉ કે નહીતોરલ વિચારવા લાગી. તેણે જવાનો નિર્ણય કર્યો. થોડીવાર બાદ  ધીમેથી તે મંદિરની પાછળ તરફ ચાલવા લાગી. દેવમારુએ એને જતા જોઈ. નાનક પણ તેને ન દેખાયો. તેણે એ તરફ ધ્યાન ન દોર્યુ. તે આરતીમાં તલ્લીન થઈ ગયો. મંદિરની પાછળ જ્યાં મોટો ખડક આવેલો હતો. નાનક એ ખડકના ટેકે તોરલની વાટ જોતો હતો.

 

                         મંદિર પાછળ ખૂબ જ અંધારું હતુ, નાનકને શોધતા એ સીધી જઈ રહી હતી. ચાલતા ચાલતા ખડકથી આગળ નીકળી ગઈ. નાનકે એનો હાથ પકડી પાછી ખેંચી, પોતાની નજીક લાવી.

આરતી ચાલે છે, આ સમય છે આમ મળવાનો?

“મારી આંખોથી તું પોતાને જો, આ જ શ્રેષ્ઠ સમય છે તને મળવાનો.” કહી તે એના હાથ પર બાંધેલા મોગરાના હારની ખુશ્બુ લેવા લાગ્યોએના હાથને ચૂમવા લાગ્યો.

ખરેખર, આજે મંદિરમાં આવતા તને જોઈ, જાણે કોઈ જલપરી પાણીમાંથી નીકળી હોય ભીના કેશ સાથે એવું લાગ્યું. તારા સ્તન આ સાડીમાં કેટલા આકર્ષક લાગે છે! તારા હોઠ પણ... હે ભગવાન તારા હોઠ...!” તોરલને પત્થરની ભીંસમાં લઈ તે એના હોઠનું રસપાન કરવા લાગ્યો. એક તરફ પુજા ચાલી રહી હતીતો આ તરફ પ્રેમક્રિયા. બાજુમાં ખળખળ નદી વહી રહી હતી. ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. આ બે જણ એકબીજાના શરીરમાં પરોવાઈ ઉષ્મા મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારબાદ મંદિરમાંથી એકનાદનો સળંગ ધ્વનિ આવતો શરૂ થયો. બન્ને એકા એક રોકાયાથંભી ગયા. પછી ઝડપથી એકબીજાને પ્રેમ આપવા લાગ્યા. (આરતીના અંત ભાગમાં એકનાદનો ધ્વનિ છૂટતો) થોડીવાર બાદ તોરલ પાછી મંદિર આવી. એની વિરુદ્ધ દિશામાંથી હોઠ પર રૂમાલ રાખી નાનક આવતો દેખાયો. પુજા પૂરી થઈ. દેવમારુ કઈ બોલ્યો નહી. ત્રણેય ઘરે આવ્યા અને ભોજન કરવા બેઠા.

 

                         નાનકથી સરખું જમી શકાયું નહીં. કોળિયો હોઠે અડતા તેને પીડા થઈ રહી હતી. હોઠની જમણી કિનારીએ અને તેની આસપાસની ચામડી પર લાલ ચકામું પડી ગયું હતું. હોઠમાંથી લોહી નિકળ્યું હશે. મંદિર પાછળ વ્યાભિચાર કરતી વખતે આ ઇજા પહોંચી હતી. તોરલે એકનાદનો ધ્વનિ સાંભળ્યો હતો અને પછી બીકના મારે ઉતાવળે ક્રિયા પતાવા જતાં નાનકના હોઠે બચકું ભરાઈ ગયું હતું. નાનકને ત્યારે પીડાનો અનુભવ થયો હતો પણ તે અત્યંત એની નજીક હતો. તેના બંને હાથ તોરલની કમર પાછળ લપાયા હતા. બંનેના શરીર એકમેકને ચોંટી ગયા હતા. આ સમાગમમાં સામાન્યત: વ્યક્તિ એક ઉદ્દેશ્ય ધારી શકે, ઉત્થાન. મોક્ષનું પ્રથમ પગથિયું. આ એવી અવસ્થા છે જેમાં શરીર નિજાનંદ માટે તે પ્રક્રિયામાં જોડાય છે. ડર, ક્રોધ, પીડા, વ્યગ્રતા, અફસોસ, શોક, સંતાપ, આફત, ગ્લાનિ, તાપ, થાક, વિષાદ, રંજ, અવસાદ બધા ભાવ નિર્માલ્ય થઈ જાય છે. ફક્ત એક ભાવ રહે છે નિક્ષેપ. આત્મની ઊર્મિનો નિક્ષેપ, પ્રાકૃતિક સ્ખલનનો નિક્ષેપ. નાનકનું મન અને શરીર નિક્ષેપણ પર કેન્દ્રિત કર્યું હતું, જેથી તેને એ ક્ષણે હોઠ પર પીડાનું સંવેદન ન થયું.

 

                         જમ્યા બાદ દેવમારુ-તોરલ સૂઈ ગયા. નાનક તબેલામાં જતો રહ્યો. અરધી રાત્રે તક જોઈ તોરલ ધીમે રહી બારણુ ખોલી બ્હાર નીકળી. નાનકે પૂર્વતૈયારી કરી રાખી હોય એમ લાગી રહ્યુ હતુ. દોરડા વડે તેણે તોરલના હાથ ખાટ સાથે બાંધ્યા. બન્ને પોતાના સંવેગો વ્યક્ત કરવા લાગ્યા. દેવમારુની આંખ ખૂલી. પથારીમાં બાજુમાં તોરલ ન દેખાતા તે બ્હાર તરફ ગયો. તબેલામાંથી ઇંદ્રિયજન્ય ઉત્તેજક અવાજો આવતા હતા. દેવમારુ ઘરનો વાડો વટી બ્હાર ગયો. વાડાની જાળી ઉઘડવાનો અવાજ આવતા બન્ને ચેતી ગયા. નાનકે એના હાથ ખોલ્યા. તોરલે વસ્ત્ર સરખા કર્યા ન કર્યા ઝડપથી વાડામાં આવી. ખડકીથી તે દેવમારુને દૂર જતા જોઈ રહી. દૂર દેખાતી દેવમારુની કાયા આંસુ લૂછતી જતી હોય એમ લાગ્યુ.

 

                         તોરલ હવે સભાન થવા લાગી. પોતાની ભૂલ એને સમજાઈ. જે કામેચ્છા માટે પોતાના ચારિત્ર્ય પર એણે કલંકના ટોપલા ઉપાડ્યાતેનો બોજ હવે એને લાગવા લાગ્યો. એ દેવમારુની પાછળ ગઈ. નાનકે એનો હાથ પકડી એને રોકી પરંતુ તે હાથ છોડાવી દેવમારુની પાછળ ગઈ. દેવમારુ ઉઘાડા પગે ચાલી રહ્યો હતો. પગમાં કાંકરા વાગતા તે લથડાતો જઇ રહ્યો હતો. તે મંદિરની ઓંસરીએ પહોંચ્યો. ઈશ્વરની પ્રતિમા આગળ ઊંધો પડી રડવા લાગ્યો...

હે ઈશ્વર... શું કરવુ મારે? મારા પિતાની આજ્ઞાનુ પાલન કરુ કે મારા પૌરુષત્વનુ સાંભળુ(ચાર ક્ષણ બાદ) જો કોઇ બીજુ હોત તો લડી પણ લેત.. પણ,        તો...   પણ..   આ...  મારા, પોતાના... (રડતાં-રડતાં) જેને હું મારા પોતાના સમજતો હતો એમને મને...    એમની સાથે…,  કેવી રીતે હું લડુ?”

 

                         થોડીવાર મોઢું નીચુ નાખી તે પડ્યો રહ્યો. મંદિરના ઓરડાની દીવાલે છુપાઈને તોરલ તેને જોઈ રહી હતી.

હે ભોળા... કેવી રીતે હું લડુ એમની સામે?” કહી તે નિરાશ બની બેઠો. તોરલ ભોંઠી પડી. થોડીવાર બાદ ઈશ્વરની ચમકદાર મુર્તિ તરફ જોઈ તે બોલ્યો: હે નાથ... મારૂ કહી શકુ એવુ એક જણ તો બતાવ મને.કહી તે આંખ લૂંછવા લાગ્યો.

 

                         એ ક્ષણે નટરાજની મુર્તિમાંથી તેજ નીકળ્યુ અને અલૌકિક સ્વર પ્રગટ થયો: મનુષ્યઆ અનન્ય પત્ર તને સોંપુ છુ. આના પર તુ જે લખીશ એ સત્ય બની જશે. તારી મરજી આ જગતની હકીકત બની જશે.ત્યારબાદ પ્રકાશ અદ્રશ્ય બન્યો. દેવમારુ ઊભો થયો. તેણે એ અનન્ય પત્ર ઉપાડ્યુ. તોરલ અંદર આવી: હે મારા સ્વામીમારા પાલનહારમુજ અભાગીને માફ કરો... હું તમારા પગે પડુ છુ...કહી તે દેવમારુના પગે પડી. એની આંખોમાં આંસુ હતાએના અવાજમાં ગ્લાનિ હતીદોષની ભાવનાને લીધે એનુ મોઢુ નીચુ હતુ. નાનક મંદિરના ઓરડાની દીવાલે સંતાઈ જોઈ રહ્યો હતો. દેવમારુએ તોરલને ઊભી કરી: બસરડ નહી. તને તારી ભૂલ સમજાઈ એ મોટી વાત છે. આ સાંભળી તોરલે પોતે જે કર્યુ એનો વધારે અફસોસ થયો અને તેના પગે પડી ફરી માફી માંગી.

 

                         નાનક આ બધુ જોઈ રહ્યો હતોતે પોતાની સાથે શિકાર કરતી વખતે જે સાપ પકડ્યોતોએ લાવ્યો હતો. તેણે એ સાપ મંદિરમાં છોડ્યો. તોર દેવમારુની માફી માંગી રહી હતી. દેવમારુની નજર મની તરફ આવતા સાપ પર પડી. તેણે તોરલને ધક્કો મારી દૂર કરી. સાપ તોરલ તરફ જવા લાગ્યો. દેવમારુએ સાપની પૂંછડી પકડી એને રોક્યો. સાપ અવળો ફરી તેના હાથે ડંખ માર્યો. તીક્ષ્ણ ઝણઝણાટી તેના હાથમાં ફેલાઈ ગઈ. છતાં દેવમારુએ સાપને ઉછાળી મંદિરથી દૂર જાડી-ઝાંખરામાં ફેંકી દીધો. દેવમારુ જમીન પર પડ્યો. તોરલ હાંફળી-ફાંફળી તેની પાસે ગઈ. અરધી એક મિનિટમાં ઝેરની અસર શરૂ થઈ ગઈ. દેવમારુ બેભાન થઈ રહ્યો હતો. તેણે વ્હાલથી તોરલના ગાલ પર હાથ મૂકી રાખ્યો અને એને જોઈ રહ્યો. તોરલ તેને ઉઠાડવા લાગીરડવા લાગી.

 

                         નાનક આવ્યોમનોરોગીની જેમ હસવા લાગ્યોતાળીઓ પાડવા લાગ્યો:હટી ગયોતારી અને મારી વચ્ચે નડતો પત્થર હટી ગયો... હવે આપણને એક થતા કોઈ નહી રોકી શકે!

 

                         અત્યંત આઘાત અને ક્રોધથી તોરલ તેની સામે જોઈ રહીએણે નાનકને લાફો ઝીંકયો:એ નઠારા... આ તારો ભાઈ છેઆ હદ સુધી તુ જાઈશ મેં કલ્પયુ ન હતુ.

તને પામવા તો હું ખુદ ઈશ્વરના પ્રાણ લઈ લઉ...!કહેતા તેણે તોરલને જકડવાનો પ્રયત્ન કર્યો.

છોડ મને... સાલા હલકા!!!કહી એણે નાનકને ધક્કો માર્યો.

 

                         દેવમારુના પગે ભટકાતાં તે નીચે પડ્યો. તોરલ મંદિરમાં ગઈ. નાનક ઊભો થઈ તેની પાછળ ગયો. પુજા સમયે જે ઘંટ બ્હાર લગાવ્યો હતોએ ત્યાં ખૂણામાં મૂક્યો હતો. તોરલની તેના પર નજર ગઈ. નાનક એની પાછળ આવ્યો: આવમારી પાસે... આવ!કહેતા તેણે તોરલને પાછળથી જકડી. તોરલે ના મોઢા પર કોણી મારી. નાનક બે ડગલાં પાછળ ખશ્યો. આંખ પર કોણી વાગતા તે આંખ ચોળવા લાગ્યો. તોરલે ઘંટની સાંકળ પકડી. તે સરખી રીતે ભાળવાનુ શરૂ કરે એ પહેલા તોરલે ઘંટ ફેરવી નાનકના માથા પર ઠોક્યો. ‘ટન...!!!’ કરતો ઘાતક અવાજ આવ્યો. એનુ જડબુ હલી ગયુ જમીન પર પડ્યો. એની આંખે આછુ અંધારુ છવાઈ ગયુ. તોરલનો ગુસ્સો તેની આંખોમાં સળગી રહ્યો હતો. તેનો રૌદ્ર જુસ્સો ના શ્વાસના હુંકારમાં ફુલી રહ્યો તો. નાનક થોડુ થોડુ ભાળી શકતો હતો.

 

                         તે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતોત્યાં ફરીથી તોરલે તેના માથા પર ઘંટ માર્યો. ફરીથી ઘંટમાંથી ઘાતક ધ્વનિ છૂટી. તે નીચે પડ્યો. નાનકના ગળાના (કરોડરજ્જુના ભાગમાં) કડાકો થયો. તેના ખોપરીના ભાગમાં ભયંકર ઇજા થઈ. તેના મસ્તકમાંથી લોહી વહેવા લાગ્યુ. ઘંટ પડતો મૂકી તે દેવમારુ પાસે ગઈ. રડવા લાગી: હે મારા નાથ... મારા સ્વામી, ઉઠો ને. દેવમારુની આંખો સહેજ અમથી ખુલ્લી હતી. તેના શ્વાસો ધીમા પડી ગયા હતા. તેના મગજ સુધી તોરલનો અવાજ પહોંચી શકતો ન હતો. તે અર્ધસભાન અવસ્થામાં આવી ગયો હતો.

ઉઠો ને દેવ... હું તમારી માફી માંગુ છું!એનો અવાજ ભારે થઈ ગયો. ગળગળી થઈ ગઈ: મને છોડીને ન જશોમારા શ્યામ!કહેતા દેવમારુની છાતી પર માથુ રાખી રડવા લાગી.

 

                         દેવમારુએ હળવો હુંકાર કર્યો. તોરલે તેની સામે જોયુ. દેવમારુએ એના તરફ હળવુ સ્મિત કર્યુ અને આંખો મીંચી. તોરલ તેને ઢંઢોળવા લાગી. દેવમારુનુ શરીર સંવેદન આપતુ બંધ થયુ. તે બેબાકળી બની રડવા લાગી. થોડીવાર તે એમ જ એના નામનુ રોઈ રહી. પછી મંદિરમાંથી ચાકુ લઈ આવી. દેવમારુની બાજુમાં તેને આલિંગન કરી સૂતી. હળવેથી અને ખરી પ્રેમની લાગણીથી દેવમારુના ગાલને ચૂમયુ અને પોતાના હાથની કલાઈ પર ચાકુ ફેરવી દીધુ. દેવમારુની છાતી પર માથુ રાખી કાયમી નીંદરમાં પોંઢી ગઈ.

 

*

 

                          કલાક બાદ નાનકને હોશ આવ્યો. તેના મણકાના ભાગ પર અને ખોપરી પર તોરલના ઘાતક વારની ગંભીર અસર થઈ હતી. તે સરખી ગરદન ફેરવી શકતો ન હતો. બ્હાર તોરલ-દેવમારુને જોડે આલિંગતા જોયા. આ રીતે એકબીજાને આલિંગન આપતા જોઈ તેને એમની ઈર્ષ્યા થઈ. તેણે તોરલને દેવમારુના શરીરથી દૂર ખસેડી. ત્યારે તેની નજર તોરલના હાથ પર ગઈ. ઘણું બધુ લોહી વહી ચુકયુ હતુ. એના શ્વાસ તો ક્યારનાય બંધ થઈ ચૂક્યા હતા. જેને પામવાની ઉત્કંઠા હતીએનુ શબ જોયા બાદ તે હતાશ થઈ ગયો. તોરલની મોતનો તેને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો અને એનો દોષી તે દેવમારુને સમજી રહ્યો હતોતેને એટલો ગુસ્સો આવ્યો કે તે દેવમારુના શબને લાતો મારવા લાગ્યો, ગાળો ભાંડવા લાગ્યો.

 

                         તે તોરલની લાશ ઢસડી મંદિરના ઓરડા તરફ લઈ આવ્યો અને એના વસ્ત્ર ઉતારવા લાગ્યો. તેનાથી વસ્ત્ર સરખા ઉઘડી ન હતા રહ્યા માટે તે વસ્ત્ર ફાડવા લાગ્યો. ઉતાવળમાં વસ્ત્ર ખેંચતા તોરલના ધડમાં તેનો નખ વાગ્યો. જેમ તેમ તેણે વસ્ત્રો ફાડયા. એ અવસ્થામાંએ સ્થિતિમાંએ જગ્યાએ નાનકે તોરલના શબ સાથે સંભોગ કર્યો. આખી સૃષ્ટિ જાણે બેજાન બની ગઈ હોય એમ શાંતી પ્રસરી ચૂકી હતી. ત્યાની હવામાં મેલી મંછાની ગંધ ભળી ચૂકી હતી. એને માણી લીધા બાદ તે ઊભો થયો અને બ્હાર ચાલવા લાગ્યો. તે દેવમારુની લાશ આગળ આવ્યો અને એના પર થૂકયો. અચાનક તેની નજર દેવમારુના હાથમાં રહેલા અનન્ય પત્ર પર પડી. તે પત્ર ચમકદાર અને લીસુ હતુ. નાનકને ન સમજાયુ એ પત્રનુ રહસ્ય શું હતુ.

 

                         છતાં તેને લાગ્યુ કે જો કદાચ આના પર હું કાંઇક લખુ અને એ સત્ય બની જાયએવી શક્તિ આ કાગળમાં હોય શકે. તે દેવમારુના હાથમાંથી અનન્ય પત્ર ખેંચી ઘરે ગયો. તેને ગરદન પર અને માથામાં ભયંકર દુખાવો ઉપડયો હતો. તેણે કલમ વડે અનન્ય પત્ર પર લખ્યુ: મારા શરીરનો દુખાવો મટી જાય.એ સાથે જ તેના ઝખમો ભરાયા અને દુખાવો નાબૂદ થયો. એ પછી એવુ થયુ કે...

 

                         વિદ્યૂત બોલતા બોલતા અટક્યો. બેઉ ચાલતા ચાલતા મંદિરની સીડીઓ સુધી આવી ગયા હતા. વિદ્યૂત પગથિયાં પર બેશયો: થોડુ પાણી આપ ને.

હા.કહી નિખિલ મંદિરની બાજુમાંથી નીકળતી નદીમાંથી પાણી ભરી લાવ્યો. નદીનુ પાણી ચોખુ થઈ ગયુ હતુ. વિદ્યૂતે પાણી પી વાત આગળ માંડી:

 

                         ને પછી એવુ થયુ કે નાનકે તેની આજ્ઞાનુ પાલન કરતા કદી મરી ન શકતા સર્પો જીવંત કર્યા. એ સર્પોનો આવાસ અહીની નદીમાં બનાવ્યોજેના કારણે અહીનુ પાણી રાતુ થઈ ગયુ. જે લોકોએ દેવમારુને તેના અને તોરલ અંગે કહ્યું હતું, એ બધા પર ગુસ્સો આવી રહ્યો હતો, આજે એ લોકોના કારણે તે તોરલને ખોઈ બેઠો. આવેશમાં આવી તેણે સર્પોને વસ્તીના લોકોને ડંખવા છૂટા મૂકી દીધા. હજારો સર્પો એક સાથે વસ્તીની પોળોકાચા-પાકા મકાનો પર ત્રાટક્યા. જવાન-ઘરડાસ્ત્રીઓબાળકો થી માંડીને તબીબથી લઈને ગરીબ સુધીના સૌ કોઈ માણસોને સર્પોએ ઝેરી ખાધા. મૌતનો ઝેરી તાંડવ પત્યા બાદ નાનક સમક્ષ સર્પો હાજર થયા. નાનક ત્યાંથી ચાલવા લાગ્યો. હજારો સર્પો તેને અનુસરી રહ્યા હતા. તે મંદિરે પાછો આવ્યો. તેને દેવમારુની લાશ જોઈ અત્યંત ક્રોધ આવતો હતો. તે દેવમારુને એવી સજા આપવા માંગતો હતો કે તે જીવનભર તડપતો રહે. માટે તેણે દેવમારુને જીવતો કરી ઘરડો વૃદ્ધ બનાવી દીધો. તેને શાપ આપ્યો કે તેણે સદંતર ફર્યા કરવુ. જો તે અટક્યો તો થોડી ક્ષણો બાદ તેના શરીરનુ વાતાવરણ વધવા લાગશે અને અંતે તેનુ શરીર બળી જશે. દેવમારુ એ સિવાય મરી નહી શકે.

 

                         મંદિર ફરતે કોટ જેવી દીવાલ ખડી કરી એમાં મોટો દરવાજો નાખ્યો. ત્યાની જમીન યુગો સુધી બિનફળદ્રૂપ બની રહેશે. નદીની મધ્ય સુધી જે ખાળ બનવાની હતી ત્યાં સુધી મંદિરનુ ક્ષેત્ર લંબાવ્યુ. જેથી ત્યાંથી નદી વહેતી બંધ થઈ. ચોગાનથી આગળ અંદર તરફ નાનુ પ્રાંગણ બનાવ્યુ. મંદિરના બે ભાગ પાડ્યા. પ્રથમ ભાગમાં ૭૦ જેટલા પગથિયા ગોઠવ્યા. તેની ઉપર મંદિરનો આગવો ભાગ ઊભો કર્યો. ત્યાંથી આગળ પરસાળ બનાવી. જે મંદિરના અંતના ભાગ સુધી જતી હતી. છેલ્લા ભાગમાં જ્યાં નટરાજની મુર્તિ હતી, એ નષ્ટ કરી ૧૨ફૂટ ઊંચી ૧૩ સ્વરૂપવાળી રુદ્રગ્નિ મુર્તિ બનાવી તેની નીચે પોતાનો અને સર્પોનો વાસ રાખ્યો. નાનકે અંતમાં લખ્યુ કેઆ મંદિર હંમેશ માટે ઉજ્જડ બની રહેશે. મંદિરની નીચે ગર્ભિત જગ્યામાં ખડક લાવી, એના પર પોતાની બેઠક બનાવી અને પોતે જ્યારે ચાહે ત્યારે...

 

                         અનન્ય પત્ર લખાણથી ભરાઈ ગયુ અને હવામાં અદ્રશ્ય થયુ. ઈશ્વરના વરદાનનો દુરુપયોગ જોઈ ઈશ્વરે હરહંમેશ તેને મંદિર નીચે રહેવાનો શાપ આપ્યો. જો તે ત્યાંથી બ્હાર નીકળ્યો તો તે રાખ બની જશે... અહ્મ (ખાંસતા) બસએ જ દિવસથી આ જગા નર્ક બની ગઈ.વિદ્યૂત બોલ્યો.

પછી શું થયુ?”

પછી.. પછી આ જગ્યા ઉજ્જડ બની ગઈમંદિર સિવાય બધી જમીન પર ફળ-ફૂલ અને વૃક્ષો ઉગયાઘાંસ ઉગ્યુ. બિનવારસી મકાનોથી વસ્તીની શેરીઓ અને પોળો થઈ ગઈ. એ પછી એક સમયની કહેવાતી અમારી વસ્તી પોળોના જંગલથી ઓળખાવા લાગી. બોલી વિદ્યૂત પાણી પીવા લાગ્યો.

દેવમારુનું શું થયુ?” નિખિલે પૂછ્યુ.

 

                         “એ દિવસથી આજ દિન સુધી દેવમારુ સતત અરવલ્લીની આ ગિરિમાળાઓમાં અને પોળોના જંગલમાં પરિભ્રમણ કરતો રહ્યો છે. આરામ કરવો કે એક જગ્યાએ થોભવુ તેના જીવનો અંત લાવવા બરાબર હતુ. વિદ્યૂત બોલ્યો.

ઓકેઅને નાનકના શાપને તોડવાનો ઉપાય શું હતો?” નિખિલે પૂછ્યુ અને વિદ્યૂતની સામે નીચે બેઠો.

એ ત્યારે જ થોભી શકે તેમ હતો જ્યારે દેવમારુની પાસે રહેલી નિલદ્રવ્યની શીશી લઈ કોઈ ખાળમાં પ્રવેશે. જ્યારે કોઈ નિલદ્રવ્ય લઈ મંદિરમાં પ્રવેશે એટલે તે ક્યાંય અટકી શકે એમ નથી રહેતો. જો તે વ્યક્તિ અટક્યો તો તેના શરીરનું તાપમાન વધવા લાગશે અને અંતે તે બળીને મૃત્યુ પામશે. મેં એટલે જ તને મંદિરમાં જતાં પહેલા કહ્યું હતું અટકતો નહીં દેવમારુએ ખાળ વચ્ચે મહાશિવલિંગ ખડું કરવાનું વિચાર્યું હતું. ખાળ વચ્ચેની એ જમીનમાં અજબ શક્તિ હતી. જો નાનકે ખાળમાં પગ મૂક્યો તો તેની શક્તિ નષ્ટ થઈ જાત, તેના સર્પો સંમોહનમાંથી બ્હાર આવી જાત અને અમર ન રહ્યા હોત. આ બાબત તે જાણતો હતો માટે તે ખાળમાં પગ ન હતો મૂકતો અને ફક્ત ત્રણ ત્રિમુખી સર્પોને જ ત્યાં વાસ આપ્યો. કોપાયમાન થયેલા ઈશ્વરે સર્પોને શાપ આપ્યો હતો, ખાળની સીમા જો ઓળંગી તો તેમનું શરીર રાખ થઈ જતું અને જો અંદરના સર્પોએ સીમા ઓળંગવાનો પ્રયત્ન કર્યો હોત તો એમનો પણ એ જ હાલ થયો હોત. ખાળમાં નિલદ્રવ્ય અમર થઈ જતુ હતુ. તેમ છતા પણ જો નાનકના સાપ તે વ્યક્તિને ડંખે તો તે વ્યક્તિ મરી શક્યો હોત કારણ કે નાનકના સર્પો પણ અમર હતા. નાનકની માયાળુ શક્તિથી નિલદ્રવ્યની અસર ઓછી થઈ જતી હતી.

 

                         માટે સર્પોને ફક્ત ખાળની સીમાથી વટાવીને જ મારી શકાતા હતા પણ આવા અગણિત અમર ઝેરી સર્પોને ત્યાં સુધી લઈ જવા એક વ્યક્તિ માટે અશક્ય વાત હતી અને ઝરૂખાથી ખાળમાં પ્રવેશવું ખૂબ જ કઠિન વાત હતી. જો કોઈ મનુષ્ય ત્યાં પ્રવેશી પણ જાય તો પણ ૨,૩ સાપ મારી શકે, બાકી બીજા અગણિત સાપ તેને ડંખી મોતમાં સુવડાવી દેત. નાનકની શક્તિઓનો નાશ એક જ સંભાવનાએ થઈ શક્યો હોત જો તે ખાળમાં પ્રવેશે.

એક મિનિટહું સમજ્યો નહી. દેવમારુ અત્યારે ક્યાં છે? જો નિલદ્રવ્ય તેની પાસે જ હોય તો એ શીશી તમે મને કેવી રીતે આપી?” નિખિલ મૂંજાયો.

વિદ્યૂત મંદ મંદ હસવા લાગ્યો: હું જ દેવમારુ છુ!

શું...આય મીન કેવી રીતે???”

મારૂ નામ વિદ્યૂત પંડિત છે પરંતુ લોકો મને દેવમારુથી જ ઓળખતા.

બરાબર... (થોડી ક્ષણો બાદ) તો આટલા વર્ષોથી જેમ તમે કહો છો એમ ૪૦૦ વર્ષથી તમે સતત ફરતા રહ્યા છો અને આ જંગલ શાપિત રહ્યુ છે?”

હા. મારે ફરતા રહેવું પડ્યું. કારણ મારે આ મંદિર અને જંગલ, અહીનું પાણી પહેલા જેમ હર્યાભર્યા અને નિર્મળ કરવું હતું. એ માટે જ હું જીવતો રહ્યો, કોઈ આવે અને મંદિરમાં જઈ અમને આ જંજાળમાંથી મુક્ત કરે, માટે હું નિરંતર આ ગિરિમાળામાં ફરતો રહ્યો. તમારા જેવા ચાર સાહસિક માણસો તમારી પહેલા ત્યાં પ્રવેશી ગયા હતા પણ કદી બ્હાર ન આવી શક્યા.

નિખિલને ઝરૂખામાં પડેલા ચાર કંકાલ યાદ આવ્યા:”હા, ત્યાં ઝરૂખામાં મેં ચાર કંકાલ જોયા હતા. એ કદાચ એ માણસોના જ હશે.”

“બરાબર. એ સાહસિકો મારી મદદ કરવા માંગતા હતા. તે લોકો એક સરખી જ ભૂલ કરતાં હતા. તેમને એમ હતું કે નિલદ્રવ્યથી તેઓ અમર થઈ જશે પણ એ વાત ભૂલી જતાં કે નાનકના સર્પો પણ અમર છે. જો સર્પોએ તેમને ડંખયા તો તેમણે મરી જશે. નિલદ્રવ્ય ત્યારે જ કામમાં આવી શક્યું હોત જો તેને ખાળ વચ્ચે પીવામાં આવે. તું કઈ રીતે ત્યાં પહોંચ્યો અને કેવી રીતે નાનકનો સામનો કર્યો?” વિદ્યુતે નિખિલને પૂછ્યું.

“તમે જે કઈ ઉપાય કહ્યા એમાંનો કઈ ખ્યાલ મને ન હતો. અંદર પ્રવેશ્યો એટલે મને એક જ જગ્યા એ જવું હતું, ત્યાંથી બ્હાર. હું ખરેખરમાં તો મારા નસીબે બચ્યો છું. આ તો સારું થયું મારી બેગમાં દોરડું પડ્યું હતું. જેનાથી હું ખાળ સુધી પહોંચી શક્યો. બાકી પેલા ચારની જેમ પાંચમું કંકાલ ત્યાં મારૂ પડ્યું હોત. મેં કઠેડાએ દોરડું બાંધી ખાળમાં છલાંગ લગાવી. એ પછી એક સાપને મેં દૂર ફંગોળયો, પછી બીજાને પણ એ રીતે દૂર કર્યો, બીજો ત્રિમુખી સાપ ખાળ ઓળંગતા મરી ગયો. ત્રીજો ત્રિમુખી સાપ મને કરડયો. પછી હું બેભાન થઈ નીચે ઢળી પડ્યો. મેં એ અઘોરીને હસતાં જોયો મારા પર, તો મને ગુસ્સો આવ્યો, ત્યારે મને તમે આપેલું નિલદ્રવ્ય યાદ આવ્યું. એ મેં પી લીધું. જેવુ એ નિલદ્રવ્ય મેં પીધું એવું તરત અઘોરી ઊડતો મારી પાસે આવવા લાગ્યો. મેં એને જોયો પછી હું બેભાન થઈ ગયો, પછીનું મને કઈ યાદ નથી.

 

                         પછી જ્યારે મને હોશ આવ્યો ત્યારે બધા સર્પ ગાયબ થઈ ગયા હતા, અઘોરી પણ દેખાતો ન હતો, ફક્ત ઈશ્વરની પ્રતિમા દેખાઈ પડતી હતી. તેમણે મને બ્હાર જવાનો માર્ગ દેખાડ્યો અને તેમણે અદ્રશ્ય થયા. પછી ખાળમાં બધી તરફથી પૂર ઝડપે પાણી આવવા લાગ્યું, જીવ બચાવા હું ભાગ્યો અને સુરંગમાંથી પાછો મંદિર આવ્યો.”

“તું નદીની નીચે હતો, એટલે બધી તરફથી પાણી આવ્યું.” વિદ્યુતે કહ્યું.

તમને નાનકે કેટલો તડપાવ્યો, કેટલો સમય રાહ જોવી પડી તમારે મુક્ત થવા માટેતમને નથી લાગતુ તમારો ભાઈ બહુ આસાન મોત મર્યો છે વગર કોઈ પીડાએ?” નિખિલ જોમ ભર્યા અવાજમાં બોલ્યો.

 “નાજરાય નહી. ઘણીવાર થાકીને હું ક્યાંક બેશી જતો ત્યારે મને તોરલની છબી દેખાતી. એ હળવેથી મારા કપાળે, મારા જાડા મેલા વાળ, બરડ-કરચલીવાળા ચહેરા પર હાથ ફેરવતી. શરીરમાં ભલે ગરમી વધતી રહેતી પણ તેનો એ સ્પર્શ જાણે મને ટાઢક આપતો હતો. મારા સ્મરણોમાંમારી દિવાનગીમાંમારા શ્વાસોના સાદમાં હરહંમેશ મારી તોરલ મારી સાથે હતી. એટલે જ મને વધારે દુખ નથી પરંતુ એ ન તો આ મંદિરની બ્હાર આવી શકતો હતો કે ન હતો કોઈનો સંગાથ એની પાસે. એની પાસે જીવવાનુ કોઈ કારણ ન હતુ. એ તો બસનિરર્થક જીવન વિતાવી રહ્યો હતો. મારા કરતા વધારે એ તડપ્યો છે. મુક્તિ મારે નહીએને જોઈતી હતી. આટલા વર્ષોથી જે કેદમાં એ રહ્યો હતો એમાંથી એને આઝાદ થવુ હતુ. વિદ્યૂતે કહ્યુ.

નિખિલ એકીટશે તેમની સામે જોઈ રહ્યો: તમે ખરેખર બહુ દિલદાર છો યાર, હજુ પણ તમને તમારા ભાઈ પ્રત્યે જરા પણ દ્વેષ કે નારાજગી નથી.

 

                         નિખાલસ હાસ્ય સાથે: કઈ વાતનો દ્વેષ જતાવુ એના પરએણે કર્યુ છે જ એવુ શું? આમજોઈએ તો ઉપકાર છે એનો મારા પર કે એણે મને અને તોરલને એક કરી દીધા. કોઈ વ્યક્તિ તમારી પાસેથી કોઈ વસ્તુ છીનવી શકે છેપણ તમારા ભાગ્યને ક્યારેયને નહી છીનવી શકે. તોરલને પામવા એ કઈ હદ સુધી જતો રહ્યો... મારી સાથેના ભ્રાતૃત્વના સંબંધનો વિચાર પણ ન કર્યો. નાનક તોરલના શરીરને પામીને પણ એને પામી ન શક્યો અને મેં એને માફ કરીને જન્મો જન્મ માટે મારી બનાવી લીધી. કેટલી તાકાત છે માફ કરવામાં નહી?” નિખિલે માથુ ધૂણાવી હા પાડી, તેમની સામે જોઈ રહ્યો.

 

                         “જેમ રાધાક્રુષ્ણ નામ બોલવામાં ભલે બે છે પણ આત્મા તો એક જ છે નેએ જ રીતે મારા અંતરમાં મારી તોરલ મારી સાથે હતી અને એ જ મારી સૌથી મોટી જીત હતી. તોરલે એ ઘડીએ પોતાના પ્રાણ ત્યાગી મારી અને એની આત્મા એક કરી દીધી. તો બોલકોને વધારે પીડા થઈકોણે વધારે સહન કર્યુ મેં કે નાનકે?”

નાનકે.નિખિલે જવાબ આપ્યો. તમારા સમયમાં જે સંજોગો જોવા મળ્યા છે એવી પરિસ્થિતિઓ આજે પણ જોઈ શકાય છે. તેણે ઉમેર્યુ.

 

                         “એ વાત સાચી છે. અત્યારના લોકો અને એ સમયના લોકોમાં કદાચ જીવનશૈલીનો બદલાવ થયો છે. અત્યારે લોકો વધારે જરૂરિયાતપૂર્ણ બન્યા છે પણ માનવીનુ મન રહ્યુએ એવુ જ છે. છળ અને માયાના વિચલનોથી ભરેલુ માનવીનું મન હજી એવુ જ છે. ગૂઢ રહસ્યોથી ભરેલુ દરેક હ્રદય વિચિત્ર છે.

નિખિલ વિદ્યૂતની વાત સાંભળી રહ્યો, તેમની તરફ જોઈ રહ્યો. તો તમારો શું પ્રોગ્રામ છે? હવે તમે મુક્ત થઈ ગયા છોશું કરશો?” નિખિલે પૂછ્યુ.

 

બસ હવે અહીંયા જ. આ મંદિરનેઆ મારી વસ્તી અને પોળોના જંગલની ધરતી પર છેલ્લા શ્વાસ સુધી રહીશ. ક્યારેય ન હતુ વિચાર્યુ કે એક યોગી ની જેમ જીવવાનો અવસર મળશે, નાનકની કૃપાથી એ અવસર પણ મળી ગયો. હવેતો બસ આ ધરતી અને ભોળાની ભક્તિ આત્માની મુક્તિ સુધી.

 

                  નિખિલને વિદ્યૂતની વાતો સજગ લાગી. તેને વિદ્યૂતના સાન્નિધ્યમાં રહેવાની ઉત્કંઠા જાગી. તેણે તેમની પાસે રહેવા વિદ્યૂતની પરવાનગી માંગી. વિદ્યૂતે હર્ષભેર તેને વધાવી લીધો. જે મંદિર સદીઓથી ખંડેર હતુ. એ ફરી આજે નંદનવન બન્યુ હતુ. વિદ્યૂતે ફરીથી પૂજારી પદ સંભાળ્યુ. સવાર સાંજ આરતી અને ભજન કીર્તનનો દોર ચાલુ થયો. થોડે દૂર ગામમાંથી લોકો પૂજાપાઠ માટે આવતા શરૂ થયા. નિખીલે ગામના બે-ચાર માણસો સાથે મળીને મંદિરમાં ઊગેલું ૮ફૂટ ઊંચું ઘાસ કાપી ત્યાં બગીચા જેવો વિસ્તાર કરી દીધો. વટેમાર્ગુઓ અને સહેલાણીઓ માટે મંદિર આરામનુ તેમજ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ. સાથે સાથે વિદ્યૂત સત્સંગ પણ કરતો. નિખિલ તેના સાન્નિધ્યમાં સત્સંગનો આનંદ ઉઠાવતો અને સવાર સાંજ શિવશંભુની આરાધનમાં તેને મદદ કરતો. એક અઠવાડિયુ આમ વીતી ગયુ. નિખિલને વિદ્યૂતનો સાથ હ્રદયપ્રિય લાગ્યો. તેને સાંસારિક જીવન અને સમાજથી દૂર થવાનો વિચાર આવ્યો. તે પોતે વિદ્યૂતની જેમ યોગી બનવા માંગતો હતો. એ માટે તેણે વિદ્યૂતને વાત કરી, એનો ઉત્તર આપતા વિદ્યૂતે કહ્યુ:

 

                         “તારા જીવનનુ લક્ષ્ય યોગી બનવુ નથી. યોગી ઈચ્છાથી નથી બનાતુ. તુ એક યોગીની જેમ રહી શકે છેના નહી પાડુ પરંતુ તારુ લક્ષ્ય એ નથી. તારા અંગત જે અણગમા છે લોકો પ્રત્યે, જીવન પ્રત્યે એ કારણથી તુ સાધુત્વ ધારણ નહી કરી શકે. તારા મનમાં બેચેની છે, નિરાશા છે આ સમાજ પ્રત્યે, લોકો પ્રત્યે નારાજગી છે. યોગી બનીને તુ પોતાનુ જ કલ્યાણ કરી શકીશ. કદાચ તારા આત્માને મોક્ષ આપી શકીશ. જંગલોમાં ભટકીનેગુફાઓમાં રહીને તારા આત્મા પર કાબૂ મેળવી શકીશ. આંતરજ્ઞાન મેળવી શકીશ પણ આ સમાજનુ શુંએ લોકોનુ શું જે તારા પર નિર્ભર છેતારા હોવાથી જેમના જીવન બદલાશે એમનો વિચાર કર.કહેતા વિદ્યૂતે પોતાની વાત પૂરી કરી.

 

                         રાત્રે નિખિલ સૂતો ત્યારે તે વિદ્યૂતની વાત પર વિચારવા લાગ્યો. મને વિદ્યૂત સાથે ફાવે છે. એમને પણ મારી સાથે ગમે છેમેં એમની મદદ કરી તો પછી કેમ મને એ યોગી થવાની ના પાડે છેઅઢળક તર્ક વિચાર કર્યા બાદ તે ઠરાવ પર આવ્યો કે જો વિદ્યૂત મને યોગી બનવાની ના પાડી રહ્યો છે તો એ મારા સારા માટે કહ્યુ હશે. તેણે વિદ્યૂતના નિર્ણયનુ માન રાખી પાછા ફરવાનુ નક્કી કર્યુ. આવતી કાલે સવારે પોળોના જંગલમાં નિખિલનો નવમો દિવસ હતો. સવારે વિદ્યૂતને તેણે તેના મનની વાત કરી:

 

                         “મારૂ અહીંયા આવવાનુ કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય ન હતુ. હું અહી અલગારીની જેમ આવ્યો હતો. એક વ્યક્તિ છે મારા જીવનમાં...(તેણે વાક્ય સુધાર્યું) એક વ્યક્તિ હતી મારા જીવનમાં. કેટલાક સંજોગોએ અમને અલગ કરી દીધા. જે સમય આવવાનો હતો એનાથી હું ડરી ગયો હતો. હું એ પરિસ્થિતિથી ભાગી છૂટવા અહી આવી ગયો હતો. હવે પાછો જાઉ છું એ જ માર્ગ તરફ.

 

                         “જીવનમાં લોકોનુ આવન-જાવન તો થતુ રહેશે. કોઈ તમારા જીવનમાં પ્રવેશે એ તમને ગમે અને ન પણ ગમે. એ જ રીતે કોઈ તમારા જીવનમાંથી જતા રહે એ ગમે અને ન પણ ગમે. આ ગડમથલમાં સવાલ એક જ છે કોને આપણા જીવનમાં આવવા દેવા અને કોને જવા દેવા. બસઆ અસમંજસનુ નામ જ જિંદગી. માણસ કદી એટલો પરિપક્વ નથી હોતો કે તે આ નિર્ણય સંપૂર્ણ યોગ્ય રીતે લઈ શકે. માટે જ તો હોય છે ને જીવનમાં એવા લોકો જેમના પ્રત્યે આપણને અણગમો હોય છે. જેમને આપણે ઈચ્છીએ છીએ કે આપણી જિંદગીથી દૂર જતા રહે પણ એવુ થઈ શકતુ નથી અને કોઈનામાં પૂરતી સમજણશક્તિ નથી કે કોને પોતાના જીવનમાંથી જતા રોકવા અને કોને પોતાના જીવનમાં આવવા ન દેવા.

 

                         આ સમાજમાનવીનો માનવી સાથેનો વ્યવહાર અને સંબંધોની રચના એ જીવનની સુંદરતા છે. કોઈ એવો વ્યક્તિ આજ સુધી નથી જન્મ્યો, જેણે આ નિર્ણય સંપૂર્ણ યોગ્ય રીતે લીધો હોય. દર વખતે ક્યાંક ને ક્યાંક કોઈકને છોડવામાં અથવા સંબંધ બનાવામાં કશુક તો અપૂર્ણ રહી જ જાય છે. તો પણ આવા નિર્ણયો લેવા જોઈએ. એ અપૂર્ણતા જ માનવીને ક્યાંક સંપૂર્ણ બનાવે છે. આજે કદાચ તુ અપૂર્ણ હોઈશ. આગળ જા... કોઈ તારી રાહ જોતુ હશે. જો કોણ તને સંપૂર્ણ બનાવે છે.વિદ્યૂતે સમજાવ્યુ. એના શબ્દો નિખિલને બરાબર અસર કરી રહ્યા હતા. વિદ્યૂતના વાક્યોની તેના પર હકારાત્મક અસર થઈ હતી. તેને હવે સારુ લાગી રહ્યુ હતુ. વિદ્યૂતને અંતિમ વાર મળી તે પરત ફર્યો.

 

*

 

પાછા જિંદગી તરફ

 

                         નિખિલ તેની કેબિનમાં બેઠો હતો. દરવાજે ટકોરા પડયા. તે લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તેણે અંદર આવવા કહ્યુ. એ વ્યક્તિ અંદર આવી. નિખિલ લેપટોપમાં વ્યસ્ત હતો. દસ દિવસના ભેગા થયેલા મેઈલ્સ તે ચેક કરી રહ્યો હતો. તેણે એ વ્યક્તિની સામે જોયા વગર જ એને બેસવા કહ્યુ. એ વ્યક્તિ તેની સામે બેશી. ખાસ્સી સેકન્ડ વીતી ગઈ, કોઈ કઈ બોલ્યુ નહી. છેવટે નિખિલ લેપટોપમાં કામ કરતા કરતા બોલ્યો: બોલો.

 

નિખિલ હું મારા આઇડિયા વિષે ચર્ચા કરવા આવી છુ.

તેણે સામે જોયુ: “ભાવિકા...તુ! બોલ બોલહું મારા મેઈલ્સ ચેક કરુ છુ. મજામાં છે ને તુ?

હાહું મજામાં... મને લાગ્યુ જ બીઝી હશો કામમાં એટલે બેશી રહી ચુપચાપ. તમે વ્યસ્ત હોવ તો હમડા આવુ?”

ના...ના બોલશું કે’ છે. હું સાંભળુ છુ તનેઅને મારૂ કામ પણ ચાલુ છે. લેપટોપ પર ટાઈપ કરતા તે બોલ્યો.

નિખિલઓફિસનો ડોક્યુમેંટસ રૂમ ફાઇલ્સથી ભરાઈ જવા આવ્યો છે અને આ મહિનાની ફાઇલ્સ ભેગી થશે એટલે રૂમ ફૂલ થઈ જશે. નિખિલની સાથે આંખોનો સંપર્ક સાધવા તેની સામે જોઈ તે બોલી.

હંમ્મ્મ... તો તને શું લાગે છે શું કરશુ ?” તેણે પૂછ્યું.

નિખિલ જો આપણે બધી ઈન્ફર્મેશન કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી દઈએ તો ફાઇલ્સ સાચવવાની જરૂર જ નહી પડે. આપણી સંસ્થા જે બિલિંગ અને ક્લાઈન્ટ ડેટા ટ્રાન્સફર કરે છે, એ માટે અલગ સોફ્ટવેર બનાવીએતો ડોક્યુમેંટસ રૂમમાં જગ્યા પણ થઈ જશે અને કાગળ પણ ઓછા વપરાશે... જેથી પર્યાવરણનુ જતન પણ થશે.

એમ... તે કીધુ નવુ સોફ્ટવેર... અને બધી ફાઇલ્સ કમ્પ્યુટરમાં કોપી કરીએ એમતને ખબર છે કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવો કેટલો જોખમી છે? એક પણ ક્લાયન્ટની ડિટેઇલ જો લીક થાય તો શું થઈ શકે છે? એનો કોઈ આઇડિયા છે?” નિખિલ તેની સામે જોઈ બોલ્યો.

હામને ખબર છે, એના માટે આપણે આપણી કંપનીનુ અલગ સોફ્ટવેર બનાવવુ પડશે, પોતાનુ નેટવર્ક. જેમાં ઓફિસના દરેક કર્મચારીનુ અલગ અકાઉન્ટ હશે અને એમાં જ વર્ક કરવાનુ રહેશે. ઓફિસ સિવાય બીજુ કોઈ તેમાં એક્સેસ નહી કરી શકે. ભાવિકાના શબ્દોમાં અલગ જ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો.

ઓકે, અને એની શું બાયંધરી કે માહિતી ચોરી નહી થાય ?”

હું એની બાયંધરી ન આપી શકુ પણ એટલુ ચોક્કસ કહીશ કે ઇન્ડિયાની ટોપ આઈ.ટી. કંપની ડીજીટી નેટવર્કને આપણુ સોફ્ટવેર બનાવા આપીશુ. એનાથી વધારે કોઈ ગેરંટી હું આપી શકુ એમ નથી.” પગ પર પગ ચઢાવી તે બોલી.

“ડીજીટી નેટવર્ક શું છે?” નિખિલે પુછ્યુ.

ભારતની સૌથી મોટી સોફ્ટવેર સિક્યોરિટી કંપની છે. ગુજરાત ક્રાઇમ બ્રાંન્ચ જે સોફ્ટવેર યુઝ કરે છે તે ડીજીટી નેટવર્કે બનાવ્યુ છે.

સારુ. આ વખતની સંચાલકોની મિટિંગમાં આના પર ચર્ચા કરીશુ. આપણી ઈન્ફર્મેશન સિક્યોરિટી મોસ્ટ ઇમ્પોરટંટ છે. એ વાત મુખ્ય છે.

નિખિલએકવાર સોફ્ટવેર બની જાય પછી તમે જાતે જ નક્કી કરજો કે આ નેટવર્કમાં ડેટા ચોરી થઈ શકે કે નહી. ભાવિકાના શબ્દોમાં હકારાત્મક સુનિશ્ચિતતા જોવા મળતી હતી.

ઓકે. હું ઉપર વાત કરી જોઉ છુ, ત્યાંથી જે જવાબ આવે એમ કરશુ અને બીજો શું આઇડિયા છે તારી પાસે?”

આ શરૂઆતનો સમય છે. આપણી સંસ્થા એક બ્રાન્ડ બનવા જઈ રહી છે. સંસ્થાની સાથે થઈ શકે એટલો ગાઢ સંબંધ દરેક કર્મચારીનો જોડાય એવુ હું ઇચ્છુ છુ.

અને એ થશે કેવી રીતે?”

એના માટે તમારે કર્મચારીઓની નજીક આવવુ પડશે. આપણે શુક્રવારે ઓફિસનો છેલ્લો એક કલાક કર્મચારીઓ સાથે વિતાવીએકોઈ પ્રવૃત્તિ કરાવીએજેમ કે કોઈ રમત રમાડીએ કે અંતક્ષરી કે એવુ કઈક કરીએ તો બધાનો મૂડ ફ્રેશ થાય. જો કર્મચારીઓ છેલ્લા દિવસે હળવાશ અનુભવશે તો તેમને કામ કરવામાં વધુ રસ પડશે અને આવી પ્રવૃત્તિઓથી બધા એકબીજાની નજીક આવશે.

ગુડ આઇડિયા! આવુ કરવુ જોઈએ. સારુતો દર શુક્રવારે તુ બધાને એક્ટિવિટી કરાવજે.

થોડીવાર બાદ હળવા સંકોચ સાથે તે બોલી:સારુ.

તારા આઇડિયા સારા છે. ખૂબસરસ!નિખિલે હર્ષભેર તેને કહ્યુ.

આભાર નિખિલ. તમે બીજા અધિકારીઓ જોડે સૉફ્ટવેર માટેની વાત કરો. એમણે શું જવાબ આપે છે એ જણાવજો. કહી ભાવિકા બ્હાર નીકળી.

 

                         ત્યારબાદ મિટિંગ થઈ. તેમાં અન્ય સંચાલકોએ સૉફ્ટવેર બનાવાની પરવાનગી આપી. સંસ્થાનુ સોફટવેર બનાવાનુ કામ ડીજીટી નેટવર્કને સોંપ્યુ. એ પછી ભાવિકાએ કહ્યુ એમ અઠવાડિયાના છેલ્લા કામના દિવસે ઓફિસમાં મજેદાર પ્રવૃત્તિ કરવામાં આવતી. આવી રીતે બીજો એક મહિનો પૂરો થયો. નિખિલના વ્યવસાયનો વ્યાપ વધી રહ્યો હતોતેની સંસ્થાની સર્વિસ ઝડપી અને ગુણવત્તાસભર હતી. એના પછીના એક મહિનામાં ડીજીટી નેટવર્કે સોફ્ટવેર બનાવી દીધુ. નિખિલને સોફ્ટવેરનુ ડેમો બતાવવામાં આવ્યુ. જેમાં પાસવર્ડ વગર કોઈ કાળે એક્સેસ કરવુ શક્ય ન હતુ. ડેમો જોઈ નિખિલ પ્રભાવિત થયો.

નિખિલઆમાંથી ડેટા આરામથી ચોરાઇ જશે નૈ?” ભાવિકાએ કટાક્ષમાં પૂછ્યુ.

 

                         હળવુ સ્મિત કરી તેણે જવાબ વાળ્યો, તે કશુ બોલ્યો નહી. સોફ્ટવેર વપરાશમાં ક્યારથી લેવુ તે હજુ નક્કી ન હતુ. છેલ્લા ત્રણ મહિનાથી સતત કંપનીનો ઈકોનોમી સ્કેલ અને પ્રોફિટ ગ્રાફ ઉપર તરફ વધી રહ્યો હતો. ઓફિસના બીજા ઊંચા હોદ્દાના અધિકારીઓ સાથે બેશી સોફ્ટવેર ક્યારથી વપરાશમાં લેવુ તે નક્કી કરવામાં આવ્યુ. હવે, તેને કામ સિવાય કોઈ બીજા વિચારો આવતા ન હતા. તેનુ સંપૂર્ણ ધ્યાન ઓફિસમાં હતુ.

 

                         એક દિવસ તેણે બ્હાર ભાવિકાના ડેસ્ક પર ફોન લગાવી ને કેબિનમાં બોલાવી. ભાવિકા આવીતેણીએ દરવાજો ખોલ્યો.

ભાવિકા, ચંદુ જોડે બરોડાવાળા ક્લાયન્ટની ફાઇલ મોકલાવ અને એક ગરમ ચા પણ... જલ્દી. તે અંદર આવે એ પહેલા નિખિલ બોલ્યો.

બીજુ કઈ?” તે દરવાજે ઊભી રહી બોલી.

ના. થેન્ક યુ.કહી કામમાં પરોવાયો.

સારુ.તે બોલી અને અરધો દરવાજો ખુલ્લો રાખી જતી રહી. જતા જતા વિચારવા લાગી આટલુ ફોન પર પણ કહી શકાય છેક કેબિન સુધી કેમ બોલાવી?

 

                         ત્યારબાદ તેણીએ ચંદુ સાથે બરોડાવાળા ક્લાયન્ટની ફાઇલ મોકલાવી અને એક ગરમ ચા પણ. તે પોતાના ડેસ્ક પર ગઈ અને કામે વળગી. દસ મિનિટ પછી ફરી તેણે ભાવિકાના ડેસ્ક પર ફોન લગાવ્યો: લોભાવિકા તુ આજ ટિફિન લાવી છે?”

હા... કેમ?”

સારુ તો એ રાત્રે ખાજે. આપણે લંચ માટે બ્હાર જવાનુ છે.

અત્યારે?” આશ્ચર્યથી તેણીએ પૂછ્યુ.

ના. તને ભૂખ લાગે ત્યારે કહેજે, ત્યારે જઈશુ. નિખિલ ઝડપથી બોલી રહ્યો હતો.

રોજ તો હું ૨ વાગે લંચ માટે જાઉ છુપણ તમે જ્યારે કહો ત્યારે પણ ફાવશે.હજુ તેનુ દિમાગ એકદમ બ્લેંક હતુ કે શું ચાલી રહ્યુ હતુ.

ઓકે. અત્યારે સવા બાર વાગે છે. બે વાગે મળીએબાય!કહી તેણે ફોન મૂકી દીધો.

બાય.ભાવિકા બોલી. મૂંગા ફોન સાથે કારણ કોલ કટ થઈ ગયો હતો.

 

                         તે થોડા ગુસ્સા સાથે મુંજાઈ ગઈ હતી. તે કોફી પીવા પેન્ટ્રી તરફ ગઈ. જતા જતા એકલા એકલા બબડવા લાગી: ભાવિકા ફાઇલ મોકલાવભાવિકા ચા મોકલાવ... ભાવિકા શુક્રવારે બધાને તુ એક્ટિવિટી કરાવજેભાવિકા ટિફિન રાત્રે ખાજે... આપણે બ્હાર ખાવા જવાનુ છે! હા નહીભાવિકાને જ બધુ કામ સોંપવાનુ. એ તો જાણે કામવાળી છે નહી...?” એટલામાં જ કોઇકે પાછળથી તેને બૂમ પાડી: ભાવિકા...

તે ગુસ્સાથી તતડાઈને બોલી: શું છે?”

વ્યક્તિ તેની સહકર્મચારી હતી તે બોલી: અરે હું છુશું થયુ...?”

 

                         તેની સાથે ભાવિકાએ કોફી પીતા પીતા વાત કરી. મિજાજ તાજો કરી પોતાના ડેસ્ક પર પાછી આવી અને કામે વળગી. ૨ વાગતા નિખિલની કેબિને ગઈ. બન્ને લંચ માટે બ્હાર ગયા, રેસ્ટોરન્ટમાં બેઠા.

તેણીએ પૂછ્યુ: “નિખિલ કેમ આજ ઉતાવળમાં છોવાત શું છે?”

નિખિલે કહ્યુ:તારી સાથે એક મહત્વની વાત મારે કરવી છે.

હા બોલો. શું વાત છે?”

તને ખબર છે મેં આજે બરોડાવાળા ક્લાયન્ટની ફાઇલ કેમ મંગાવી?”

ના. કેમ?”

ફોલિફાસ્ટ કંપની ચાહે છે કે આપણે બરોડામાં આપણી ઓફિસ ઊભી કરીએ. તેમની ઈચ્છા છે કે બરોડાના લાર્જ માર્કેટમાં આપણી સંસ્થા એમના વતી ટેક ઓવર કરે. જેમાં એમણે આપણી ઓફિસની વ્યવસ્થા ત્યાં કરી દીધી છે.ખૂબ જ ગંભીરતાથી નિખિલે પોતાની વાત રજૂ કરી.

તો તમે ઓફિસ સ્થળાંતર કરવાનુ વિચારી રહ્યા છો?” એટલી જ ગંભીરતાથી ભાવિકાએ પૂછ્યુ.

હાએવુ જ કરવુ છે.

અને આપણા અહીના જે ગ્રાહક છે એમનુ શું થશે? અત્યારે આપણો ૪૦ જણાનો સ્ટાફ છે. નવુ કામ ચાલુ કરવા વધુ માણસો જોઈશે. ક્યાંથી લાવીશુ નવા કર્મચારીઓ?” ઉદ્વિગ્ન થઈ તે બોલી.

શાંત... શાંત એ બધુ પ્લાનિંગ મેં કરી લીધુ છે. હું બરોડા ગયો ત્યારે આપણે ઓફિસ સ્થળાંતર કર્યા પછી જેટલા પણ ચેલેંજિસ ફેસ કરવાના છે એની સંપૂર્ણ ચર્ચા હું બરોડા બોર્ડના સભ્યો સાથે કરતો આવ્યો છુ; અને આના માટે આપણી સંસ્થાના સ્ટેક હોલ્ડર્સ, ઉપરી અધિકારીઓ/ સંચાલકો અને બીજા હોદ્દેદારોને પણ વાત કરી લીધી છે એ સૌએ પણ સ્થળાંતર માટે હા પાડી દીધી છે.

નિખિલ એવુ કરવામાં જોખમ છે. હજુ આપણી સંસ્થા સરખી રીતે સુદ્રઢ પણ નથી થઈ અને આપણી પાસે એટલા કર્મચારીઓ પણ નથી. જો આ આઇડિયા નિષ્ફળ જશે તો કંપની ઉઠી જશે.

ભાવિકા મેં એના વિષે વિચાર્યુ છેતુ અત્યારથી નેગેટિવ ના બોલ...(થોડીવાર રહી) અને ધંધામાં આગળ વધવુ હોય તો જોખમ તો ખેડવુ જ પડે.

 

                         ભાવિકા ઉદાસ થઈ તેને સાંભળી રહી નિખિલે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: હું જાણુ છુ આપણી સંસ્થાને હજુ બે વર્ષ જ થયા છે અને આ જ સમય છે જોખમ ખેડવાનો... અને આમાં હું તારી પરવાનગી નથી માંગતો કે નથી તારી મરજી માંગતો. મારે તારી જરૂર છેતારે આપણા સ્ટાફને સમજાવા પડશે, બધાને સ્થળાંતર માટે રાજી કરવા પડશે.

હું તમારી સાથે જ છુપરંતુ નિખિલ બધાને જઈને હું નહી સમજાવુ... સોરી!

ઓકે. તુ સાથે છે એ જ બોવ છે મારા માટે. હું આજે બધાને વાત કરીશ.

 

                  ભાવિકા નિખિલના આ નિર્ણય સાથે અસહમત હતી પરંતુ તેણે ઝાઝી દલીલ ન કરી. તે મૌન રહી. બપોરનુ ભાણુ પતાવી બન્ને પરત ઓફિસ આવ્યા અને પોતપોતાના કામે વળગ્યા. આજે શુક્રવાર હતો. ૫.૩૦ વાગે ચંદુ ચપરાશી નિખિલને બોલાવા આવ્યો: “સર ગેઇમ ટાઈમ... બ્હાર બધા રાહ જોવે છે.

ઓકે. હું આવુ છુ પાંચ મિનિટમાં.નિખિલ ઝડપથી કામ પતાવા લાગ્યો.

 

                         બ્હાર બધા કર્મચારીઓ નિખિલની વાટ જોતા હતા. તે બધા ઉત્સાહિત દેખાતા હતા (ભાવિકા સિવાય). લેપટોપ બંધ કરી ચાર કોરા કાગળ લઈ તે બ્હાર આવ્યો. બધા ગણગણવા લાગ્યા કે આજે કઈ પ્રવૃત્તિ કરાવશે.

સો ફ્રેંડ્સબે ગુડ ન્યૂઝ છે. આપણી ઓર્ગેનાઝેશન ગુજરાતની છઠ્ઠી ઝડપી ફાઇનાન્સ સર્વિસ આપનાર કંપની બની છે.કર્મચારીઓમાં હરખની લહેર ગુંજી ઉઠી. બધાએ તાળીઓ પાડી. નિખિલે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: જે... (કર્મચારીઓ એક-બીજાને વધાવા લાગ્યા.) ઓકે, જે તમે આવતી કાલના સમાચારપત્રમાં વાંચી શકશો... આનંદ-કિલ્લોલ અને શોરબકોર થઈ રહ્યો.

                         “...અને બીજી વાત આપણા બરોડાના ક્લાઈન્ટ ફોલિફાસ્ટ કંપનીના સંચાલકો આપણી સર્વિસથી ખૂબ જ ખુશ અને પ્રભાવિત થયા છે. (ફરીથી તાળીઓના ગડગડાટથી ઓફિસ ગુંજી ઉઠી) તેમણે આપણી સંસ્થાને એક ઉમદા તક આપી છે. બરોડાના ઈકોનોમી ઝોનમાં તેમણે આપણને એક ઓફિસ ઓફર કરી છે અને એ પણ ખૂબ જ નજીવા ભાવમાં.ધા એકાએક થંભી ગયા.

 

                         તેણે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: વડોદરાના લાર્જ ઇકોનોમી માર્કેટમાં આપણી ઓર્ગેનાઇઝેશન પગ પેસારવા જઈ રહી છે. મારે આપ સૌના સાથની જરૂર છે. જે કમાલ છેલ્લા ચાર મહિનામાં આપણે કરી બતાવી છે એનુ આ ફળ છે.ગંભીર સન્નાટો ઓફિસમાંકર્મચારીઓના ચહેરા પર અને તેમના મનમાં પ્રસરી ગયો. આઘાતના વિચિત્ર ભાવો સાથે સૌ નિખિલને જોઈ રહ્યા. બે ઘડી શાંતિ પ્રસરી રહી.

આ સાવ ન કામનો આઇડિયા છે!

આ કંપની ડૂબી જશે.

હજુ માર્કેટ જમાયુ નથી અને આટલુ મોટુ જોખમ!

પતી ગયુ હવેઆ કંપનીનુ પુરુ થઈ જશે.

 

                         એક પછી એક કર્મચારીઓ બોલ્યા. બધા અંદરો-અંદર કોલાહલ કરવા લાગ્યા. ભાવિકા ગંભીરપણે નિખિલ સામે જોઈ રહી. બધા નિખિલને દોષ આપી રહ્યા હતા. તેની નિંદા કરવા લાગ્યા. નિખીલે ભાવિકા સામે જોયું, પછી સમગ્ર સ્ટાફ સામે તીખી નજરે જોયું. તેના વિષે બોલવાવાળાઓનો અવાજ ધીમો પડ્યો. તે નિરાશ થયો:

ક્લાઈન્ટએ મને નવા કર્મચારીઓનો સ્ટાફ સોંપયો છે. મને એક ને જ ત્યાં બોલાવ્યો છે અને આ બિલ્ડીંગ પર તાળુ લગાડવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના હાથમાં જે કાગળ હતાએનુ ભૂંગળુ વાળતા તે બોલ્યો. બધા છક થઈ ગયા. તેણે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: તમને બધાને ખબર હશે ગયા મહિને હું બરોડા ગયો હતો. ત્યારે હું ફોલિફાસ્ટ કંપનીના સંચાલકોને મળ્યો હતો. એ દિવસથી આના પર ચર્ચા ચાલી રહી છે.

 

તો જ્યારે બધુ અગાઉ થી નક્કી જ કરી લીધુ છે તમેતો અમને કહી શું કામ રહ્યા છો? નિકાળી મૂકો અમને નોકરી પરથી.કર્મચારીઓમાંથી કોઈક બોલ્યું. બધા નિખિલને જોઈ રહ્યા.

 

                         “મારે કોઇની પરવાનગી લેવાની કે તમને કશુ કહેવાની જરૂર નથી. છતાં મેં ક્લાઈન્ટને વાત કરી કે હું મારી ટીમને મૂકીને નથી આવવાનો. મારા ધંધાના પ્રોફિટ કરતા વધારે મહત્વના મારી સંસ્થાના કર્મચારીઓ છે. અમારી સંસ્થાની સફળતા પાછળ હું એકલો નહી, મારી પૂરી ટીમનો હાથ છે. આ જાણી ફોલિફાસ્ટના સંચાલકોએ આપણા હોલ સ્ટાફને ત્યાં બોલાવ્યા છે. આપ સૌના રહેવાની સગવડ પણ થઈ જશે. હવેમુખ્ય વાત. આગામી ભવિષ્યમાં આપ સૌની ભૂમિકા બદલાવાની છે. તમે બધા આ સંસ્થાના વરિષ્ઠ કર્મચારી બનવા જઈ રહ્યા છો. જે તમારી આવકમાં વિધાયક ભાગ ભજવશે... તો નિર્ણય હવે તમારે લેવાનો છે. તમે શું કરવા માંગો છો. આ સંસ્થા સાથે આગળ વધવુ છે કે અહીથી છૂટા પડવુ છે? બોલી તે કાગળ સીધા કરવા લાગ્યો.

 

                         બધાના ચહેરા પર ૧૨ વાગી ગયા. નિખિલના નિર્ણયથી બધા અસહમત હતા પરંતુ નિખિલની સામે બોલવાની કોઇની હિમ્મત થઈ નહી. કેટલીક બીજી બાબતો પણ છે જે હું તમને સમય આવતા જણાવીશ.કાગળ ડેસ્ક પર મૂકી સીધા કરતા કરતા તે બોલ્યો. ચંદુ... એક પેન લાવી આપજે. (સૌ કોઈ તેને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા) ગાઈસજો આજે આ તક નહી ઉપાડીને તો બીજીવાર ઉપર ઉઠવુ મુશ્કેલ થઈ જશે.સૌ કોઈ મોઢુ નીચુ કરી ઊભા રહ્યા હતા. ભાવિકા તેની સામે જોઈ રહી. કોઈ કઈ બોલ્યુ નહી.

 

                         ચંદુ પેન લઈ આવ્યો. નિખિલ જે કાગળ લાવ્યો હતો એ તેણે નોટિસ બોર્ડ પર લગાવ્યા અને ના પર કઈક લખવા લાગ્યો. પાછળ વળી તે બોલ્યો: આ નોટિસ બોર્ડ પર મારે એ નામ જોઈએ છે જેને આ સંસ્થા સાથે આગળ જોડાઈ રહેવુ છે. તમારા નામ અને તમારા પરિવારની વિગત આ કાગળ પર લખવાની છે. મારે લીસ્ટ બનાવી બરોડા મોકલવાનુ છે.તે બોલી રહ્યો હતો ત્યાં પાછળ ચંદુ કાગળ પર તેનુ નામ લખી રહ્યો હતો. નિખિલે પાછળ ફરી જોયુ. બધા ચંદુને જોઈ રહ્યા. તેણે પરિવારના સભ્ય સંખ્યામાં ૧ લખ્યુ. નિખિલે તેને પૂછ્યુ: તારો પરિવાર ક્યાં છે ચંદુ?”

સાહેબઆ સંસ્થા જ મારો પરિવાર છે. હવે જ્યા આ સંસ્થા ત્યા હું.ચંદુ બોલ્યો.

 

                         નિખિલે તેને ગળે લગાવી દીધો: દિલ જીતી લીધુ તે દોસ્ત!એ પછી ભાવિકા પોતાનુ નામ એ લીસ્ટમાં ઉમેરી આવી. બીજુ કોઈ આગળ આવ્યુ નહી. નિખિલની આજુ બાજુ ભાવિકા અને ચંદુ ઊભા રહ્યા. તે બોલ્યો: ઓકે. મને લાગે છે તમારે લોકોને વિચારવા માટે ટાઈમ જોઈતો હશે. વાંધો નહી. શાંતિથીપાણી પી નેઠંડા દિમાગે ફેમિલી સાથે વાત કરી, વિચારીને નિર્ણય લેજો. નિખિલ બોલ્યો.

 

એન્ડ ગાઈસજો કોઈ અંગત સમસ્યા હોયઅહી તમે બધાની વચ્ચે ન કહી શકતા હોવ તો વાંધો નહીમને અથવા નિખિલને રૂબરૂમાં એકલા મળીને પણ વાત કરી શકો છોએનીટાઇમ!ભાવિકા બોલી.

 

                         બધા ઉદાસ મોઢે છૂટા પડ્યા. આગલા દિવસે ૬ લોકોના રાજીનામાના મેઈલ આવી ગયા. તેની સામે ૯ કર્મચારીઓએ પોતાના નામ બોર્ડ પર ઉમેર્યા હતા. નિખિલે બીજી મિટિંગ રાખીબધા કર્મચારીઓને બોલાવ્યા અને કહ્યુ: આ સંસ્થા સાથે જોડાઈ રહેવા માટે હું કોઈને ફોર્સ નહી કરુ બટ એક વાત જરૂર કહીશ જ્યારે બરોડામાં આપણી ઓફિસ સ્ટાર્ટ થશેને ત્યાં આપણને ૩૦૦ જણાનો સ્ટાફ મળવાનો છે. આ ૩૦૦ના લીડર કોણ બનશે ખબર છેઅહી ઉભેલા ૩૦ લોકો. તમે એ ૩૦૦ના આગેવાન બનશો. અત્યારે તમારા પર જે કામનો બોજ છે. ત્યાં હટી જશે.આટલુ કહી તેણે પોતાની વાત પૂરી કરી.

 

                         એ પછી પણ નિખિલને લાગ્યુ કર્મચારીઓ નહી માને. માટે તેણે બે દિવસ બાદ ફોલિફાસ્ટ કંપનીના સંચાલકોને ઓફિસ વિઝિટ માટે બોલાવ્યા. ફોલિફાસ્ટના સંચાલકોએ નવી ઓફિસની સંપૂર્ણ માહિતી આપી અને તેના શક્ય તેટલા હકારાત્મક પાસા જણાવ્યા. ફોલિફાસ્ટ કંપનીના સંચાલકોએ સારી રીતે સમજાવ્યુ હતુ. જેની અસર વર્તાતી હતી. એ જ દિવસે ૧૧ લોકોએ પોતાના નામ લીસ્ટમાં ઉમેર્યા. ત્યારબાદ સંચાલકોએ નિખિલને હવે પછીનુ એક જ અઠવાડિયુ આપ્યુ અને અમદાવાદના સ્ટાફનુ ફાઇનલ લીસ્ટ માંગ્યુ.

 

                         શુક્રવાર આવ્યો. અમદાવાદની ઓફિસમાં છેલ્લો કામનો દિવસ. ગમ્મતનો છેલ્લો એક કલાક. ૬ જણાએ તેમના નામ લીસ્ટ પર લખ્યા. નિખિલે એ દિવસે ઓફિસમાં પાર્ટી રાખી. મોટાભાગે ખુશીનો માહોલ હતો. ચાર કર્મચારીઓએ એક-એક કરી નિખિલ સાથે અંગત વાત કરી. કેટલાક નિજી કારણોના લીધે તેઓ બરોડા મૂવ થઈ શકે એમ ન હતા. બીજા બે કર્મચારીઓને અમદાવાદ છોડી જઉ ન હતુ. તેથી તેઓએ રાજીનામુ આપ્યુ અને અંતના સમયે બે કર્મચારીઓએ પોતાના નામ લીસ્ટમાં જોડ્યા. એમ કુલ ૨૮ જણાનુ લીસ્ટ તૈયાર થયુ.

 

                         ૨૯મીએ બરોડા લીસ્ટ મોકલવામાં આવ્યુ. ૭મી જાન્યુઆરીથી બરોડામાં ઓફિસ શરૂ થઈ. નવા સ્ટાફ સાથે કામ શરૂ થયુ. નિખિલ અને ભાવિકાની જવાબદારીઓ વધી. ૧૩-૧૪ ક્લાક બન્ને સતત ઓફિસમાં કામ કરતા. ભાવિકાને નિખિલના કામ કરવાની રીત ગમતી. તેની બોલવાની કળાપરિસ્થિતિને અનુરૂપ હાવભાવ એકદમ પરફેક્ટ તા. નિખિલની બોલવાની છટા એવી અદભૂત હતી કે તે દરેકને પોતાની વાતમાં પરોવી લેતો. ભાવિકા આ બધુ નોટિસ કરતી. માટે ઘણીવાર તે નિખિલને મિસ્ટર પરફેક્ટ કહીને બોલાવતી. શરૂના ત્રણ-ચાર મહિના આવી દોડધામ રહી પછી ઓફિસ બરાબર પાટા પર આવી ગઈ.

 

*

 

                         આજે છ મહિના બાદ તેને તેના મિત્રોની યાદ આવી. એ મિત્રો જેમણે છેલ્લા છ મહિનાથી તેની ખબર પૂછવા એક કોલ કે મેસેજ સુધ્ધા કર્યો ન હતો. આટલા સમયથી તેના મિત્રોએ તેને ન બોલાવ્યો એની પાછળ કોઈ કારણ હોય શકે છેએ જાણવા તે અમદાવાદ આવ્યો. નિખિલ અમદાવાદ આવી રાજને મળ્યો. રાજ તેના ઘરે લઈ ગયો. સોહાના નિખિલને આશ્ચર્ય સાથે જોઈ રહીચોંકી ઉઠી. તેણે નિખિલને આવકાર્યો. ત્રણેય દીવાનખંડમાં બેશયા.

 

                         “અમે યાદ છીએ તમનેકે ભૂલા પડ્યા આ રસ્તેસોહાનાએ ટોણો મારતા નિખિલને કહ્યુ. કેવી વાત કરે છે તુતમને હું ભૂલી શકુ?”

ભૂલી જ જાય નેઆટલા સમય ક્યાં યાદ આવી તને અમારી૬ મહિનાથી વધારે થયુ એ વાતને.સોહાનાના શબ્દોમાં સાફ રીતે નારાજગી દેખાઈ રહી હતી. તેની વાતનો નિખિલ પાસે કોઈ જવાબ ન હતોમાટે તે ચૂપ રહ્યો.

હું કઈક ઠંડુ લેતો આવુ.કહી રાજ રસોડામાં ચાલ્યો ગયો. સોહાનાએ આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: તારા ગયા પછી મને થતુ કે આમાં અમારો વાંક શુંએ રાત્રે તુ આવ્યોતે કહ્યુ ને કે ધર્મિસ્ઠા સાથે વાત કર. એટલે મેં વાત કરી. એનાથી વધારે કે ઓછુ મેં કાઇ કર્યુકાઈ ખોટુ કર્યુ હતુ મેં?”

એવુ કઈ નથી યાર... સોહાના તમારા લોકોના બહુ મોટા અહેસાન છે મારા પરજેનુ ઋણ હું ક્યારેય નહી ચૂકવી શકુ. પ્લીઝ આવુ ન બોલ.

તો શું બોલુ? બરોડા જતા પહેલા એકવાર મળવા પણ આવ્યો...? મળવા તો છોડ એક મેસેજ કે કોલ પણ ન કર્યો... એક ફોન પણ ન કર્યો તે!તેનો અવાજ ગહેરો થઈ ગયો. ચહેરો થોડો રડમસ થઈ ગયો.

 

                         નિખિલ આંખ પર હાથ રાખી પોતાના આંસુ રોકી રહ્યો. રાજ આવ્યોટેબલ પર ટ્રે મૂકી. નિખિલની બાજુમાં બેઠો. જે દિવસે મેં ધર્મિસ્ઠા સાથે ફોન પર વાત કરી ત્યારે મને લાગ્યુ કે અમે ખાલી ધર્મિસ્ઠાને જ ખોઈ છે પણ તારા ગયા પછી મને ખબર પડી કે અમે બે દોસ્ત ગુમાવ્યા.કહી સોહાના મોઢુ નીચે કરી પોતાના આંસુ લૂછવા લાગી. નિખિલ તેની બાજુમાં ગયો. તેના ખભે હાથ રાખી શાંત રાખતા કહ્યુ: ઓય... એવુ કઈ નથી. હું તમારી પાસે જ છુ. નથી કોઈએ કોઈને ગુમાવ્યા. તમારાથી દૂર મને પણ ન હતુ ગમતુ અને હું આવ્યોને... મારે બસ થોડો ટાઈમ જોઈતો હતો મારા માટે. આ બધી જે ઘટના બની મારી લાઈફમાં, આપણાં ગ્રૂપમાં એને સમજવા, પ્રોસેસ કરતાં મને સમય લાગ્યો. સોહાના... (નિખિલે એને પોતાની સામે જોવડાવ્યુ) આમસામે જો મારી... મને બહુ જ આઘાત લાગ્યો હતો એને ગુમાવાનો. મારા મનમાં બહુ બધુ ભરાઈ ગયુ હતુ. એ બધુ નિકાળવા અને મને વ્યવસ્થિત થતા થોડો ટાઈમ લાગ્યો. એટલે હું દૂર થયો બધાથી. બાકી તમે બધા તો કારણ છો મારી ખુશીના. તમને ન ભૂલી શકુ યાર...(થોડીવાર બાદ) સોહાના પ્લીઝ મને માફ કરી દે. બહુ બધુ ગુમાવી દીધુ છે યાર, મારે હવે કોઈને નથી ગુમાવવા... આઇમ સોરી સોહાના!કહી તેણે સોહાનાને પોતાની સામે જોવડાવ્યુ.

 

                         સોહાનાએ આંસુ લૂછી નિખિલને ગળે લગાવ્યો. ફરીથી એની આંખોમાં પાણી આવી ગયુ. નિખિલની આંખો પણ ભીની થઈ ગઈ. કશુ કહેવાની કે કશો ખુલાસો કરવાની જરૂર ન હતી. બે દોસ્ત ભેટી રહ્યા હતા. એકબીજા માટેની લાગણી અને ફિકર જોઈ બેઉની આંખો આજ ભીની થઈ ચૂકી હતી. એ પછી તે બોલી: તને ખબર છે હું દરરોજ રાજને તારી વાત કરતી. મારે તને મળવા આવવુ હતુ પણ રાજ ના પાડતોએ કહેતો કે તુ તારી રીતે સંભાળી લઇશ. એટલે અમે તને બોલાવ્યો નહી. રાજ એમ પણ કહેતો કે જો તને મદની જરૂર હશે તો અમે તારી મદદ કરીશુ... પણ મદદની તો દૂરની વાત તે અમને બોલાવ્યા પણ નહી. બરોડા જતો રહ્યો એ પછી પણ નહી.સોહાના બોલી. બંને અળગા થયા.

 

                         નિખિલ ચૂપચાપ સાંભળી રહ્યો. બસસોહાના હવે એવું બધુ ના બોલ નહીતર બીજીવાર નહી આવે આપણા ત્યાં...રાજ હસતાં હસતાં બોલ્યો.

અરે એવુ કઈ નહી યારગમે એટલુ બોલી લો આવીશ તો હું અહિયાં જતમારા સિવાય કોણ છે મારૂબોલી લેવા દે સોહાનાને જે મનમાં ભરી રાખ્યુ છે એ.નિખિલ બોલ્યો.

કઈ નથી ભરી રાખ્યુ નિખિલબસ કહી દીધુ એણે, જે લાગ્યુ એને. આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા જ છે.રાજે જવાબ વાળ્યો.

થોડીવાર રહી ફરી તે બોલ્યો: લો જલ્દી આ ઠંડુ પીવો નહીતર ગરમ થઈ જશે.

 

                         ત્રણેય બીજી વાતો કરવા લાગ્યા. પરિવારના ખબર અંતર પૂછ્યા, નોકરી ધંધા કેવા ચાલે. એવી બધી અન્ય વાત કરતાં રહ્યા.

*

 

                         સાંજનો સમય થયો. પરેશના રેસ્ટોરન્ટ પર સૌએ ભેગા થવાનુ નક્કી કર્યુ. સાંજે સૌ ભેગા થયા. પરેશની મંગેતર પણ ત્યાં આવી હતી. તેની મંગેતરનુ નામ તન્વી હતુ. પરેશે તેની મંગેતર સાથે સૌને મળાવ્યા અને જૂની વાતો વાગોળવા લાગ્યા. બધા જૂની વાતો કરી રહ્યા હતા. તન્વી બધાને સાંભળી રહી હતી. બધી વાતો પતી ગયા પછી નિખિલે પૂછ્યુ: કેવા હતા એના લગ્ન?” બધા ચૂપ થઈ ગયા. થોડી ક્ષણો બાદ પરેશે ઉત્તર આપ્યો: લગ્ન તો જોરદાર હતાનળ સરોવરમાં ડેસ્ટિનેશન વેડિંગ રાખ્યા હતા.

હા... બહુ જ મસ્ત અરેંજમેંટ હતુ. રાજા-રજવાડા જેવુ બધુ ગોઠવ્યુ હતુ.રાજ બોલ્યો. સોહાના રાજની સામે જોઈ રહી. થોડીવાર શાંતિ જળવાઈ રહી. એ પછી તે બોલી: તારા મમ્મીને અને અંકલને અમે જોયા હતાતને નિમંત્રણ નથી આપ્યુ. એ વાતની જાણ થઈ એવા તરત અમે બન્ને ને ગિફ્ટ આપી, જાન આવે એ પહેલા નીકળી ગયા.

ઓહહ... (થોડી ક્ષણ બાદ બોલ્યો) અને... તે પરેશ શું કર્યુ?”

આપણે ફૂલ વેડિંગ અટેંડ કરી. મને તો બહુ મજા આવી.

 

                         સૌ કોઈ તેને જોઈ રહ્યા. “સરસ. શું મજા કરી તે?” નિખિલે પૂછ્યુ. સૌથી પહેલા તો તમને લોકોને યાર એક વાત કહેવા માંગુ છુ કે ધર્મિસ્ઠાને તમે લોકો જેટલી ખરાબ માનો છો એટલી ખરાબ એ છે નહી. એનો ફ્રેંડશીપનો કોન્સેપ્ટ જ જુદો હતો. એણે બોવ પ્રેક્ટિકલ ડીસીજન લીધા છે.

એમતને બોવ ખબર છે એની!સોહાના બોલી.

હા... આપણે આઇ.ટી.આઇ.માં ભણતા હતા ત્યારથી હું અને ધર્મિસ્ઠા ક્લોઝ ફ્રેન્ડ રહ્યા છીએ. હું જાણુ છુ એણે એવુ કેમ કર્યુ.

કેમ એણે એવું કર્યુ ?” તરત નિખિલ બોલ્યો.

તુ જ કેને કેમ એણે એવુ કર્યુ. ડાયાઆ ભાઈ જે રાત્રે આપણુ રિયુનિયન હતુ એ રાત્રે ધર્મિસ્ઠાને એના ઘરે મૂકવા ગયો હતો. ત્યારે રસ્તામાં એણે નિખિલને વિરાજની વાત કરી હશે. એણે જસ્ટ પૂછ્યુ કે હું વિરાજ સાથે વાત કરુ કે નહીતો આ ભાઈ તો કહી આવ્યો કે હા, હા કરી લે લગ્ન! સીધી લગનની જ વાત. એમ કીધુ કે આવો રૂપિયાવાળો સારો છોકરો વારંવાર ન મળે. અલ્યાઆવુ બોલાય પણટોપા!પરેશ બોલ્યો.

ઓહ માય ગોડ! તે એને એવુ કહ્યુ હતુ?” સોહાના એ આશ્ચર્ય સાથે પૂછ્યુ. રાજ હસવા લાગ્યો. નિખિલ બોલ્યો: તો શું કહુ હું એનેએણે મારી પાસે સલાહ માંગી.

તોતારે તારી વાત કરાય કે હું તને લવ કરુ છુ. પેલા ને ના પાડી દે. એમ કહેવાય પોપટ.રાજ બોલ્યો અને હસવા લાગ્યો. ખરેખર તો બધા હસવા લાગ્યા.

નિખિલ... નિખિલ... શું યારઆવુ કરાય સાવ?” સોહાના બોલી.

નિખિલ ભોંઠો પડ્યો: તને આ વાત કેવી રીતે ખબર?” તેણે પરેશને પૂછ્યુ.

એણે મને લગ્નના આગલા દિવસે સંગીત સંધ્યા પત્યા બાદ કહ્યુ હતુ. (થોડીવાર બાદ) એક તરફ તુ એને બીજા સાથે પરણવાની સલાહ આપે છે અને બીજી તરફ તુ એને પ્રેમ કરે છે. એવુ જતાવે તો કોણ પાગલ હા પાડેપેલીને એમ થાય કે આ પોતે જ કન્ફ્યુઝ છે અને મને પણ કન્ફ્યુઝ કરશે.

 “સાચી વાત.સોહાના બોલી.

  “હાએણે તને કંકોત્રી ન આપીને ખોટુ કર્યુ એટલો ઇગો રાખવાની જરૂર ન હતી પણ શું કરી શકાય હવે. પરેશ બોલ્યો.

 “હાયાર જો ને આટલા ટાઈમની ફ્રેંડશિપનુ પણ એણે ન વિચાર્યુ.” સોહાના બોલી.

 “સારુ છોડો એ વાત. ધર્મિસ્ઠાપુરાણ બંધ કરો હવે. બીજી વાત કરો.રાજ બોલ્યો.

 

                         રાત્રે સાડા નવ-દશ સુધી પાંચેય ગપ્પા મારતા રહ્યા. એ પછી રાજ-સોહાના પોતાના ઘરે જતા રહ્યા. જતા જતા પણ આટલા સમય સુધી નિખિલે એમને ન બોલાવ્યા એ વાતની હળવી નારાજગી તે જતાવતી ગઈ. નિખિલે બધાને બરોડા આવવાનુ આમંત્રણ આપ્યુ. પરેશ તેની મંગેતરને ઘરે મૂકી આવ્યો અને નિખિલ બરોડા પાછો ફર્યો.

 

*

 

                         રાત્રે ૧૨:૩૦, ૧ વાગે તે ઘરે પહોંચ્યો. મુસાફરી કરી તે થાક્યો હતો. તે સીધો સુવા પામ્યો. રાતના ત્રણ વાગતા અચાનક આંખ ખૂલી ગઈ. તે પાણી પીવા ગયો. પાણી પી પાછો સૂતો. સૂતા પહેલા અમસ્તા જ મોબાઈલ જોયો. એમાં ભાવિકાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઇ-મેઈલ વાંચી તે હચમચી ગયો. અત્યંત આઘાતમાં આવી ગયો. તેણે તરત ભાવિકાનો નંબર ડાયલ કર્યો. એક ક્ષણ તે અચકાયોવિચાર આવ્યો કે અરધી રાત્રે એને આવી રીતે કોલ કરવો યોગ્ય લાગશે કે કેમબીજી ક્ષણે થયુ ૧૪-૧૪ કલાક સાથે કામ કરતા હતા. આટલા સમયથી એકબીજાને જાણતા હતાએટલે અવ્યવસાયિક લાગે એમ ન હતુ. તેણે ભાવિકાને કોલ લગાવ્યો.

 

                         એણે નિખિલનો ફોન ન ઉપાડયો. નિખિલે બે-ત્રણ પ્રયાસ કરી જોયા પણ ભાવિકાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે ભાવિકાને મેસેજ મોકલ્યો: ટોમોરો મીટ મી એટ ઓફિસ.તે સૂઈ ગયો. સૂવાનો ડોળ કરી રહ્યો હતો. તેના મનમાં ચાલતા વિચારોએ તેને ઊંઘવા ન દીધો, એક અજાણ્યો ડર તેના મનમાં થઈ રહ્યો. કેમ અચાનક ભાવિકાએ આવુ કર્યુ? એ વિચારમાં જ આખી રાત વહી ગઈ.

 

                         સવારે ઉઠીતૈયાર થઈ ફટાફટ ઓફિસે પહોંચયો. તેની કેબિનમાં એ.સી. ચાલુ હોવા છતાં પરસેવો થઈ રહ્યો હતો. તેણે એ.સી.ની ઠંડક વધારી. તેનુ માથુ દુખતુ હતુ. બ્હાર ફોન લગાવી ચંદુ પાસે ક્રોસીન અને એક ગ્લાસ પાણી મંગાવ્યુ. દવા પી તે કમ્પ્યુટરમાં કામ કરવા લાગ્યો પરંતુ કામમાં મન ન પરોવાયુ. તે બારી આગળ ઊભો રહી બ્હાર રસ્તા પર ચાલતા વાહનો નીરખી રહ્યો. થોડીવાર બાદ ભાવિકા આવી. એણે એના સામાનનુ બેગ બ્હાર મૂક્યુ અને દરવાજે ટકોરા માર્યા. નિખિલે એને અંદર આવવા કહ્યુ. એના હાથમાં હેંડબેગ હતી. એ લઈ તે અંદર આવી. નિખિલની સામે બેશી. એ જે રીતે ત્યાં બેશી હતી એ જોઈ નિખિલને કોઈકની છબી એક ક્ષણ માટે દ્રષ્ટિપટ પર આવી ગઈ.

આવ, શું લઇશ ચા કે કોફી?” તેણે પુછ્યુ.

કઈ નહી.તેણીએ સાદો જવાબ આપ્યો.

ઓકે. કઈ પ્રોબલમ થઈ છે ભાવિકાકાલે મેં તારા રાજીનામાનો મેઈલ જોયો... શું થયુ છે?

આઈ કાંટ બૈર ઈટ એનીમોર! હવે મારાથી નહી થઈ શકે!વીલા મોઢે તે બોલી.

શું નહી થઈ શકે?”

તેણીએ મોઢુ હલાવી ના પાડી. તે હતાશ મોએ આગળ કશુ બોલી ન શકી. તેણીએ પોતાના હોઠ દબાવ્યા અને પાંચ સેકંડથી રોકી રાખેલો શ્વાસ છોડ્યો.

ભાવિકાથયુ છે શું...શું સહન નથી કરી શક્તી તુ?” વાત જાણવાના ઇરાદે નિખિલે પુછ્યુ.

આ બધુ નિખિલ... આટલો સમય થયોઅને... હવે..(અચકાતા) હું નહી સહન કરી શકુ.તેની આંખો છલોછલ થઈ ઉઠી. મોઢુ નીચે નાખી તે રૂમાલ વડે આંખો લૂંછવા લાગી.

નિખિલ ઊભો થયો અને ભાવિકાની બાજુમાં બેશયો. તેના ખભે હાથ મૂક્યો અને બોલ્યો: ભાવિકા... સામે જો મારી... (તે નીચે જોઈ રહી) ભાવિકાલે પાણી પી.કહી તેણે ભાવિકાની હડપચી ઉઠાવી સામે જોયુ અને એને પાણી નો પ્યાલો આપ્યો. તેણીએ પાણી પીધુ, થોડી સ્વસ્થ થઈ.

શું થયુ ભાવિકા?” નિખિલે પુછ્યુ.

નિખિલઆઈ નો હાવ ટુ બિહેવ પ્રોફેશનલ અને એટલે જ મેં રિસાઇન મૂક્યુ છે.

અરેકેમ પણથયુ છે શું?!?વારંવાર પૂછપૂછ કરવાથી નિખિલમાં તાલાવેલી વધી.

નિખિલઆટલા સમયથી ચૂપ રહી. થયુ કે ભૂલી જવાશેહું રોકી લઇશ પોતાને... પણ નથી થઈ શકતુ મારાથીઅને હવે આગળ પણ નહી થઈ શકે!

શું ભૂલી જવુ છે તારેશું તારાથી આગળ નહી થઈ શકે?” નિખિલના પ્રશ્નોમાં બેચેની દેખાવા લાગી.

નિખિલ એક લગાવ જોડાય ગયો છે મને તમારાથી. જે તમારી નજીક મને ખેંચે છે. બહુ ટ્રાય કર્યો મેં પોતાને રોકવાનો પણ હવે આગળ નહી થઈ શકે મારાથી.આટલુ બોલી તે એની સામે જોઈ રહી.

નિખિલ ભાવિકાના આ શબ્દો સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયો પણ મોઢા પર એ ભાવ આવવા દીધા નહી:હું સાંભળુ છુ.

ભાવિકાએ આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: હું જાણુ છુ આ કોર્પોરેટ છે અને મારે કેવી રીતે બિહેવ કરવુ જોઈએ અને તમે એથીક્સને લઈને કેટલા સ્ટ્રિક્ટ છો, કામમાં કેટલા પરફેક્ટ છો, આઈ નો...

નિખિલ બે ઘડી તેની સામે જોઈ રહ્યો પછી બોલ્યો: અચ્છાતો તુ જાણે છે કોર્પોરેટમાં કેવી રીતે બિહેવ કરવુ જોઈએ?”

 

                         “હા. કોર્પોરેટમાં તમે અને તમારી કંપની/ઓર્ગેનાઇઝેશન એક પરિવાર છે. એવો પરિવાર જ્યાં લોકોને પોતાના કામથી સંબંધ હોય છેએવો સંબંધ જે ફક્ત કર્મચારી તરીકેનો જ હોય છે!(નિખિલ ચૂપચાપ તેની સામે જોઈ રહ્યો. તેણીએ આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ) પરિવારની વ્યાખ્યા શું છે તમે જણાવશો મને(બે ક્ષણ તે નિખિલની સામે જોઈ રહી. નિખિલે કોઈ ઉત્તર ન આપ્યો. એણે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ) એક પરિવારમાં કોણ કોણ રહે છેબધી મોટી કંપનીઓ-સંસ્થાઓ કહેતી હોય છે આ સંસ્થા એક પરિવાર છેકુટુંબ છેકેવુ કુટુંબ? કુટુંબમાં કોણ હોયભાઈ હોયબહેન હોય, મમ્મી હોયપપ્પા હોયદાદા-દાદી હોય, પતિ-પત્ની હોય. આ બધા હોય એને કુટુંબ કહેવાય. પણ તમારા આ કોર્પોરેટ પરિવારમાં બે સંબંધીઓ પણ સાથે કા નથી કરી શકતા. આવો કેવો પરિવારઅને આવુ ચાલતુ આવ્યુ છે અને આગળ પણ આવુ ચાલ્યા કરશે. (નિખિલ કશુ બોલ્યો નહી તેની સામે જોઈ રહ્યો. તે ઘડીવાર થંભી પછી બોલી) એટલે જ મેં રિસાઇન મૂક્યુ છે. જ્યાં વ્યક્તિની લાગણીઓ વ્યક્ત ન થઈ શક્તી હોયજ્યાં સ્નેહને સ્થાન ન હોય એવા પરિવારમાં મારે નથી રહેવુ.” કહી તેણે તેની વાત પતાવી.

 

                       આ બધુ જાણી ને જ તે આ ડીસીજન લીધો છે રાઇટ? (ભાવિકા તેની સામે જોઈ રહી) તને આ સંસ્થામાં ન ફાવતુ હોય તો તુ જઈ શકે છે. મને એનાથી કોઈ વાંધો નથી.નિખિલ બોલ્યો. ભાવિકા ઊભી થઈ જતી રહી. બ્હાર બીજા કર્મચારીઓએ એને આવકાર આપ્યો. રાજીનામાની વિધિ પૂરી કરી ભારે મન સાથે તે વોશરૂમ તરફ ગઈ. બહુ બધુ મનમાં ઊછળી રહ્યુ હતુ. અંદર પહોંચતા જ જે મનમાં ઊછળી રહ્યુ હતુ એ આંખો થકી બ્હાર આવવા લાગ્યુ. તેને પોતાના પર ગુસ્સો આવ્યોતે કેમ રડી રહી હતીતે પોતાની જગ્યાએ સાચી જ છેતેનો કોઈ વાંક છે જ નહી તો કેમપણ આ બુદ્ધુ દિલ તર્કને ક્યાં સમજે છે. એ તો બિચારુ જ્યાં લાગણીઓ તરસતી થાય ત્યાં પલકો છલકાવી નાખે છે. તે મોઢું ધોઈફ્રેશ થઈ બ્હાર નીકળી.

 

                         નિખિલ વિચારવા લાગ્યો: ભાવિકાએ જે રીતે એના મનની વાત મને કરીએવા દ્રષ્ટિકોણથી મેં કદી એને કલ્પી ન હતી કે ન એના વિષે ક્યારેય એવો ખયાલ મને આવ્યો છે. તેમ છતા મેં ઘણીવાર એના પર હક જતાવ્યો છે. એ હંમેશા મારી પડખે ઊભી રહી છે. જ્યારે બરોડાની ઓફિસની ડિસ્કશન માટે અમે બ્હાર જમવા ગયા ત્યારે એ હું જ હતો જેણે એને કહ્યુ હતુ કે ન તો હું તારી પરવાનગી માંગુ છુ કે ન તો હું તારી મરજી માંગુ છુ... એ શું હતુકેમ મેં એને ટેકન ફોર ગ્રાન્ટેડ રાખી હતી. કેમ એ દિવસે એણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર કહી દીધુ કે હું તમારી સાથે છુકેમ એણે એવુ કહ્યુ?

 

                       આ જગ્યાઆ લોકોઅહી ઓફિસ લાવ્યામારી સાથે એ પણ ૧૩-૧૪ કલાક કામ કરતી હતી કેમકેમ એણે મારો સાથ આપ્યોઅને મેં શું કર્યુએને કાઢી મૂકી! તેને વિદ્યૂતે કહેલી વાત યાદ આવી: કેવા લોકોને આપણા જીવનમાં આવવા દેવા અને કેવા લોકોને આપણા જીવનમાંથી જવા દેવાએ અસમંજસનુ નામ જ જિંદગી. ઘણા વિચારો અને સવાલો બાદ મુખ્ય સવાલ એ થયો કે ભાવિકાને મારે મારી જિંદગીમાંથી જવા દેવી કે ન જવા દેવી જોઈએ?

 

                         તે ઊભો થયો અને ઝડપથી કેબિનની બ્હાર દોડ્યો. ઓફિસમાં એ ન દેખાઈ. તે દોડતો લિફ્ટ આગળ ગયો. નિખિલની ઓફિસ છઠ્ઠા માળે હતી. ભાવિકા લિફ્ટનો ઉપયોગ ઓછો કરતીજો નિખિલ સાથે હોય તો જ તે લીફ્ટમાં જતી બાકી નહી. નિખિલને આ વાતની ખબર હતી એટલે તે સીડીઓ તરફ ભાગ્યો. તે ફટાફટ સીડી ઉતરી રહ્યો હતો. તે ગ્રાઉંડ ફ્લોર પહોંચ્યો. ભાવિકા ન દેખાઈ. ગરમીના કારણે તે પરસેવે નાહી ગયો. વધારામાં તેણે શુટ પહેર્યો હતો જેથી વધારે ગરમી લાગી રહી હતી. તે દોડતો આવ્યો હતો માટે હાંફી ગયો. આજુબાજુ નજર નાખી પણ એ તેને ન દેખાઈ. તે ભાગતો મુખ્ય દરવાજા આગળ ગયો. તેણે ચોકીદારને હાંફતા-હાંફતા પૂછ્યુ.

 

                         નિખિલ હાંફતા-હાંફતા બોલી રહ્યો હતો માટે ચોકીદારને કઈ સમજાયુ નહી. નિખિલની હાલત જોતા, કઈ ન સમજાતા નિખિલ આગળ પાણીની બોટલ ધરી. નિખિલ વધારે ચિડાયો. તે મુખ્ય દરવાજથી બ્હાર ગયો. બ્હાર રોડ બાજુ ક્યાંય તેને ભાવિકા ન દેખાઈ. તે પાછો અંદર આવ્યો અને ગ્રાઉંડ ફ્લોર પાછળ પાર્કિંગ તરફ દોડ્યો. પાર્કિંગ તરફ જવાનો લાંબો માર્ગતો. તે એ તરફ દોડ્યો. દોડતા-દોડતા પાર્કિંગમાં દેખાતા વાહનો અને થોડા ઘણા માણસો જે ઊભા હતા એમના પર નજર નાખતો ગયો. તે થાકી ગયો, તેની ગતિ ધીમી થઈ. દૂર પાર્કિંગના સામે છેડે કિનારે તેણે ભાવિકાને જતા જોઈ. તે એ તરફ ભણ્યો.

 

                         નિખિલે તેની દોડવાની ગતિ વધારી. ભાવિકા તેનાથી ઘણી દૂર હતી. તે બન્ને વચ્ચે ૮૦૦ મીટર જેટલુ બાહ્ય અંતર હતુ. (બન્નેના મન વચ્ચે કેટલુ અંતર હતુ એ કહેવુ જરા મુશ્કેલ છે.) નિખિલે બૂમ લગાવી. ભાવિકાએ ન સાંભળ્યુ. નિખિલ તેની પાછળ દોડ્યો અને વધુ જોરથી બૂમ મારી. આ વખતે તેણીએ સાંભળ્યુ. નિખિલને પોતાની તરફ આવતા જોઈ તે ઊભી રહી ગઈ. નિખિલ હાંફતો આવ્યો અને ઘૂંટણે હાથનો ટેકો રાખી થાક ખાતો ઊભો રહ્યો. તે પાછળ ફરી. ભાવિકા ચૂપચાપ તેની સામે જોઈ રહી. નિખિલે તેનો કોટ ઉતારી હાથમાં પકડયો. તેણીએ સફેદ પ્લાઝો પહેર્યુ હતુ. માથા પર સફેદ ટોપી અને કાળા ગોગલ્સ. તેના એક હાથમાં હેંડબેગ અને બીજા હાથમાં મોટુ બેગ હતુ.

 

બે મિનિટ મારે તારી સથે વાત કરવી છે. હાંફતા હાંફતા તે એટલુ બોલ્યો અને ઝડપી રીતે શ્વાસ ભરવા લાગ્યો. થોડીવાર રહી બોલવાનુ ચાલુ રાખ્યુ: મેં મારા જીવનમાં બહુ બધી ભૂલો કરી છે...(ઝડપી શ્વાસ ખાતા બોલ્યો) જેમ તુ માને છે એમ હું કોઈ મિસ્ટર પરફેક્ટ નથી. મારી ભૂલો ભયાનક હતી... ક્યારેક મનની વાત કોઈકને યોગ્ય સમયે જણાવામાં ભૂલ કરી, તો ક્યારેક દોસ્તોને ભૂલવાની ભૂલ કરી અને અત્યારે સૌથી મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો કે તને મારાથી દૂર થવા દઉ છુ...

 

                  નિખિલને મળવા કોઈ આવ્યુ હતુતેની પાછળ એ વ્યક્તિ ઊભી હતી. (મારે એ વ્યક્તિનુ નામ લખી વાર્તાની મજા આગળ નથી બગાડવી તમે સમજી જજો એ કોણ હોય શકે છે.) તેણે આગળ વાત ધપાવી: ભાવિકામારી એ બધી ભૂલોને ભગવાને માફ કરી છે પણ હવે નથી લાગતુ કે તને જવા દઇશ તો એ મને માફ કરશે. ખબર નથી મને કે મેં સારા કર્મો કર્યા છે પછી ઉપરવાળો મારા પર કઈક વધારે જ મહેરબાન છે. એ જે કઈ હોય મારી દરેક ભૂલોમાંથી એણે મને રસ્તો બતાવ્યો છે પણ હવે તને ખોઈને મને બીજો કોઈ રસ્તો મળશે એવુ મને નથી લાગતુ. મારે હવે નથી ભટકવુ...!કહેતા એક વિષાદભાવ તેના શ્વરમાં અને ચહેરા પર આવી ગયો. હજુ પણ તેની છાતી ફૂલી રહી હતી, તે ઝડપી શ્વાસ ભરી રહ્યો હતો.

 

નિખિલ... મને થોડો ટાઈમ આપ હવે. (બે ક્ષણ રહી) મારે હવે વિચારવુ પડશે.ભાવિકા બોલી.

 

                         નિખિલને એ દ્રશ્ય યાદ આવી ગયુ જ્યારે એ વ્યકતીએ તેને કીધુ હતુ કે મારે હવે વિચારવુ પડશે. એ સમયે તો એ વ્યક્તિને ન રોકી શક્યો પણ અત્યારે આને રોકવાનો તેણે પ્રયત્ન કરી જોયો. તે પગે બેઠો: પ્લીઝ... પ્લીઝ મને છોડીને ન જા.કહી તેણે તેનુ માથુ નીચે કર્યુ. નિખિલની પાછળ જે વ્યક્તિ ઊભી હતી. તેણે મોઢુ ફેરવી ચાલવાનુ શરૂ કર્યુનિખિલ આગળ બોલી રહ્યો હતોએ સાંભળવા તે ઊભી રહી.

તે જે મારા માટે કર્યુ છે એનુ કોઈ રૂપે વળતર હું તને આપી શકુ એમ નથી. તે હંમેશા મને બધુ આપ્યુ જ છેએના માટે થેન્ક યૂ અને હજુ પણ હું તારી પાસે કઈક માંગુ છુ મને તારો સાથ જોઈએ છે. તુ આપીશ?” કહી નિખિલ ઊભો થઈ તેની સામે જોઈ રહ્યો. નિખિલની પાછળ ઊભેલી વ્યક્તિ મોઢુ નીચુ રાખી આ બધુ સાંભળી રહી હતી.

મારે... (તેણીએ ચશ્મા થોડા સરખા કર્યા) એટલે હું હવે જોઉ.. ભાવિકા બોલી.

 

                         નિખિલને ધૂંધળુ દેખાવા લાગ્યુ. પગ જાણે હળવા થઈ ગયા હોય એમ થયુ. આખુ આકાશ તેને આલિંગન આપી રહ્યુ હોય એમ તેણે જોયુ. નિખિલે ના તરફ સ્મિત કર્યુ અને જમીન પર ઢળી પડ્યો. ભાવિકા ચોંકી ઉઠી. તેણે બૂમ પાડી: નિખિલ!!!તેણીની ચીસ સાંભળી નિખિલની પાછળ ઊભેલી વ્યક્તિએ એની તરફ જોયુ. તે વ્યક્તિ ઝડપથી નિખિલને ઊભો કરવા આવી. ભાવિકા તેની બેગ ઉતારી નિખિલની પાસે આવી. એ વ્યક્તિએ નિખિલનું માથુ તેના ખોળામાં મૂક્યુ અને બોલી: ખબર છે તાપ સહન  નથી થતો તો પણ આવી ગરમીમાં બ્હાર નીકળે છે. નિખિલના નાકમાંથી લોહી અને પાણી જેવુ નીકળવા લાગ્યુ. તે વ્યક્તિએ પોતાના રૂમાલથી તેનુ નાક સાફ કર્યુ. ભાવિકા ઊભી ઊભી આ બધુ જોઈ રહી. તે વ્યક્તિએ ભાવિકાને કહ્યુ: “જલ્દી ક્યાંકથી પાણી લેતા આવો.”

પાણી ગાડીમાં છે.ભાવિકાએ કહ્યુ.

તો લઈ આવો જલ્દી અને ગાડી પણ લેતા આવો. થોડીવાર ઠંડકમાં બેશસેતો આંખ જલ્દી ખુલશે.કહી તે નિખિલની હથેળી ઘસવા લાગી. ચાર-પાંચ માણસો એટલામાં ભેગા થઈ ગયા અને જોઈ રહ્યા. ભાવિકા ઝડપથી ગઈ. એ વ્યક્તિએ નિખિલના ચહેરા પર છાંયો રહે એ માટે પોતાનુ મોં આગળ રાખી તેના ચહેરા પર પડતો તડકો રોક્યો. એ વ્યક્તિ નિખિલના ચહેરા પર ફૂંક મારતી રહી. તેના દેહની ખુશ્બુ નિખીલે પિછાણી. ક્લાસરુમમાં એકબીજાની નજીક આવ્યા હતા તે, કેબિનમાં પરસ્પર નજીક આવ્યા હતા તે, અને અત્યારે ફરી નજીક આવ્યા. તેને દુખ એક જ વાતનું હતું આટલી બધી વાર એકબીજાની નજીક આવ્યા બાદ પણ એકબીજાની સાથે ન થઈ શક્યા. તે સાવ બેભાન ન હતો. દરમિયાન તે પોતે અને એ વ્યક્તિ, એની અને પોતાની વચ્ચે રહેલી દરેક સંભાવનાઓ કલ્પવા લાગ્યા અને એકબીજાને પામવા કેટલા અસમર્થ હતા એનો અવસાદ મૌન સાથે બંને અનુભવી રહ્યા.

 

                         ભાવિકા ગાડી લઈને આવી. ઝડપથી તેણીએ બોટલ આપી. એ વ્યક્તિએ થોડુ પાણી પોતાના હાથમાં લીધુ: ગરમ લાય જેવુ પાણી છે! કહી તેણે નિખિલના ચહેરા પર પાણી વાળો ભીનો હાથ ફેરવ્યો. નિખિલ થોડો જાગૃત થયો. ભાવિકા અને એ વ્યક્તિએ તેને ટેકો દઈ ગાડીમાં બેસાડયો. ભાવિકા ડ્રાવિંગ સીટ પર બેશી. ગાડીમાં એ.સી. ચાલુ હતુ. હજુ પણ એ વ્યક્તિ નિખિલના ચહેરા પર ફૂંક મારી રહી હતીભાવિકાએ તે જોયુ, તેને વિચિત્ર લાગતા બોલી: હું એમને હવે સંભાળી લઇશ. થેન્ક યૂ.બે ઘડી આશ્ચર્યથીગૂંચવણથી અને થોડી શરમજનક રીતે એ વ્યક્તિ ઊભી રહી. પછી તરત જ નિખિલની પીઠ પાછળ થી પોતાનો હાથ કાઢી ગાડીનો દરવાજો બંધ કર્યો. તે બન્ને જતા રહ્યા અને એ વ્યક્તિ જોઈ રહી.

 

                         ત્યાંથી  બન્ને કેફેટેરિયા ગયા. ભાવિકા બ્હાર ગઈ નિખિલ માટે લીંબુ શરબતનો ઓર્ડર આપી આવીગાડીમાં બેશી. તેણે નિખિલના કપાળે હાથ મૂક્યો. તેનો સ્પર્શ જાણી નિખિલે આંખો ખોલી. તેણે ભાવહીન બની ભાવિકા તરફ જોયુ. ભાવિકાએ સ્મિત સાથે એની સામે જોયુ અને નાટકીય અવાજમાં બોલી: મેં કહા હુંમેરા નામ ક્યાં હૈએવા કોઈ ફિલ્મી ડાયલોગ ન મારતા. તમે બેભાન થઈ ગયા હતાયાદ તો છે ને?”

હાયાદ છે.નિખિલ બોલ્યો. તે હસી.

તમે ક્યારેય કહ્યુ નહી કે ગરમીના કારણે તમને ચક્કર આવી જાય છે. આ તો સારું થયુ પેલી છોકરીને ખબર હતી. એ છોકરી આપણી ઓફિસમાં કામ કરે છેતમે ઓળખો છો એને?”

 

                         લીંબુ શરબત આવી ગયો. ભાવિકાએ એને લીંબુ શરબત આપ્યો. નિખિલને બેભાન થયા પછી શું થયુ એ યાદ ન હતુ પરંતુ એ વ્યક્તિનો આભાસ તેને ચોક્કસ થયો હતો. તેણે શરબત પીધો. ભાવિકાએ કહેવાનુ ચાલુ રાખ્યુ: એણે કેવુ તરત ખોળામાં તમારું માથુ રાખી દીધું. મને તો અજુગતુ લાગ્યુ. તમે જાણો છો એને?”

એક ઘૂંટ પી નિખિલ બોલ્યો: ઈક હસીના થી... ઈક દિવાના થા...!!! હાહા...હાહા... હા!

 

સમાપ્ત




Comments